
સુરત–ગ્લોબલ ટેક્નોલોજી બ્રાન્ડ્સ માટેની ભારતની અગ્રણી નેશનલ ડિસ્ટ્રીબ્યુશન પાર્ટનર્સ પૈકીની એક રાશિ પેરિફેરલ્સ લિમિટેડે સુરતમાં તેના ફ્લેગશિપ પાર્ટનર એન્ગેજમેન્ટ પ્રોગ્રામ, ચેનલ બિઝનેસ ફોરમ (સીબીએફ) 2025નું સફળતાપૂર્વક સમાપન કર્યું હતું. સીબીએફ ખાસ કરીને ટિયર સી અને ડી શહેરોમાં અગ્રણી બ્રાન્ડ ધરાવતા રિસેલર્સ અને રિટેલર્સ ધરાવતા ભારતના ટેક્નોલોજી ચેનલ પાર્ટનર્સ સાથે જોડાય છે અને અર્થપૂર્ણ સહયોગ સાથે વ્યાપાર વૃદ્ધિ સક્ષમ કરે છે.
સુરતમાં રાશી પેરિફેરલ્સ ચેનલ બિઝનેસ ફોરમ 2025 રોડ શોમાં 110 થી વધુ સ્થાનિક ભાગીદારોની મજબૂત ભાગીદારી જોવા મળી. આ કાર્યક્રમ ભારતના 700થી વધુ જિલ્લાઓમાં આઈસીટી પ્રોડક્ટ્સ અને સોલ્યુશન્સ ઉપલબ્ધ કરાવવાના આરપી ટેકના વ્યાપક વિઝનનો એક ભાગ છે. આ કાર્યક્રમમાં લાઇવ પ્રોડક્ટ પ્રદર્શનો, અગ્રણી ટેક બ્રાન્ડ્સ દ્વારા ઇન્ટરેક્ટિવ તાલીમ સત્રો અને સુરતમાં ભાગીદારોને ભવિષ્ય માટે તૈયાર આઈસીટી સોલ્યુશન્સ સાથે સક્ષમ બનાવવા માટે રચાયેલ નોલેજ-શેરિંગ સેશન્સ રજૂ કરવામાં આવ્યા હતા.
રાશિ પેરિફેરલ્સના ગ્રુપ બિઝનેસ મેનેજર હેમંત દાલમિયાએ જણાવ્યું હતું કે સીબીએફ 2025 અમને સુરત જેવા ઉભરતા બજારોમાં ગાઢ સંબંધો બનાવવામાં મદદ કરી રહ્યું છે, જ્યાં સ્માર્ટ, કનેક્ટેડ ટેકનોલોજીની માંગ ઝડપથી વધી રહી છે. અહીં અમે જે જોડાણ અને ઉત્સાહ જોયો છે તે અમારા વિશ્વાસને મજબૂત બનાવે છે.
આ કાર્યક્રમમાં પ્રત્યક્ષ અનુભવ કરાવતા ઝોન, બ્રાન્ડ માલિકો દ્વારા તાલીમ અને એઆઈ-સંચાલિત લેપટોપ અને પીસી, કન્ઝ્યુમર પેરિફેરલ્સ, સ્માર્ટ સહયોગ સાધનો, ગેમિંગ હાર્ડવેર અને એસેસરીઝ, અને સ્ટોરેજ અને કનેક્ટિવિટી સોલ્યુશન્સ સહિત વિવિધ શ્રેણીઓની પ્રોડક્ટ રજૂ કરવામાં આવી હતી
.