અમદાવાદ એરપોર્ટની ઉંચી ઉડાન: માળખાગત સુવિધાઓમાં વૃદ્ધિ સાથે મુસાફરોની સંખ્યામાં વિક્રમી વધારો

અમદાવાદ, ગુજરાત—13 મે 2૦25: વૈશ્વિકસ્તરે વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોના મુખ્ય ઇન્ક્યુબેટર અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડની પેટાકંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ (SVPI) એરપોર્ટ સતત વિકાસ માટે માર્ગ મોકળો કરી રહ્યું છે. નાણાકીય વર્ષ 2024-25માં તેણે અસાધારણ પ્રદર્શન કર્યું છે. આ સમયગાળામાં મુસાફરોના ટ્રાફિકમાં નોંધપાત્ર વધારાની સાથોસાથ માળખાગત સુવિધાઓ અને તકનીકી ક્ષમતાઓમાં પણ નોંધપાત્ર છલાંગ લાગાવી છે. પરિણામે અમદાવાદ ઝડપથી વિકસતું ઉડ્ડયન કેન્દ્ર બન્યું છે.
૦1 એપ્રિલ 2024 અને 31 માર્ચ 2025 વચ્ચે SVPI એરપોર્ટે અભૂતપૂર્વ 1,34,27,697 મુસાફરોનું સ્વાગત કર્યું હતું, જે અગાઉના નાણાકીય વર્ષમાં 1,16,96,227 મુસાફરોની સરખામણીમાં 14.8 % નો નોંધપાત્ર વધારો દર્શાવે છે. આ પ્રભાવશાળી વૃદ્ધિ અમદાવાદનું અગત્યના ગંતવ્ય સ્થાન અને પરિવહન સ્પોટ તરીકેનું મહત્વ ઉજાગર કરે છે. 11 મિલિયનથી વધુ સ્થાનિક મુસાફરો સ્થાનિક ક્ષેત્રની મજબૂતી દર્શાવે છે. જેમાં 2.2 મિલિયનથી વધુ મુસાફરો અમદાવાદથી વૈશ્વિક સ્થળો સાથે જોડાયા છે.
ગત નાણાકીય વર્ષમાં અમદાવાદમાં અનેક વૈશ્વિક કાર્યક્રમોના આયોજનને કારણે મુસાફરોનો ધસારો ટોચ પર પહોંચ્યો હતો. એરપોર્ટે 25 જાન્યુઆરી 2025 ના રોજ 351 વિમાનોની હિલચાલ સાથે પ્રભાવશાળી 48,137 મુસાફરોને સેવા આપી અત્યાર સુધીનો સૌથી વધુ મુસાફરોનો રેકોર્ડ સર્જ્યો હતો. તેણે 20 નવેમ્બર 2023 ના રોજ 42,224 મુસાફરો અને 328 એર મોમેન્ટસના રેકોર્ડને વટાવ્યો હતો.
48 થી વધુ સ્થાનિક અને 16 આંતરરાષ્ટ્રીય સ્થળો સાથે જોડાએલ SVPI એરપોર્ટ હાલમાં દરરોજ 36,800 થી વધુ મુસાફરોને સેવા આપે છે, જેમાં સરેરાશ 288 ફ્લાઇટ્સ છે, જેમાં ચાર્ટર મૂવમેન્ટ્સનો સમાવેશ થાય છે.
અમદાવાદ એરપોર્ટ પર એર ટ્રાફિક મૂવમેન્ટ્સમાં (ATM) પણ 16.2% નો નોંધપાત્ર વધારો થયો છે. નાણાકીય વર્ષ 24-25 માં એરપોર્ટે 101,119 વિમાનોનું સંચાલન કર્યું હતું, જે નાણાકીય વર્ષ 23-24 માં 87,025 મૂવમેન્ટ કરતા વધારે છે. વધેલી કાર્યકારી ક્ષમતા વ્યૂહાત્મક માળખાગત રોકાણોનું સીધું પરિણામ છે. પાંચ નવા પાર્કિંગ સ્ટેન્ડ્સનો ઉમેરો અને હાલના એરોબ્રિજ પર મલ્ટીપલ એરક્રાફ્ટ રેમ્પ સિસ્ટમ (MARS) ના અમલીકરણથી ઉપલબ્ધ જગ્યાનો ઉત્તમ ઉપયોગ સરળ બન્યો છે.
વધતી માંગને વિશ્વ-સ્તરીય સુવિધાઓ સાથે મેચ કરવાની જરૂરિયાત જોતા SVPI એરપોર્ટે છેલ્લા એક વર્ષમાં માળખાકીય અને તકનીકી સુધારાઓનો એક વ્યાપક કાર્યક્રમ શરૂ કર્યો છે. સુધારા પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરી મુસાફરોના આરામમાં વધારો અને કાર્યકારી શ્રેષ્ઠતા સુનિશ્ચિત કરવા રચાયેલ છે:
અત્યાધુનિક સફાઈ ટેકનોલોજી: સફાઈ માટે રોબોટ્સ એરપોર્ટ પરિસરમાં સ્વચ્છતા અને કાર્યક્ષમતાના ઉચ્ચતમ ધોરણો માટેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
ઝડપી ચેક-ઇન: વધુ સેલ્ફ-બેગેજ ડ્રોપ મશીનોનો ઉમેરો થવાથી ચેક-ઇન પ્રક્રિયા ઝડપી બનાવી કતારો ઘટાડવા અને એકંદર પ્રવાહમાં સુધારો થયો છે.
સીમલેસ ઇમિગ્રેશન: ટર્મિનલ 2 પર ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન – ટ્રસ્ટેડ ટ્રાવેલર્સ પ્રોગ્રામ (FTI-TTP) અને ડિજી યાત્રાનો પ્રારંભ મુસાફરોને સરળ ઇમિગ્રેશનનો અનુભવ પ્રદાન કરે છે.
ઉન્નત ટર્મિનલ ક્ષમતા: ટર્મિનલ 2 માં નવા વિસ્તૃત ચેક-ઇન હોલનું ઉદ્ઘાટન મુસાફરોને તૈયારી માટે વધુ જગ્યા ધરાવતું અને આરામદાયક વાતાવરણ પૂરું પાડે છે.
ઓપરેશનલ સુધારાઓ ઉપરાંત SVPI એરપોર્ટે વિવિધ સુવિધાઓ દ્વારા મુસાફરોના અનુભવને ઉન્નત કરી રહ્યું છે:
બધા માટે કનેક્ટિવિટી: બિન-ભારતીય સિમકાર્ડ ધારકો માટે મફત Wi-Fi કૂપન કિઓસ્કની સ્થાપના મુસાફરોને આગમન અને પ્રસ્થાન સમયે કનેક્ટેડ રહેવા સક્ષમ બનાવે છે.
કાર્યક્ષમ ઇન્ટર-ટર્મિનલ ટ્રાન્સફર: ઇન્ટર-ટર્મિનલ ઇલેક્ટ્રિક શટલ બસો કનેક્ટિંગ ફ્લાઇટ્સ માટે મુસાફરોને પરિવહનનું ઉત્તમ અને અનુકૂળ માધ્યમ પ્રદાન કરે છે.
સ્વાગત સુવિધાઓ: ટર્મિનલ 1 પર ઉડાન યાત્રી કાફેનું ઉદઘાટન મુસાફરોને આરામદાયક જગ્યામાં ખાણીપીણીના વિકલ્પોની આપે છે.