ભારતના સૌથી મૂલ્યવાન પ્રથમ પેઢીના વ્યવસાયીકોમાં અદાણી મોખરે
બાર્કલેઝ હુરુન ઇન્ડિયા રેન્કિંગમાં ગૌતમ અદાણી બીજા વર્ષે ટોચના સ્થાને

ઉદ્યોગસાહસિક કૌશલ્ય અને નાણાકીય કુશળતાની બાબતમાં અદાણી પરિવાર ફરી એકવાર મોખરે રહ્યો છે. 2025 બાર્કલેઝ પ્રાઇવેટ ક્લાયન્ટ્સ હુરુન ઇન્ડિયા મોસ્ટ વેલ્યુએબલ ફેમિલી બિઝનેસની યાદીમાં સતત બીજા વર્ષે અદાણી ફેમિલીએ ટોચનું સ્થાન મેળવ્યું છે. અદાણી પરિવાર 2૦ મોસ્ટ વેલ્યુએબલ ફર્સ્ટ-જનરેશન ઇન્ડિયન ફેમિલી બિઝનેસની યાદીમાં શિખરે છે.
ભારતના સૌથી મૂલ્યવાન પ્રથમ પેઢીના કૌટુંબિક વ્યવસાય તરીકે અદાણી પરિવારે તાજ અકબંધ રાખ્યો છે. ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના નેતૃત્વમાં પરિવારના સમૂહનું મૂલ્યાંકન 14 લાખ કરોડ રૂપિયા આંકવામાં આવ્યું છે. જેમાં અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ્સ અને અન્ય જૂથ કંપનીઓના સમૂહને આવરી લેવામાં આવી છે.
અદાણી પરિવારે ફરી એકવાર બેન્ચમાર્ક સ્થાપિત કર્યા પછી, ભારતના પ્રથમ પેઢીના કૌટુંબિક વ્યવસાયો રાષ્ટ્ર માટે આર્થિક ગતિશીલતા અને વારસો આગળ ધપાવવા નવા યુગની શરૂઆત કરી રહ્યા છે. જેનાથી તે ભારતનો સૌથી મૂલ્યવાન ફર્સ્ટ-જનરેશન બિઝનેસ બને છે.
૨૦૨૫ બાર્કલેઝ પ્રાઇવેટ ક્લાયન્ટ્સ હુરુન ઇન્ડિયા મોસ્ટ વેલ્યુએબલ ફેમિલી બિઝનેસ લિસ્ટમાં પ્રથમ પેઢીના એવા ઉદ્યોગસાહસિકોનો સમાવેશ થાય છે જેમણે બિલ્ડ બિઝનેસ એમ્પાયર બનાવ્યા છે.
આ યાદીમાં દ્વિતીય સ્થાને પૂનાવાલા પરિવાર છે, જેનું નેતૃત્વ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાનું સંચાલન કરતા સાયરસ પૂનાવાલા કરે છે. તેમના બિઝનેસનું મૂલ્ય ૨.૩ લાખ કરોડ રૂપિયા છે. ત્યારબાદ દિવી પરિવારના મુરલી કે. દિવી, જેમની ફાર્માસ્યુટિકલ કંપની દિવી’સ લેબોરેટરીઝનું મૂલ્ય ૧.૮ લાખ કરોડ રૂપિયા છે.
ટોચના ત્રણ કૌટુંબિક વ્યવસાયોનું મૂલ્ય $471 બિલિયન અથવા રૂ. 40.4 લાખ કરોડ આંકવામાં આવ્યું છે. આ સંયુક્ત મૂલ્ય રૂ. 4.6 લાખ કરોડ વધ્યું છે, જે રસપ્રદ રીતે ફિલિપાઇન્સના GDP જેટલું છે.
અન્ય નોંધપાત્ર પ્રવેશકર્તાઓમાં સોલાર ઇન્ડસ્ટ્રીઝના નુવાલ પરિવારનો સમાવેશ થાય છે, જેનો વ્યવસાય રૂ. ૧.૬ લાખ કરોડનો છે. રેડ્ડી પરિવારની એપોલો હોસ્પિટલ્સે પણ રૂ. ૧ લાખ કરોડના વ્યવસાય સાથે તેમાં એન્ટ્રી મેળવી છે.