સેમસંગ સોલ્વ ફોર ટુમોરો માટે ફાઈનલ કોલઃ તમારા આઈડિયા આગામી મોટું સમાધાન બની શકે છે

ગુરુગ્રામ, ભારત જૂન 28, 2025: શહેરો અને ક્લાસરૂમ્લમાં નવી દિલ્હીના હાર્દથી કોલ્હાપુરની ગલીઓ સુધી હજારો વિદ્યાર્થીઓ એક નક્કર માન્યતા સાથે આગળ આવ્યાઃ આઈ કેન સોલ્વ ફોર ટુમોરો. હવે સેમસંગ સોલ્વ ફોર ટુમોરા રોડશોનું છેલ્લું ચરણ નજીક આવી રહ્યું છે ત્યારે ભારતના યુવા પરિવર્તનકારીઓને તેમના આઈડિયાને કૃતિમાં ફેરવવા માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે.
30 જૂન સેમસંગ સોલ્વ ફોર ટુમોરો માટે અરજી કરવાનો આખરી દિવસ રહેશે. 14-22 વયવર્ષના વિદ્યાર્થીઓ માટેની આ રાષ્ટ્રીય ઈનોવેશન સ્પર્ધા દેશભરમાં ચળવળમાં ફેરવાઈ ગઈ છે. 29 એપ્રિલ, 2025ના શરૂ કરવામાં આવેલો આ પ્રોગ્રામ ભારતભરના વિદ્યાર્થીઓને થિન્કિંગ ટૂલ્સ તૈયાર કરવા માટે સશક્ત બનાવે છે, જેમાં સેમસંગ અને આઈઆઈટી દિલ્હીના નિષ્ણાતોની તાલીમ, રોકાણકાર જોડાણ, પ્રોટોટાઈપિંગ સપોર્ટ સાથે રૂ. 1 કરોડ જીતવાની તક પણ મળે છે.
જોકે ઈનામ કરતાં પણ વિશેષ આ પ્રોગ્રામની ખરા અર્થમાં વ્યાખ્યા તેનો હેતુ કરે છે.
છેલ્લા થોડા સપ્તાહમાં ઓપન હાઉસ અને રોડશોએ અસાધારણ ધ્યેય સાથેના વિદ્યાર્થીઓને એકત્ર લાવી દીધા હતા. દિલ્હી- એનસીઆરમાં વિદ્યાર્થીઓ પ્રદૂષણ માટે મેન્ટલ હેલ્થ એપ્સ અને એઆઈ- પ્રેરિત સોલ્યુશન્સ લાવ્યા. ગુજરાત અને મહારાષ્ટ્રમાં સક્ષમ પેકેજિંગ, હેરિટેજ રિવાઈવલ અને સમાવેશક શિક્ષણ આસપાસ આઈડિયા કેન્દ્રમાં રહ્યા. દરેક શહેરમાં એક સંદેશ સ્પષ્ટ હતો- યુવા ભારત અસલ દુનિયાની સમસ્યાઓ માટે અસલ દુનિયાના સમાધાન નિર્માણ કરવા માટે સુસજ્જ છે.
હવે તમારો વારો છે.
જો તમે દુનિયામાં કશુંક તૂટી ગયું હોય એવું જોયું હોય અને વિચાર્યું હોય કે ‘‘કશું પણ તેને જોડી કેમ શકતું નથી?’’ તો તેનો ઉત્તર આ હોઈ શકે છેઃ કારણ કે તમે તે કામ કરી શકો છો.
તમે ખેડૂતોના સ્માર્ટ સિંચાઈથી મદદ કરવા માગતા હોય, ટીનેજર માટે ઓનલાઈન સુરક્ષિત જગ્યા નિર્માણ કરવા માગતા હોય કે તમારા શહેરને વધુ પહોંચક્ષમ બનાવવા માગતા હોય, તમારા આઈડિયાનું અહીં કામ છે.
ગાઝિયાબાદની વિદ્યાર્થિની ઈશિતા કહે છે, ‘‘પહેલી વાર મને કોઈકે પૂછ્યું કે હું કઈ સમસ્યા ઉકેલવા માગું છું. તેનાથી બધું જ બદલાઈ ગયું.’’
પુણેનો વિદ્યાર્થી ઉમેરે છે, ‘‘મેં ‘યોગ્ય સમય’ માટે વાટ જોવાનું બંધ કરી દીધું છે અને નિર્માણ કરવાનું શરૂ કર્યું છે. સેમસંગ સોલ્વ ફોર ટુમોરોએ મને મારા આઈડિયા મહત્ત્વપૂર્ણ છે તેમાં વિશ્વાસ કરાવ્યો છે.’’
તેમની વાર્તાઓ તો હજુ શરૂઆત છે. તમારો વારો તે પછી હોઈ શકે છે.
સેમસંગ સોલ્વ ફોર ટુમોરો હવે જીનિયસ કોડર કે ટેક એક્સપર્ટ વિશે નથી, પરંતુ તે સહાનુભૂતિ, ઉત્સુકતા અને અજમાવવા માટેનું સાહસ છે. તે સ્વચ્છ શહેર, સુરક્ષિત રસ્તાઓ, આરોગ્યવર્ધક સમુદાયો અને જ્યાં કોઈ અવાજ સંભળાતો નથી ત્યાં ભવિષ્યના સપનાં જોતા વિદ્યાર્થીઓ માટે છે.