સુરતના રોકાણકારો માર્કેટની વોલેટિલિટી વચ્ચે ટાટા ફ્લેક્સી કેપ અને ટાટા મલ્ટી એસેટ ફંડ્સ તરફ ડાયવર્ટ થયા

સુરત :વિદેશી રાકાણકારો દ્વારા મોટાપાયે વેચવાલી, ક્રૂડના ભાવો અને કોર્પોરેટ કમાણીમાં વધ-ઘટ, જિઓ-પોલિટિકલ ટેન્શન સહિતના પરિબળોના કારણે છેલ્લા કેટલાક સમયથી શેરમાર્કેટમાં વોલેટિલિટી વધી છે. આ પડકારજનક સમયમાં રોકાણકારોને એવી વ્યૂહરચનાઓની જરૂર છે જે વૃદ્ધિ અને સ્થિરતાને સંતુલિત કરે. રોકાણકારો ડાયવર્સિફિકેશન અને અનુકૂલનક્ષમતા માટે ફ્લેક્સી કેપ ફંડ્સ અને મલ્ટી એસેટ એલોકેશન ફંડ્સ તરફ આકર્ષાઈ રહ્યા છે, જે રોકાણકારોને અનિશ્ચિતતામાંથી બહાર નીકળવામાં મદદ કરે છે.
ટાટા એસેટ મેનેજમેન્ટના ફંડ મેનેજર અમેય સાઠેએ જણાવ્યું હતું કે ફ્લેક્સી કેપ અને મલ્ટી એસેટ ફંડ્સ રોકાણકારોને સ્માર્ટ એસેટ એલોકેશન ફ્રેમવર્ક પ્રદાન કરે છે – જે પોર્ટફોલિયોને ચપળ રહેવા, તકો મેળવવા અને બજારના આંચકાઓનો સામનો કરવામાં મદદ કરે છે. સુરતના રોકાણકારોની પ્રોત્સાહક ભાગીદારી આવા વૈવિધ્યસભર અભિગમોમાં તેમના વધતા વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે,”
AMFIના આંકડાઓ અનુસાર, ફ્લેક્સી કેપ ફંડ્સમાં ઓગસ્ટ, 2025 સુધીમાં રોકાણ પ્રવાહ બમણો થયો છે. જે ગતવર્ષે સમાનગાળામાં રૂ. 22751.3 કરોડથી વધી રૂ. 46867 કરોડ નોંધાયો છે. જ્યારે મલ્ટી એસેટ એલોકેશન ફંડ્સ રૂ. 23989.3 કરોડના ફંડ સાથે હાઈબ્રિડ કેટેગરીનું બીજુ સૌથી મોટું ફંડ બન્યું છે. ટાટા ફ્લેક્સી કેપ ફંડ અને ટાટા મલ્ટી એસેટ એલોકેશન ફંડની એયુએમ વાર્ષિક ધોરણે ક્રમશઃ 12.5 ટકા અને 27 ટકા વધી રૂ. 3385 કરોડ અને 4040 કરોડ થઈ છે. જે ઈન્ડસ્ટ્રીનો ટ્રેન્ડ સાથે ટ્રેક્શન વધઅયો હતો.
ઉદ્યોગના વલણને પ્રતિબિંબિત કરતાટાટા ફ્લેક્સી કેપ ફંડ અને ટાટા મલ્ટી એસેટ એલોકેશન ફંડે લોકપ્રિયતા મેળવી છે.તેની સરેરાશ એસેટ્સ અંડર મેનેજમેન્ટ (AUM) વાર્ષિક ધોરણે 12.5% અને 27% વધી 31 ઓગસ્ટ, 2025 સુધીમાં અનુક્રમે રૂ. 3,385 કરોડ અને રૂ. 4,040 કરોડ થઈ છે. (સ્ત્રોત: ટાટા MF). ટાટા ફ્લેક્સી કેપ ફંડમાં 2025માં અત્યાર સુધીમાં રૂ. 456 કરોડનો રોકાણ પ્રવાહ નોંધાયો છે. જે ગતવર્ષની તુલનાએ બમણો છે, જેમાં એકલા સુરતનું રોકાણ પ્રવાહ 43% વધી રૂ. 3.98 કરોડ નોંધાયો છે.