સેમસંગએ વધુ સ્માર્ટ, ઉર્જા કાર્યક્ષમ કૂલીંગ માટે મેડ-ઇન-ઇન્ડિયા WindFree™ કેસેટ AC લોન્ચ કર્યા

ગુરુગ્રામ, ભારત, 16 ઓક્ટોબર, 2025 – ભારતની સૌથી મોટી કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનીક્સ બ્રાન્ડ સેમસંગએ આજે તેના અદ્યતન મેઇડ ઇન ઇન્ડિયા સ્માર્ટ WindFree™ કેસેટ એર કન્ડીશનર્સને લોન્ચ કર્યા હોવાની ઘોષણા કરી છે. નવી ઉત્પાદનશ્રેણીમાં ઇન્ટેલિજન્ટ કનક્ટિલીટી, ઇકો-કોન્શિયસ ડિઝાઇન અને પ્રિમીયમ કંફોર્ટનું સંયોજન છે, જે વાણિજ્ય અને ઘરેલુ કૂલીંગ ઉકેલોના ભવિષ્યમાં સુધારો કરે છે.
સ્માર્ટર કંટ્રોલ, કાર્યક્ષમ પર્ફોમન્સ અને વિસ્તરિત સુખાકારી ડિલીવર કરવામાં બનાવવામાં આવેલ નવી રેન્જ બિલ્ટ-ઇન વાઇ-ફાઇ અંતરાયમુક્ત સ્માર્ટથિંગ્સ ઇન્ટીગ્રેશન અને સેમસંગની વિશિષ્ટ WindFree™ કૂલીંગ ટેકનોલોજીથી સજ્જ છે, જે કઠોર કોલ્ડ ડ્રાફ્ટ્સ વિના સતત આરામ પ્રદાન કરે છે અને સમગ્ર ભારતમાં વપરાશકર્તાઓ માટે સુવિધા અને આરામનું એક નવું સ્તર લાવે છે. પર્યાવરણને અનુકૂળ R32 રેફ્રિજરેન્ટનો ઉપયોગ સેમસંગની ટકાઉપણાં પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ સમર્થન આપે છે.
“આજે આરામ ફક્ત રૂમને ઠંડો કરવા વિશે નથી, પરંતુ ઇન્ટેલિજન્ટ, ટકાઉ અને ખરેખર ભારતમાં આપણા ગ્રાહકોની જરૂરિયાતોને અનુરૂપ હોય તેવો અનુભવ બનાવવા વિશે છે. અમારા નવા WindFree™ કેસેટ AC, ગર્વથી ભારતમાં બનેલા, ડિઝાઇનની પ્રીમિયમ ભવ્યતા, પર્યાવરણને અનુકૂળ રેફ્રિજન્ટ્સની ખાતરી અને સ્માર્ટથિંગ્સ કનેક્ટિવિટીની ઇન્ટેલિજન્ટને એકસાથે લાવે છે. તે ફક્ત શક્તિશાળી પ્રદર્શન જ નહીં પરંતુ કાયમી સુખાકારી, ઊર્જા બચાવવા, પર્યાવરણીય અસર ઘટાડવા અને આરામનું નવું પરિમાણ પ્રદાન કરવા માટે બનાવવામાં આવ્યા છે. “આ લોન્ચ સાથે, અમે દેશભરના વ્યવસાયો અને ગ્રાહકોની વિકસતી જીવનશૈલી સાથે એર કન્ડીશનીંગ કેવી રીતે વધુ સ્માર્ટ, હરિયાળું અને વધુ સુસંગત બની શકે છે તે માટે એક માપદંડ સ્થાપિત કરી રહ્યા છીએ,” એમ સેમસંગ ઇન્ડિયાના સિસ્ટમ ACના વડા વિપિન અગ્રવાલે જણાવ્યું હતું.