સ્પાઇનેક્સ ગ્લોબલ દ્વારા વર્લ્ડ ફિઝિયોથેરાપી ડે ની ઉજવણી

સુરતઃ ઘોડદોડ રોડ ખાતે આવેલ સ્પાઇનેક્સ ગ્લોબલ દ્વારા વર્લ્ડ ફિઝિયોથેરાપી ડે ની ઉજવણી ના ભાગરૂપે ડો નીરજ ભણસાલી અને ડો તોરલ ભણસાલી દ્વારા “ફિઝિયો પર્વ”નું આયોજન કરવામાં આવ્યું હતું આ માત્ર એક મેળાપ નહોતો, પણ સ્પાઇનેક્સ ગ્લોબલ પરિવાર વચ્ચે નું જોડાણ અને સંવાદની ઉજવણી હતી.
મજેદાર ઓક્શન હાઉઝી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિજેતાઓએ નકલી કેશથી ગિફ્ટ્સ આપવામાં આવી હતી અને મનને ગમી જાય એવા મઝેદાર પ્રશ્નો – દરેક પળ ને ખુશીથી ભરી દીધુ હતું. આ પર્વે બતાવ્યું કે ફિઝિયોથેરાપિસ્ટ્સ સાથે મળે ત્યારે સાચો ઉત્સવ સર્જાય છે.
આ સાથે ડો નીરજ ભણસાલી એ જણાવ્યું હતું કે ઓક્શન હાઉઝી સાથે સાથે ફિઝિયોથેરાપિસ્ટ ડોકટરોએ પોતાની ફિઝિકલ એબીલીટી અને પોતાની બિઝનેસ સ્કીલ સાથે પેશન્ટ અને ડોકટરો વચ્ચે કોમ્યુનિકેશન સ્કીલ નું મહત્વ પણ સમજવામાં આવ્યું હતું. આ વર્લ્ડ ફિઝિયોથેરાપી ડે માં 86 થી વધારે ફિઝિયોથેરાપીસ્ટ ડોકટરો ભેગા થઈ ને વર્લ્ડ ફિઝિયોથેરાપી ડે ની ઉજવણી કરી હતી.
આ દિવસ તમામ ફિઝિયોથેરાપિસ્ટ અને તેઓ જે સેવાઓ આપે છે તેમને સામજિક કાર્ય તરીકે બિરદાવામાં આવે છે, દર્દીઓ અને તંદુરસ્ત લોકોમાં મૂળભૂતથી જટિલ શારીરિક તક્લીફ ધરાવતા લોકો ને મદદ કરે છે.
વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ દરેક વ્યક્તિ રોજિંદા જીવનમાં શક્ય તેટલી સ્વતંત્ર રીતે કાર્ય કરવાની ક્ષમતાને મહત્વ આપે છે. આ સાથે સ્પાઇનેક્સ ગ્લોબલ દ્વારા વર્લ્ડ ફિઝિયોથેરાપી ડે ની ઉજવણી કરવામાં આવી હતી.