સુરત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ડો. હેડગેવાર સ્મૃતિ સેવા સમિતિ, સુરત દ્વારા આપાતકાલીન રકતદાન શિબિર યોજાઈ
સિવિલ બ્લડ બેન્ક અને સ્મીમેર હોસ્પિટલની બ્લડ બેન્કમાં ૧૬૦ યુનિટ રક્ત અર્પણ કરાર્યું

સુરત: ભારત-પાકિસ્તાન વચ્ચેની તણાવભરી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સરકારી હોસ્પિટલોની બલ્ડ બેન્કમાં જરૂરીયાત મુજબ રક્ત એકત્ર રહે તે માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ડો. હેડગેવાર સ્મૃતિ સેવા સમિતિ, સુરત દ્વારા સરકારી બ્લડ બેન્કની સૂચના અનુસાર આપાતકાલીન રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
સુરતના રાંદેર વિસ્તારમાં આંબેડકર ટ્રસ્ટ ખાતે સુરત સિવિલ બ્લડ બેન્કમાં ૧૦૮ યુનિટ અને સ્મીમેર બ્લડ બેંકને ૫૨ યુનિટ રક્ત મળીને કુલ ૧૬૦ યુનિટ રક્ત અર્પણ કરાર્યું હતું. મેડિકલ વિભાગની સૂચના અનુસાર જરૂર પડે તેમ રકતદાન શિબિરનું આયોજન કરવા ટ્રસ્ટ તત્પર છે.