સેમસંગ દ્વારા ભારતમાં બીસ્પોક AI એર કંડિશનર્સ પર ‘‘ગો સેવ ટુડે’’ કેમ્પેઈનની ઘોષણા

ગુરુગ્રામ, ભારત, 30 સપ્ટેમ્બર, 2025: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડમાંથી એક સેમસંગે આજે બીસ્પોક AI એર કંડિશનર્સ પર ‘‘ગો સેવ ટુડે’’ કેમ્પેઈનની ઘોષણા કરી છે, જે આ ફેસ્ટિવ સીઝનમાં ગ્રાહકો માટે રૂ. 21,000 સુધી બચતો ઉજાગર કરી શકે છે. ઊર્જા બચતો, બહેતર વોરન્ટી લાભો અને જીએસટી કપાતના ત્રણ પાયા પર નિર્મિત ‘‘ગો સેવ ટુડે’’ કેમ્પેઈન આ ફેસ્ટિવ સીઝનમાં બેજોડ મૂલ્ય પ્રદાન કરે છે.
‘‘ગો સેવ ટુડે’’ કેમ્પેઈનના ભાગરૂપે ગ્રાહકો પ્રીમિયમ બીસ્પોક AI એર કંડિશનર્સની ખરીદી પર ખાસ 5-5-50 ઓફર મેળવી શકે છે, જેમાં 22 સપ્ટેમ્બર અને 10 નવેમ્બર, 2025 વચ્ચે 50 દિવસના સમયગાળામાં જો ખરીદી કરાય તો મોજૂદ 5 વર્ષની વ્યાપક વોરન્ટી ઉપરાંત 5 મહિનાની વધારાની વ્યાપક વોરન્ટીનો સમાવેશ થાય છે.
બીસ્પોક AI એર કંડિશનરના ગ્રાહકોને રૂ. 1500 મૂલ્યના મફત ઈન્સ્ટોલેશન અને રૂ. 4000 સુધી બેન્ક કેશબેક સાથે રૂ. 3800 સુધી જીએસટી ઘટાડાનો લાભ પણ મળશે, જેથી પરિવારો માટે આ ફેસ્ટિવ સીઝનમાં ઘરે વધુ સ્માર્ટ, વધુ ઊર્જા કાર્યક્ષમ બીસ્પોક AI એસી લાવવા માટે ઉત્તમ સમય બનાવે છે.
ગ્રાહકો બીસ્પોક AI એસી ખરીદી કરે તેઓ રૂ. 12,000 સુધી મૂલ્યની વ્યાપક વોરન્ટીનાં 5 વર્ષ ઉપરાંત વધારાની 5 મહિનાની વોરન્ટી માટે પણ પાત્ર બનશે.
એકંદરે જીએસટી દર ઘટાડા સાથે આ લાભો સેમસંગ બીસ્પોક AI એર કંડિશનરને અગાઉ કરતાં વધુ પહોંચક્ષમ બનાવે છે.
“અમને ‘‘ગો સેવ ટુડે’’ કેમ્પેઈન થકી અમારા ગ્રાહકો સાથે ફેસ્ટિવ સીઝનની ઉજવણી કરવાની ખુશી છે, જે અમારી આધુનિક ટેકનોલોજીને અગાઉ કરતાં વધુ પહોંચક્ષમ બનાવે છે. અમારી 5-5-50 ઓફર અનોખી છે, જે જીએસટી ઘટાડાનો લાભ, વિસ્તારિત વોરન્ટી, ફ્રી ઈન્સ્ટોલેશન અને બેન્ક કેશબેક સાથે ઘરે બીસ્પોક AI એર કંડિશનર્સ લાવવા પરિવારોને પ્રોત્સાહિત કરવા માટે રજૂ કરવામાં આવી છે. અમારી બીસ્પોક AI એર કંડિશનર રેન્જમાં રોજબરોજનું જીવન બહેતર બનાવવાનું ચાલુ રાખ્યું છે અને આ ઓફરો વધુ સ્માર્ટ, ઊર્જા કાર્યક્ષમ કૂલિંગને વધુ પુરસ્કૃત બનાવે છે,’’ એમ સેમસંગ ઈન્ડિયાના ડિજિટલ એપ્લાયન્સીસના વાઈસ પ્રેસિડેન્ટ ઘુફરાન આલમે જણાવ્યું હતું.