સેમસંગ દ્વારા ન્યૂ યોર્કમાં 9 જુલાઈએ નવા ફોલ્ડેબલ્સ લોન્ચ કરશે

ગુરુગ્રામ, ભારત, 28 જૂન, 2025: વર્ષોથી સેમસંગ લોકોને ખરા અર્થમાં શું જરૂર છે તેની આસપાસ તેનાં ડિવાઈસીસ નિર્માણ કરે છે, જેમ કે, બહેતર પરફોર્મન્સ, ધારદાર કેમેરા અને કનેક્ટેડ રહેવાની સ્માર્ટ રીત. અને ગેલેક્સી AI સાથે ડિવાઈસીસ શું કરી શકે તેનાથી તે પાર જાય છે. તે લોકો તેમની સાથે કઈ રીતે ઈન્ટરએક્ટ કરે છે તે વિશે છે.
AI ઝડપથી નવું યુઝર ઈન્ટરફેસ બની રહ્યું છે ત્યારે તે ટેકનોલોજી સાથે આપણા સંબંધોની નવી વ્યાખ્યા કરી રહ્યું છે. હવે તે એપ્સ અને ટૂલ્સનું કલેકશન પૂરતું મર્યાદિત નથી, પરંતુ સ્માર્ટફોન હવે એવા સ્માર્ટ સાથીમાં પરિવર્તિત થયા છે, જે ઉપભોક્તાના હેતુને સમજે છે અને અસલ સમયમાં પ્રતિસાદ આપે છે. આ પરિવર્તન આપણને પ્રતિક્રિયામાંથી ધારણામાં ખસેડે છે, જ્યાં AI બન્યું છે UI અને ઈન્ટેન્ટ બને છે ઈન્સ્ટન્ટ.
નેક્સ્ટ- જનરેશન ગેલેક્સી ડિવાઈસીસે તેમની સંપૂર્ણ સંભાવનાઓ ઉજાગર કરવા માટે નિર્મિત બ્રેકથ્રુ હાર્ડવેરના ટેકા સાથે નવા AI- પાવર્ડ ઈન્ટરફેસ આસપાસ નવી કલ્પના કરે છે. આ ભવિષ્ય ઉજાગર થઈ રહ્યું છે અને શ્રેષ્ઠતમ ગેલેક્સી AI અને સેમસંગ કળાકારીગરી ઉજાગર થવામાં છે.
9 જુલાઈના રોજ સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ દ્વારા તેના આગામી ફોલ્ડેબલ્સ લોન્ચ કરવા માટે બ્રૂકલીન, ન્યૂ યોર્કમાં ગેલેક્સી અનપેક્ડનું આયોજન કરાશે.