
સુરત શહેરના ડુમ્મસ ખાતે આવેલ ટીજીબી હોટલમાં એનએનએમ ગ્રુપએ નીલાચલ કાર્બો મેટાલિક્સ લિમિટેડને પ્રારંભિક જાહેર ઓફર (IPO)” લોન્ચ કરવામાં મદદરૂપ બની ત્યારે તે બાબતને લઈને એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કંપનીના પદ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કંપનીની સફળતા વિશેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી
આ સમયે કંપનીના ઓલ ટાઈમ ડિરેક્ટર ઋષિરાજ પાંડા, મેનેજિંગ ડિરેક્ટર બિભુ દત્ત પાંડા, અજેશ દલાલ, નીલાચલ કાર્બો મેટાલિક્સ લિમિટેડ ના ડિરેક્ટર નિકુંજ મિત્તલ અને ખીમીલ સોની હાજર રહ્યા હતા અને આ આઈપીઓ વિશે માહિતગાર કર્યા હતા, તેમજ આગામી તારીખ 8મી સપ્ટેમ્બર 2025 ના રોજ આઇપીઓના કંપનીના શેર શરૂ થશે ત્યાર પછી 16મી સપ્ટેમ્બર તારીખે શેર ખુલશે.