સેમસંગ ઈન્ડિયા નવા મોબાઈલ સીટી ટેકનોલોજીઝ પોર્ટફોલિયો સાથે દર્દીલક્ષી ઈમેજિંગમાં પરિવર્તન લાવવા સુસજ્જ

ગુરુગ્રામ, ભારત – ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગે સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ કં. લિ.ની સબસિડિયરી ન્યુરોલોજિકા સાથે સહયોગમાં ભારતમાં તેનો નેક્સ્ટ- જનરેશન મોબાઈલ સીટી પ્રોડક્ટ પોર્ટફોલિયો લોન્ચ કર્યાની ઘોષણા કરી છે. સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ કં. લિ. આધુનિક તબીબી ઈમેજિંગ ટેકનોલોજીઝમાં વૈશ્વિક આગેવાન છે. ખાસ કરીને ભારતમાં નિદાન અને મધ્યસ્થી રેડિયોલોજીમાં પરિવર્તન લાવવા માટે તૈયાર કરવામાં આવેલી આ નેક્સ્ટ- જનરેશન સિસ્ટમ્સ મોબિલિટીસ, એઆઈ- પાવર્ડ કાર્યક્ષમતા અને દર્દી- પ્રથમ ડિઝાઈનને જોડશે, જેને લઈ આખરે હેલ્થકેર પ્રદાતાઓ કોઈ પણ સમયે, ક્યાંય પણ ગુણવત્તાયુક્ત સંભાળ પ્રદાન કરવા માટે સશક્ત બનશે.
નવી રજૂ કરાયેલી રેન્જમાં સેરીટોમ® ઈલાઈટ, ઓમ્નીટોમ® ઈલાટ, ઓમ્નીટોમ® ઈલાઈટ પીસીડી અને બોડીટોમ® 32/64નો સમાવેશ થાય છે, જે દરેક હોસ્પિટલો અને ખાસ કરીને સ્પેશિયાલ્ટી કેન્દ્રોની વિવિધ ચિકિત્સકીય જરૂરતોને પહોંચી વળવા તૈયાર કરાઈ છે. વંચિત પ્રદેશોમાં છે તેના સહિત સર્વ આકારની હોસ્પિટલોમાં તે અપનાવીને સેમસંગ ભારતમાં આધુનિક ઈમેજિંગની પહોંચ વ્યાપક બનાવવામાં મદદરૂપ થવા સુસજ્જ છે.
“સેમસંગ ભારતમાં મોબાઈલ ટીસી સોલ્યુશન્સ રજૂ કરવા સાથે આધુનિક તબીબી ઈમેજિંગની વધુ પહોંચક્ષમ, કાર્યક્ષમ અને દર્દીલક્ષી બનાવવા માટે નક્કર પગલાં લઈ રહી છે. આ ઈનોવેશન્સ ટેકનોલોજી વિશે વધુ છે, કારણ કે તે હેલ્થકેર પ્રદાતાઓને મેટ્રો અને ટિયર 2/3 શહેરો વચ્ચે સંભાળમાં અંતર વચ્ચે સેતુ બનીને સશક્ત બનાવી રહી છે. અમે માનીએ છીએ કે આ પોર્ટફોલિયો ભારતનું હેલ્થકેર ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનાવશે, સ્પેશિયાલિટીઝમાં ચિકિત્સકીય ઉત્કૃષ્ટતાને ટેકો આપશે અને ઉચ્ચ સ્તરે દર્દી પરિણામ સુધારવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે,’’ એમ સેમસંગ ઈન્ડિયાના એચએમઈ બિઝનેસના હેડ અતંત્ર દાસે જણાવ્યું હતું.
સેમસંગના મોબાઈલ સીટી સોલ્યુશન્સ ઈમેજિંગ જે રીતે પ્રદાન કરાય છે તેમાં મોટી છલાંગ છે. ન્યુરો આઈસીયુ, ઓપરેટિંગ રૂમ, ઈમરજન્સી ડિપાર્ટમેન્ટ, ઓન્કોલોજી યુનિટ હોય કે પેડિયાટ્રિક ઈન્ટેન્સિવ કેર હોય, સ્કેનરો સીધા દર્દી પાસે લાવીને હોસ્પિટલો જોખમ ઓછું કરી શકે, ચિકિત્સકીય સુરક્ષા સુધારી શકે અને ઝડપથી નિર્ણય લઈ શકે છે. ચિકિત્સકીય રીતે પ્રણાલીઓ એકમોને મોંઘા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફેરબદલ વિના ક્ષમતા વિસ્તારવા માટે મદદરૂપ થાય છે. આને કારણે આધુનિક ઈમેજિંગ ભારતની હેલ્થકેર ઈકોસિસ્ટમમાં વધુ પહોંચક્ષમ બનાવે છે.