ખેલાનંદ ગજાનંદ: VAKTA-VEER Team દ્વારા સુરતની ૧૦૮ સોસાયટીઓમાંથી ૫૦% પૂર્ણ – ઈતિહાસ રચતું અભિયાન

સુરત શહેર આ વર્ષે ગણેશોત્સવમાં એક ઐતિહાસિક પહેલનો સાક્ષી બની રહ્યું છે. RJ VEERના નેતૃત્વમાં VAKTA-VEER Team દ્વારા શરૂ કરાયેલ અનોખું અભિયાન “ખેલાનંદ ગજાનંદ” હવે નવા માઇલસ્ટોન પર પહોંચી ગયું છે.
માત્ર પાંચમા દિવસે જ આ ટીમે સુરતની ૧૦૮ ગણપતિ સોસાયટીઓમાંથી ૫૪+ સોસાયટીઓમાં અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. એટલે કે કુલ ટાર્ગેટનો ૫૦% હિસ્સો માત્ર પાંચ દિવસમાં જ સુરતના લોકપ્રેમ અને સહયોગથી પૂર્ણ થઈ ગયો છે.
અભિયાનનો હેતુ
• બાળકોને મોબાઈલની રીલ વાળી દુનિયામાંથી બહાર લાવવું
• સાચી રમતો, રમતગમત અને મનોરંજન સાથે જોડાવું
• પરિવાર અને સમાજ વચ્ચે બોન્ડિંગ મજબૂત બનાવવું
અત્યાર સુધીની સિદ્ધિઓ
• RJ VEERના માર્ગદર્શન હેઠળ ૨૫–૩૦ ટ્રેન્ડ એન્કર્સની સક્રિય ટીમ
• ૫૪થી વધુ સોસાયટીઓમાં ફ્રી ગેમ્સ અને ઇન્ટરએક્ટિવ એક્ટિવિટીઝ
• બાળકો અને પરિવારોને આપવામાં આવેલા મફત ગિફ્ટ્સ અને સરપ્રાઇઝીસ
• દરેક સ્થળે સમાજ અને પરિવારની ઉત્સાહી ભાગીદારી
સુરતની પ્રતિક્રિયા
સુરત શહેરે આ અભિયાનને ખુલીને સ્વીકાર્યું છે. બાળકોનો આનંદ, માતા-પિતાનો ઉત્સાહ અને સમાજની એકતા — આ બધાએ ખેલાનંદ ગજાનંદને ગણેશોત્સવની અનોખી ઓળખ બનાવી દીધી છે.
RJ VEERનો સંદેશ
“ખેલાનંદ ગજાનંદ માત્ર ગણેશોત્સવનો કાર્યક્રમ નથી, એ એક મિશન છે — બાળકોને રીલમાંથી રિયલમાં લાવવાનો. માત્ર પાંચ દિવસમાં જ ૫૦% સોસાયટીઓ સુધી પહોંચવું એ સુરતના અપરંપાર પ્રેમ અને એકતાનું પ્રતીક છે.”
આગળનો માર્ગ
VAKTA-VEER Team હવે બાકી રહેલી સોસાયટીઓમાં આ અભિયાનને આગળ વધારશે. હેતુ છે કે સુરતના દરેક સમાજ સુધી આ સંદેશ પહોંચે —“અસલી આનંદ સ્ક્રીનમાં નથી, પણ સાથે મળીને રમાયેલી રમતોમાં છે.