સેમસંગ દ્વારા ભારતમાં ગેલેક્સી વેરેબલ્સની રેન્જ પર આકર્ષક ફેસ્ટિવ ડીલ્સની ઘોષણા કરાઈ

ગુરુગ્રામ: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે તાજેતરમાં લોન્ચ કરાયેલી ગેલેક્સી વોચ 8 સિરીઝ અને ગેલેક્સી બડ્સ 3 FE સહિત તેના નવીનતમ ગેલેક્સી વેરેબલ્સ પર અગાઉ ક્યારેય નહીં જોઈ હોય તેવી કિંમતો જાહેર કરવામાં આવી છે. ગેલેક્સી વોચ અલ્ટ્રા અને ગેલેક્સી રિંગ જેવી અમુક અન્ય પ્રોડક્ટો પર પણ ફેસ્ટિવ સીઝન પૂર્વે મોટું ડિસ્કાઉન્ટ જાહેર કર્યું છે. આ વિશેષ ડિસ્કાઉન્ટ્સ ગેલેક્સી વેરેબલ્સ લોન્ચ કરાયા ત્યારથી સૌથી આકર્ષક કિંમતે વસાવવાની અદભુત તક ગ્રાહકોને પૂરી પાડે છે.
આજથી આરંભ કરતાં ગેલેક્સી વોચ 8 સિરીઝ રૂ. 15,000 સુધી વ્યાપક ડિસ્કાઉન્ટે મળશે, જ્યારે તાજેતરમાં લોન્ચ કરાયેલા ગેલેક્સી બડ્સ 3 FE રૂ. 4000ના ડિસ્કાઉન્ટ સાથે મળશે. ગેલેક્સી વોચ અલ્ટ્રા રૂ. 18,000ના ડિસ્કાઉન્ટે અને ગેલેક્સી રિંગ રૂ. 15,000ના ડિસ્કાઉન્ટે ઓફર કરાશે. વિશેષ કિંમતો ઈન્સ્ટન્ટ કેશબેક થકી અથવા અપગ્રેડ બોનસ થકી પ્રાપ્ત કરી શકો, જે મર્યાદિત સમયગાળા માટે ઉપલબ્ધ રહે. ઉપરાંત ગ્રાહકો બહેતર કિફાયતીપણું જોતા હોય તેમને 18 મહિના સુધી નો-કોસ્ટ ઈએમઆઈનો લાભ મળી શકે છે.
ગેલેક્સી વોચ 8 સિરીઝ
ગેલેક્સી વોચ 8 સિરીઝ જેમિની, ગૂગલના AI આસિસ્ટન્ટ સાથે આઉટ ઓફ ધ બોક્સ આવતી પ્રથમ સ્માર્ટવોચ સિરીઝ છે, જે ઉપભોક્તાઓને ઘણાં બધાં ગેલેક્સી વોચ એપ્સમાં કરાતાં જટિલ કામો કરાવવા માટે નૈસર્ગિક વોઈસ કમાન્ડ્સનો ઉપયોગ કરીને હેન્ડ્સ-ફ્રી જવા સશક્ત બનાવે છે. પહેલી વાર ગેલેક્સી વોચ 8 સિરીઝે એન્ટીઓક્સિડન્ટ ઈન્ડેક્સ રજૂ કર્યું છે, જે તમને તમારા સેલ્યુલર હેલ્થનો અસલ સમયનો નજરિયો આપે છે.
વન UI વોચ 8 સાથે વેર OS 6 પર ચાલતી ગેલેક્સી વોચ 8 સિરીઝમાં બહેતર ફીચર્સનું પદાર્પણ પણ કરાયું છે, જેમાં મલ્ટી -ઈન્ફો ટાઈલ્સ, રિફ્રેશ્ડ નાઉ બાર અને એટ-અ- ગ્લાન્સ સુવિધા માટે સ્ટ્રીમલાઈન્ડ નોટિફિકેશન્સનો સમાવેશ થાય છે. ગેલેક્સી વોચ અલ્ટ્રાની કુશન ડિઝાઈનના પાયા પર નિર્મિત ગેલેક્સી વોચ 8 ફક્ત 8.6mm પાતળા છે, જે સ્લીક પ્રોફાઈલ અને સ્નગ, ઓલ-ડે કમ્ફર્ટેબલ ફિટ પ્રદાન કરે છે, જે તેની નવી ડાયનેમિક લગ સિસ્ટમને આભારી છે. ગેલેક્સી વોચ 8 સિરીઝમાં 3000 nitsની પીક બ્રાઈટનેસ સાથે અદભુત સુપર AMOLED ડિસ્પ્લે છે, જે આઉટડોર્સમાં ઉત્કૃષ્ટ વિઝિબિલિટીની ખાતરી રાખે છે.



