બિઝનેસ

હિંદુજા પરિવારે સતત ચોથા વર્ષે 2025ની યુકેના શ્રીમંતોની યાદીમાં ટોચનું સ્થાન મેળવ્યું

સુરત: 110 વર્ષ જૂના બહુરાષ્ટ્રીય ઉદ્યોગસમૂહ હિંદુજા ગ્રુપના ચેરમેન  ગોપીચંદ હિંદુજાની આગેવાની હેઠળના હિંદુજા પરિવારે સતત ચોથા વર્ષે 35.3 અબજ પાઉન્ડની સંપત્તિ સાથે સન્ડે ટાઇમ્સ રિચ લિસ્ટમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. સન્ડે ટાઇમ્સ રિચ લિસ્ટ એ યુનાઇટેડ કિંગડમમાં રહેતા શ્રીમંત લોકો અને પરિવારોની નિશ્ચિત વાર્ષિક યાદી છે જેમાં 2025ની એડિશનમાં 350 એન્ટ્રીઝનો સમાવેશ થાય છે. વૈશ્વિક પડકારો અને નીતિગત પરિવર્તનો છતાં હિંદુજા પરિવારે અદ્વિતીય વ્યાપાર સ્થિતિસ્થાપકતા અને વૈશ્વિક નેતૃત્વ દર્શાવવાનું ચાલુ રાખ્યું છે.

શ્રી જી પી હિંદુજાના નેતૃત્વ હેઠળ યુકે સ્થિત પરિવારની કંપનીઓનું સમૂહ મોબિલિટી, ડિજિટલ ટેક્નોલોજી, બેંકિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસીઝ, મીડિયા, પ્રોજેક્ટ ડેવલપમેન્ટ, લ્યુબ્રિકન્ટ્સ અને સ્પેશિયલ્ટી કેમિકલ્સ, એનર્જી, રિયલ એસ્ટેટ, ટ્રેડિંગ અને હેલ્થકેર જેવા વિવિધ ક્ષેત્રોમાં રોકાણો સાથે 38 દેશોમાં કામ કરે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button