સુરત જ્વેલરી શો-2025 નું ભવ્ય ઉદ્ઘાટન ધારાસભ્ય સંગીતાબેન પાટીલ ઘ્વારા કરાયું

સુરતના કતારગામ આંબાતલાવડી, અંકુર વિદ્યાલયની સામે સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ બિલ્ડીંગ ખાતે ત્રિ-દિવસીય સુરત જ્વેલરી શો-2025 નું ભવ્ય ઉદ્ઘાટન થયું. જ્વેલરી શોનું ઉદઘાટન ધારાસભ્ય સંગીતાબેન પાટિલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વરાછા-કતારગામ જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ પ્રતાપ ચોડવડિયા તેમજ ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર્સ, ખાસ મહેમાન તરીકે હાજર રહ્યા હતા.
સુરત જ્વેલરી શોની માહિતી આપતાં આયોજક રિકિન વ્યાસે જણાવ્યું હતું કે સુરતને સોનાની મુરત અને હીરાની ચમક કહેવામાં આવે છે, જેના સંદર્ભમાં કતારગામમાં જ્વેલરી શોનું આયોજન કરવામાં આવ્યું છે. સમસ્ત પાટીદાર સમાજ ભવન, કતારગામ ખાતે 25,26,27 સપ્ટેમ્બર 2025 દરમિયાન ત્રણ દિવસીય સુરત જ્વેલરી શો-2025 નું આયોજન કરવામાં આવ્યું છે.
આ જ્વેલરી શોમાં સુરતની 15થી વધુ જૂની અને સૌથી વિશ્વસનીય જ્વેલરી બ્રાન્ડ્સ એક છત નીચે જોવા મળશે.
સુરત ઉપરાંત બહારગામના જ્વેલર્સે 6-7 મહિનાની મહેનત બાદ અનેક આકર્ષક અને નવી ડિઝાઈનની જ્વેલરી બનાવી છે જે આ પ્રદર્શનમાં રજૂ કરવામાં આવી છે. અમે છેલ્લા આઠ વર્ષથી સુરત જ્વેલરી શોનું આયોજન કરીએ છીએ. વરાછા કતારગામમાં પોતાના ઘરની નજીક કતારગામના લોકો માટે છેલ્લા આઠ વર્ષથી સુરત જ્વેલરી શો નું આયોજન કરે છે.
અમારા દરેક એક્ઝિબિશનમાં 4 to 5 હજાર લોકો એક્ઝિબિશનમાં હાજરી આપે છે, આકર્ષક જ્વેલરી નજીકથી જુએ છે અને ખરીદે છે. આજે, ઉદ્ઘાટન પછીના પ્રથમ કલાકમાં, ગ્રાહકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને ખરીદી કરી હતી. વેડિંગ કલેક્શન અને હેરિટેજ કલેક્શન રજૂ કરવા માટે જ્વેલર્સે ખૂબ જ મહેનત કરી છે. જ્વેલરીના શોખીન લોકોએ આ પ્રદર્શનની અવશ્ય મુલાકાત લેવી જોઈએ.