નાણાકીય વર્ષ-25માં અદાણી સમૂહનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન: સૌથી ઉંચો એબિટડા રુ.90,000 કરોડ (USD 10.5 બિલિયન)ને સ્પર્શ્યો

અમદાવાદ, ૨૨ મે ૨૦૨૫: અદાણી પોર્ટફોલિયોની લિસ્ટેડ તમામ કંપનીઓના નાણાકીય વર્ષ- 25 ના પરિણામો અને વિકાસકીય ગતિવિધીઓનું વિહંગાવલોકન કરતો અહેવાલ જારી કર્યો છે.
અદાણી સમૂહના સી.એફ.ઓ. શ્રી જગેશિન્દર-રોબીએ જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 25 ની મુખ્ય ગતિવિધી એ અસ્ક્યામતો ઉપર 16.5%નું વળતર એ અદાણી સમૂહની કંપનીઓની સતત ધમધમતી ઔદ્યોગિક પ્રવૃત્તિઓને ચિન્હીત કરે છે, જે વૈશ્વિક સ્તરે કોઈપણ માળખાકીય વ્યવસાયમાં સૌથી વધુ હોવા ઉપરાંત અસ્કયામતોની શ્રેષ્ઠ ગુણવત્તા અને અદાણી સમૂહની સમગ્ર કંપનીઓના પ્રકલ્પોના અમલીકરણની ક્ષમતાઓને વધુ પ્રોત્સાહન આપે છે. તેમણે ઉમેર્યું હતું કે વધુમાં અમે તમામ પોર્ટફોલિયો કંપનીઓ દ્વારા જાહેર કરાયેલ કરોના પારદર્શિ અહેવાલ ઉપરાંત પાછલા વર્ષોમાં કરેલી વિવિધ પહેલો તેમજ સંચાલન અને ઇએસજી સંબંધી પહેલોમાં આંતરરાષ્ટ્રીય ઇએસજી રેટિંગ એજન્સીઓ દ્વારા શ્રેષ્ઠ-ઉદ્યોગ ઇએસજીના હાંસલ કરેલા ક્રમાંકમાં પ્રતિબિંબીત થઇ છે.
નાણકીય વર્ષ-25 અદાણી પોર્ટફોલિયો માટે એક સીમાચિહ્ન વર્ષ બની રહ્યું હતું, તદનુસાર એબિડ્ટા રુ.89,806 કરોડ (યુએસડી 10.5 બિલિયન)ના અત્યાર સુધીના સૌથી વધુ આંકને સ્પર્શ્યો હતો. જે વાર્ષિક ધોરણે 8.2% સુધી હતો. વાર્ષિક ધોરણે પુનરાવર્તિત અગાઉના સમયની આઇટમ્સને બાદ કરતાં, વૃદ્ધિ 18%થી પણ વધુ છે.
ઉલ્લેખનિય છે કે EBITDA ના 82% ફાળો ઉચ્ચ સ્થિર ‘કોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર’ પ્લેટફોર્મએ આપ્યો છે, જે ઉચ્ચ કક્ષાની સ્થિરતા અને દૃશ્યતાને આભારી છે. અદાણીના ‘કોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર’ પ્લેટફોર્મમાં અદાણી ગ્રીન એનર્જી, અદાણી પાવર, અદાણી એનર્જી સોલ્યુશન્સ, અને અદાણી ટોટાલ ગેસ, પરિવહન અને અદાણી પોર્ટ્સ અને સેઝ યુટીલિટીનો સમાવેશ થાય છે.
કર બાદ રોકડ અથવા કામકાજમાંથી ભંડોળનો પ્રવાહ વધીને રુ.66,527 કરોડ (યુએસડી 7.8 બિલિયન.) થયો છે, જે વ્યવસાયોમાં મજબૂત ઓપરેટિંગ લીવરેજ દ્વારા સંચાલિત છે. કર બાદનો નફો રુ.40,565 કરોડની નવી ઉંચાઇએ પહોંચ્યો હતો..ઉચ્ચ રોકડ પ્રવાહે રુ.1.26 લાખ કરોડ (યુએસડી 14.7 બિલિયન)ની વિક્રમજનક સંપત્તિ ઉમેરવામાં મદદ કરી છે. અદાણી પોર્ટફોલિયોના ઇતિહાસમાં સૌથી વધુ કુલ કુલ સંપત્તિ રુ. 6.1 લાખ કરોડ (71.2 બિલિયન) પર લઈ ગઈ છે. ગત છ વર્ષ દરમિયાન તેના ત્રણ-ચોથા ઉમેરવામાં આવ્યા હતા.
સમજણપૂર્વક મૂડીની ફાળવણીના મજબૂત અમલ દ્વારા પૂરક બની છે, તેણે ગત છ વર્ષમાં દરેકમાં ઉદ્યોગ પ્રેરીત સતત 15%થી વધુ વળતર પ્રાપ્ત કરવામાં અદાણી પોર્ટફોલિયોને સતત મદદ કરી છે. નાણાકીય વર્ષ 25માં માળખાકીય ક્ષેત્રમાં વિશ્વ સ્તરે સૌથી વધુ 16.5% વળતર હતુ.
નફામાં ઉંચી વૃદ્ધિના કારણે પોર્ટફોલિયો કંપનીઓના લિવરેજમાં તીવ્ર ઘટાડો થયો છે- પોર્ટફોલિયો-સ્તરનું નેટ ડેટ એબિડ્ટા નાણાકીય વર્ષ-19 માં જે 8.8x હતો તે ઘટીને હવે 2.6xની નીચે છે.
વ્યવસાયોની મજબૂત નાણાકીય કામગીરીના પરિણામે નાણાકીય વર્ષ 25 માં સિમાચિહ્નરુપ સિદ્ધિ સાથે રેટિંગ્સમાં સતત સુધારો થયો છે. અનુક્રમે બે અને છ વર્ષ પહેલાં 63% અને 48% ની તુલનામાં લગભગ 90% એબિડ્ટા હવે ‘એએ-’ અને તેથી વધુના ઘરેલુ રેટિંગ્સ સાથેની સંપત્તિમાંથી ઉત્પન્ન થાય છે. પરિણામે નાણાકીય વર્ષ- 24 માં 9% અને વર્ષ-19 માં 10.3% સામે નાણાકીય વર્ષ 25 માટે દેવાનું મૂલ્ય 7.9% હતું.
અમારી રૂઢિચુસ્ત ક્રેડિટ નીતિઓને અનુરૂપ ઓછામાં ઓછા આગામી 12 મહિના માટે ડેટ સર્વિસિંગ આવશ્યકતાઓને આવરી લેવા માટે પોર્ટફોલિયો કંપનીઓમાં પૂરતી લિક્વિડિટી જાળવવામાં આવે છે. 31 માર્ચ 2025 સુધીમાં અદાણી પોર્ટફોલિયોમાં રુ.53,843 કરોડની રોકડ પૂૂરાંત હતી. જે કુલ દેવાના 18.5% છે અને ડેટ સર્વિસિંગ આપવાની અમારી 12 મહિના 1 દિવસની નીતિના ઉપરના 21 મહિનાની ડેટ સર્વિસિંગ આવશ્યકતાઓને આરામથી આવરી લેવા માટે પૂરતું છે.



