સેમસંગ ગેલેક્સી Z ફોલ્ડ 7નો સ્ટોક ભારતમાં ચુનંદી બજારમાં ખતમઃ કંપનીને અભૂતપૂર્વ માગણી જોવા મળી

ગુરુગ્રામ – ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે જણાવ્યું કે તેના ગેલેક્સી Z ફોલ્ડ 7 માટે અભૂતપૂર્વ માગણી જોવા મળી છે, જે સ્માર્ટફોન દેશની ચુનંદી બજારમાં ‘’આઉટ ઓફ સ્ટોક’ થઈ ગયા હતા. કંપનીએ અભૂતપૂર્વ માગણીને પહોંચી વળવા માટે નોઈડામાં તેની ઉત્પાદન ફેક્ટરી ખાતે જરૂરી પગલાં લીધાં હતાં.
સેમસંગ ઈન્ડિયાએ અગાઉ જાહેર કર્યું હતું કે તેને તેના સેવંથ જનરેશન ફોલ્ડેબલ્સ ગેલેક્સી Z ફોલ્ડ 7, ગેલેક્સી Z ફ્લિપ 7 અને ગેલેક્સી Z ફ્લિપ 7 FE માટે ભારતમાં ફક્ત 48 કલાકમાં વિક્રમી 2,10,000 પ્રી-ઓર્ડર પ્રાપ્ત થયા હતા, જે ભારતમાં ફોલ્ડેબલ સ્વરૂપના પરિબળ ઝડપથી મુખ્ય પ્રવાહમાં આવી રહ્યા હોવાનો સંકેત આપે છે.
‘‘અમે ગેલેક્સી Z ફોલ્ડ 7ને બ્લોકબસ્ટર શરૂઆત આપવા માટે ભારતના ટેક- સાવી ગ્રાહકોનો આભાર માનવા માગીએ છીએ. અમે વાકેફ છીએ કે ભારતમાં ઘણી બધી બજારો ભરપૂર માગણીને લીધે સ્ટોકની અછતનો સામનો કરી રહી છે. અમે ગ્રાહકો વહેલી તકે ગેલેક્સી Z ફોલ્ડ 7 માણી શકે તે માટે અમારા અત્યાધુનિક સ્માર્ટફોનનો પૂરતો પુરવઠો થાય તેની ખાતરી રાખવા માટે સતત કામ કરી રહ્યા છીએ. મજબૂત માગણી રિટેઈલ બજારો અને ઓનલાઈન મંચો પરથી આવી રહી છે,’’ એમ સેમસંગ ઈન્ડિયાના એમએક્સ બિઝનેસના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ રાજુ પુલ્લને જણાવ્યું હતું.
ગેલેક્સી Z ફોલ્ડ 7 તેની આજ સુધીની સૌથી પાતળી અને હલકી ડિઝાઈન છે, જેનું વજન ફક્ત 215 ગ્રામ છે, જે ગેલેક્સી S25 અલ્ટ્રા કરતાં પણ હલકા છે. તે ફોલ્ડ કરાય ત્યારે ફક્ત 8.9 મીમી છે અને અનફોલ્ડ કરવા પર 4.2 મીમી જાડા છે. ગેલેક્સી Z ફોલ્ડ 7 બ્લુ શેડો, સિલ્વર શેડો, મિંટ અને જેટ બ્લેક જેવા અદભુત કલર્સમાં ઉપલબ્ધ છે.
મજબૂત માગણી પર બોલતાં ભારતભરમાં સ્માર્ટફોન માટે મુખ્ય રિટેઈલ ભાગીદાર વિજય સેલ્સ ખાતે ડાયરેક્ટર નિલેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે, ‘‘ફોલ્ડેબલ સ્માર્ટફોન્સ, ખાસ કરીને ગેલેક્સી Z ફોલ્ડ 7ની સેમસંગની સેવંથ જનરેશન અમારા સ્ટોર્સમાં જબરદસ્ત ચાલી રહી છે. અમને અસાધારણ માગણી જોવા મળી છે. મુખ્ય શહેરોમાં અમારા ટોચના મોટા ભાગના આઉટલેટ્સમાં માલ ખતમ થઈ ગયો છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે ગ્રાહકો ડિવાઈસ પ્રદાન કરે છે તે ઈનોવેશન અને પ્રીમિયમ અનુભવ સાથે રોમાંચિત છે, જે ફોલ્ડેબલ સ્માર્ટફોન્સને મુખ્ય પ્રવાહમાં લાવવાનો સંકેત આપે છે.’’
‘‘સેમસંગની ફોલ્ડેબલ સ્માર્ટફોન્સ, નોંધનીય રીતે ગેલેક્સી Z ફોલ્ડ7ની સેવંથ જનરેશને અમારા રિટેઈલ નેટવર્કમાં અન્ય વેચાણ કામગીરી પ્રદર્શિત કરી છે. અમે માગણીમાં ઉછાળો જોયો છે, જેમાં અમારા ઘણા બધા ફ્લેગશિપ સ્ટોર્સમાંથી સ્ટોક ખતમ થઈ ગયો છે. તે ફોલ્ડેબલ સ્માર્ટફોન્સ માટે ગ્રાહકો દ્વારા મજબૂત પ્રતિસાદનો સંકેત આપે છે,’’ એમ ઈલેક્ટ્રોનિક્સ માર્ટ ઈન્ડિયા લિ. (બજાજ ઈલેક્ટ્રોનિક્સ) ખાતે ચીફ ઓપરેટિંગ ઓફિસર સનદીપ સિંહ જોલીએ જણાવ્યું હતું.
પૂર્વિકા મોબાઈલ્સના સંસ્થાપક અને સીઈઓ ઉવરાજ નટરાજને જણાવ્યું હતું કે, “ગેલેક્સી Z ફોલ્ડ 7ને પ્રદેશોમાં અદભુત પ્રતિસાદ સાથે ઉત્તમ સફળતા મળી છે. માલ અમારા સ્ટોર્સમાં આવતાં જ તુરંત ખતમ થઈ રહ્યોછે.’’