બિઝનેસ

સેમસંગ દ્વારા AI ઈનોવેશન્સ, બહેતર ટકાઉબપણું અને OIS એનેલ્ડ નો શેક કેમેરા સાથે સ્ટાઈલિશ ગેલેક્સી A17 5G લોન્ચ કરાયા

ગુરુગ્રામ, ભારત, 10 સપ્ટેમ્બર, 2025: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે તેની સૌથી કિફાયતી ગેલેક્સી A સિરીઝ AI સ્માર્ટફોન ગેલેક્સી A17 5G લોન્ચ કર્યાની ઘોષણા કરી હતી. 7.5 mm સાથે ગેલેક્સી A17 5G તેના સેગમેન્ટમાં સૌથી સ્લિમ સ્માર્ટફોન છે. તેનું વજન ફક્ત 192 ગ્રામ છે, જે ડિવાઈસને પકડવા અને ઉપયોગ કરવાનું આસાન બનાવે છે. ગેલેક્સી A17 5G ભારતમાં સેમસંગના સૌથી વધુ વેચાતા સ્માર્ટફોન્સનાંથી એક તેના સમોવડિયા ગેલેક્સી A16 5Gની સફળતા પર નિર્માણ કરાયા છે.

ગેલેક્સી A17 5G ભારતમાં વ્યાપક દર્શકો માટે ફ્લેગશિપ ઈનોવેસન્સ લાવીને ગેલેક્સી A સિરીઝનો વારસો વધુ આગળ લઈ જાય છે. ગેલેક્સી A17 5G સાથે ગ્રાહકોને સ્ટાઈલિશ અને સ્લીક ડિઝાઈન, વિશ્વસનીય પરફોર્મન્સ અને સ્માર્ટ AI ફીચર કિફાયતી કિંમતે મળશે. ગેલેક્સી A17 5G સેગમેન્ટમાં અવ્વલ AI ફીચર્સ, ડિસ્પ્લે, કેમેરા, સિક્યુરિટી ફીચર્સ, કોલિંગ અનુભવ અને OS અપગ્રેડ્સ સાથે આવે છે, જે તેને ફેસ્ટિવ સીઝન માટે સેમસંગની ઉત્તમ ઓફરમાંથી એક બનાવે છે.

“ગેલેક્સી A સિરીઝ કિફાયતી કિંમતે ફ્લેગશિપ ઈનોવેશન્સની વ્યાપ્તિ વધારવાના તેના વારસાને લીધે અમારી સૌથી લોકપ્રિય સ્માર્ટફોન સિરીઝમાંથી એક છે. ગેલેક્સી A17 5G અમારા સૌથી કિફાયતી ગેલેક્સી A સિરીઝ AI સ્માર્ટફોન છે અને ફેન ફેવરીટ AI ફીચર્સ સાથે આવે છે, જેમ કે, સર્કલ ટુ સર્ચ અને જેમિની લાઈવ. તેમાં ઓન-ડિવાઈસ વોઈસ મેઈલ, કોલિંગ અનુભવ સુધારવા માટે ભારતીય એન્જિનિયરો દ્વારા વિકસિત નવું મેક ફોર ઈન્ડિયા ફીચર પણ ધરાવે છે. ગેલેક્સી A17 5G અમારી મુખ્ય ફેસ્ટિવ ઓફર છે અને અમને વિશ્વાસ છે કે તેની સફળતા મને આ વર્ષના અંત સુધી 100 મિલિયન ખુશ ગેલેક્સી A સિરીઝના ગ્રાહકો પ્રાપ્ત કરવામાં મદદરૂપ થશે,” એમ સેમસંગ ઈન્ડિયાના MX બિઝનેસના ડાયરેક્ટર અક્ષય રાવે જણાવ્યું હતું.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button