સુરતના રોકાણકારોએ 3 મહિનામાં ટાટા આર્બિટ્રેજ ફંડમાં રૂ.16 કરોડનું રોકાણ કર્યુ

સુરત : ઇક્વિટી માર્કેટની અસ્થિરતા વચ્ચે ઓછા જોખમવાળી રોકાણની તકો ઇચ્છતા લોકો માટે રોકાણના વિકલ્પ તરીકે આર્બિટ્રેજ ફંડ્સ વધુને વધુ પસંદગી પામી રહ્યા છે. કેશ અને ફ્યુચર્સ માર્કેટ્સ વચ્ચેની કિંમતના તફાવતનો લાભ લઈને આ ફંડ્સ અસ્થિર પરિસ્થિતિમાં વધુ સારી કામગીરી કરવા માંગે છે.
ઉદ્યોગના વ્યાપક ટ્રેન્ડને રજૂ કરતા ટાટા આર્બિટ્રેજ ફંડ્સ પણ એપ્રિલથી જૂન 2025 વચ્ચેના ગાળામાં રૂ.5,217 કરોડનો પ્રવાહ જોવાયો જેમાંથી રુ.16 કરોડનું રોકાણ સુરતમાંથી થયું હતું. આ ફંડની એસેટ અંડર મેનેજમેન્ટ 30 જૂન,2025 સુધી રુ.14274 કરોડ રહી હતી.
ટાટા એસેટ મેનેજમેન્ટના ફંડ મેનેજર શૈલેષ જૈને જણાવ્યું હતું કે હાલના માહોલમાં આર્બિટ્રેજ ફંડ્સ બજારની અસ્થિરતાના સંભવિત લાભો મેળવવા માટે અને સીધા ઇક્વિટી જોખમોથી રોકાણકારો ને બચાવવા માટે સારી સ્થિતિમાં છે. વધેલા રોલ સ્પ્રેડ્સ અને ટકી રહેલી અસ્થિરતા એ આર્બિટ્રેજફંડ્સને વધુ સારા વળતર આપવા માટે સક્ષમ બનાવ્યા છે અને તેમાં પણ પરંપરાગત આવક સાધનો ઓછા આકર્ષક બની રહ્યા છે. ઇક્વિટી ટેક્સ રિટર્ન્સ મેળવવા ઇચ્છતા રોકાણકારો માટે આર્બિટ્રેજ ફંડ્સ એક યોગ્ય દરખાસ્ત ઓફર કરે છે.
એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઈન્ડિયા (એએમએફઆઈ)ના ડેટામાં જણાવ્યા મુજબ એપ્રિલ થી જૂન 2025 દરમિયાન આર્બિટ્રેજ ફંડ્સમાં રૂ. 43,077 કરોડનો પ્રવાહ જોવાયો હતો જેણે અન્ય હાઇબ્રિડ અને ઇક્વિટી કેટેગરીમાં જોવાયેલા પ્રવાહને પાછળ રાખી દીધો હતો. આ વધારો વધેલી અનિશ્ચિતતાના ગાળામાં ઇક્વિટી જોખમ ઓછું કરે અને એકંદરે વાજબી વળતર આપી શકે તેવા રોકાણ સાધનો માટની રોકાણકારોની વધેલી પસંદગીના લીધે હતો.