બિઝનેસ

સેમસંગ દ્વારા ભારતમાં મનોહર ફ્લોરલ ડિઝાઈન અને દીર્ઘ ટકાઉ કામગીરી સાથેનાં સિંગર ડોર રેફ્રિજરેટરની નવી રેન્જ રજૂ કરાઈ

ગુરુગ્રામ, ભારત, 10 સપ્ટેમ્બર, 2025: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે તેની 183 લિ. ક્ષમતામાં સિંગલ ડોર રેફ્રિજરેટર રેન્જ રજૂ કર્યાની ઘોષણા કરવામાં આવી હતી, જે કિફાયતી અને સ્ટાઈલિશ રેફ્રિજરેટર જોતા ભારતીય પરિવારોની જરૂરતોને પહોંચી વળવા માટે તૈયાર કરાયાં છે. બે ફ્લોરલ પેટર્ન્સ બેગોનિયા અને વાઈલ્ડ લિલીમાં આઠ નવા મોડેલ સાથે નવાં સિંગલ ડોર રેફ્રિજરેટરો રેડ અને બ્લુ રંગમાં અને 3 સ્ટાર અને 5 સ્ટાર એનર્જી રેટિંગ્સમાં ઉપલબ્ધ છે. નવી લાઈન-અપ અદભુત ડિઝાઈન, આધુનિક વિશિષ્ટતાઓ અને ઉત્કૃષ્ટ ટકાઉપણાને જોડે છે, જે તેને રોજબરોજના જીવનમાં સ્ટાઈલ અને વિશ્વસનીયતા જોતા પરિવારો માટે આદર્શ પસંદગી બનાવે છે.

એસ્થેટિક્સને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલી નવી સિંગલ ડોર રેન્જ આધુનિક ભારતીય ઘરો માટે તૈયાર કરાઈ છે. બેગોનિયા અને વાઈલ્ડ લિલી ફ્લોરલ પેટર્ન્સ કિચનનો લૂક વધારવા માટે ઘડવામાં આવી છે, જ્યારે બાર હેન્ડલ સાથે સ્લીક ગ્રાન્ડ ડોર ડિઝાઈન સુવિધાજનક ઉપયોગિતા સાથે પ્રીમિયમ અહેસાસની ખાતરી રાખે છે. વાઈબ્રન્ટ રંગો અને મનોહર પેટર્ન્સ સાથે આ રેફ્રિજરેટરો ફક્ત એપ્લાયન્સીસ નથી, પરંતુ સ્ટેટમેન્ટના નંગો છે, જે કામગીરી સાથે સૌંદર્યને સહજ રીતે સંમિશ્રિત કરે છે.

“આ નવી સિંગલ ડોર રેફ્રિજરેટર રેન્જ સાથે અમે સેમસંગની ડિઝાઈન નિપુણતા અને ટેકનોલોજિકલ ઈનોવેશનને એકત્ર લાવીને સુંદર અને કાર્યક્ષમ હોય તેવી પ્રોડક્ટ નિર્માણ કરી છે. ફ્લોરલ પેટર્ન સિંગલ ડોર રેફ્રિજરેટરો ભારતીય ગ્રાહકોમાં અત્યંત લોકપ્રિય છે, જેનું એકંદર સિંગલ ડોરના વેચાણમાં 70 ટકા યોગદાન છે. ભારતીય ગ્રાહકો વધુ ને વધુ એવાં એપ્લાયન્સીસ ચાહે છે, જે તેમના ઘરના ઈન્ટીરિયરને પૂરક હોય અને મજબૂત કામગીરી આપે અને આ નવી લાઈન- અપ તે જ પ્રદાન કરે છેઃ સ્ટાઈલ, સુવિધા અને દીર્ઘ ટકાઉ વિશ્વસનીયતાનું સંતુલન,’’ એમ સેમસંગ ઈન્ડિયાના ડિજિટલ એપ્લાયન્સીસ બિઝનેસના વાઈસ પ્રેસિડેન્ટ ઘુફરાન આલમે જણાવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button