એજ્યુકેશનબિઝનેસ

અદાણી સ્કિલ્સ એન્ડ એજ્યુકેશને NCVET દ્વારા માન્યતા પ્રાપ્ત પાયાનો વર્ક-સ્ટડી ડિપ્લોમા ’કર્મ શિક્ષા’ પ્રોગ્રામ શરૂ કર્યો

અમદાવાદ, 29 ઓગસ્ટ, 2025: અદાણી સમૂહની કૌશલ્ય વિકાસ પાંખ અદાણી સ્કિલ્સ એન્ડ એજ્યુકેશન (ASE) એ કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલય (MSDE) ના રાષ્ટ્રીય વ્યાવસાયિક શિક્ષણ અને તાલીમ પરિષદ (NCVET) હેઠળ કર્મ શિક્ષા વર્ક-સ્ટડી ડિપ્લોમા પ્રોગ્રામ શરૂ કર્યાની આજે જાહેરાત કરી છે. અદાણીના બંદરો, વીજળી, સૌર ઉત્પાદન, ગ્રીન એનર્જી અને લોજિસ્ટિક્સ જેવા મુખ્ય કાર્ય ક્ષેત્રોમાં વર્ગખંડમાં શિક્ષણને વ્યવહારુ ઉદ્યોગ અનુભવ સાથે જોડવા માટે કર્મ શિક્ષા કાર્યક્રમની રચના ભારતભરના તમામ પ્રવાહોના ધોરણ ૧૦ અને ૧૨ પાસ વિદ્યાર્થીઓ તેમજ ITI સ્નાતકોને ઉદ્યોગ-સંલગ્ન નોકરી માટે શિક્ષણ આપીને સજ્જ કરવા અને સશક્ત બનાવવાના હેતુથી કરવામાં આવી છે.

અદાણી સમૂહના ચેરમેન  ગૌતમ અદાણીએ આ પ્રસંગે બોલતા જણાવ્યું હતું કે, “કર્મ શિક્ષા મારફત અમે તેમને માત્ર શિક્ષણ જ નહીં, પરંતુ વ્યવહારુ કૌશલ્યો પ્રદાન કરવા માટે એક પરિવર્તનશીલ પગલું ભરી રહ્યા છીએ જે રોજગારીની તકોના માર્ગો ખોલે છે. આ પહેલ “હમ કરકે દિખાતે હૈ” ની અમારા કાર્યમાં પરિવર્તિત કરવી, દ્રષ્ટિને વાસ્તવિકતામાં ફેરવવી અને નવી પેઢીને વિક્સિત ભારતના નિર્માણમાં અર્થપૂર્ણ યોગદાન આપવા માટે સશક્ત બનાવવાના ઉદ્દેશ્યની અમારી ફિલસૂફીને મૂર્તિમંત બનાવે છે.

આ કાર્યક્રમની વિશેષતાઓમાં ભારતભરમાંથી વિદ્યાર્થીઓની રાષ્ટ્રીય સ્તરની મેરિટ-આધારિત પસંદગી, પોર્ટ્સ મેનેજમેન્ટ અને લોજિસ્ટિક્સ મેનેજમેન્ટમાં 2-વર્ષનો વર્ક-સ્ટડી ડિપ્લોમા,અદાણી સ્કિલ્સ અને એજ્યુકેશન સાથે સંયુક્ત રીતે NCVET માન્ય પ્રમાણપત્ર, ઉદ્યોગ-સંલગ્ન શિક્ષણ દ્વારા બહુવિધ ક્ષેત્રનો સંપર્ક, કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને સજ્જ થવા માટે પ્રોત્સાહિત કરવા માટે આકર્ષક સ્ટાઇપેન્ડ અને ડિગ્રી કાર્યક્રમોમાં લેટરલ એન્ટ્રી સહિત ઉચ્ચ શિક્ષણના માર્ગો ખોલવા સહિતની બાબતો શામેલ છે.

કર્મ શિક્ષા સાથે, વિદ્યાર્થીઓને તેમના શિક્ષણ દરમિયાન નાણાકીય સ્વતંત્રતા સુનિશ્ચિત કરવા માટે ” earn-while-you-learn” મોડેલનો લાભ મળશે. આ ડિપ્લોમાં અભ્યાસક્રમ રાષ્ટ્રીય સ્તરે માન્ય છે અને રોજગાર તેમજ ઉચ્ચ અભ્યાસમાં સીધા માર્ગો પ્રદાન કરવા સાથે વિદ્યાર્થીઓને ટકાઉ અને લાંબા ગાળાની કારકિર્દી બનાવવા માટે સક્ષમ બનાવે છે.

આ અભ્યાસક્રમ વિષે પ્રતિક્રિયા આપતા અદાણી સ્કિલ્સ એન્ડ એજ્યુકેશનના સી.ઈ.ઓ. શ્રી રોબિન ભૌમિકે જણાવ્યું હતું કે, “કર્મ શિક્ષા’ અભ્યાસક્રમ એ ડિપ્લોમા કરતાં વધુ તકનું પ્રવેશદ્વાર છે. અમારા માર્ગદર્શક માળખા તરીકે Skill2Employ ને આગળ રાખીને અમે દરેક કૌશલ્ય રોજગાર તરફ દોરી જાય છે અને દરેક શીખનાર ભારતની વિકાસ ગાથામાં ફાળો આપે છે તેની ખાતરી કરી રહ્યા છીએ. શૈક્ષણિક જગતના શિક્ષણ કાર્ય સાથે કાર્ય સ્થળના શિક્ષણને એકીકૃત કરીને અમે ભવિષ્ય માટે સજ્જ ભારતના ઉદ્યોગ-માટે તૈયાર વ્યાવસાયિકોની એક મજબૂત હરોળ બનાવી રહ્યા છીએ.

’કર્મ શિક્ષા’નો આરંભ અદાણી સ્કિલ્સ એન્ડ એજ્યુકેશનની કૌશલ્ય-નિર્માણ, રોજગાર ક્ષમતા અને શિક્ષણ શ્રેષ્ઠતા પ્રત્યેની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે. NCVET સાથે જોડાણ અને ઉદ્યોગો સાથે નજીકથી કામ કરીને અદાણી સ્કિલ્સ એન્ડ એજ્યુકેશન કૌશલ્ય-આધારિત, નોકરી-સંકલિત શિક્ષણનું એક સ્કેલેબલ મોડેલ બનાવી રહ્યું છે જે ભારતમાં વ્યાવસાયિક તાલીમને ફરીથી વ્યાખ્યાયિત કરશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button