ગુજરાતસુરત

ભારતીય સેનાના પરાક્રમને વંદન સાથે આમ આદમી પાર્ટીએ ‘તિરંગા યાત્રા’નું આયોજન કર્યું

આજે દેશના જવાનો સીમા પર અડીખમ ઊભા છે ત્યારે દરેક ભારતીય પોતાના ઘરમાં સુરક્ષિત મહેસૂસ કરી રહ્યા છે : વિપક્ષ નેતા પાયલ સાકરીયા

દેશના વીર જવાનોના શોર્ય અને વીરતાને બિરદાવતા અને તેમને વંદન કરતા આમ આદમી પાર્ટીએ આજરોજ એક વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું. આ યાત્રા એલ.એચ.રોડ સાગર કોમ્યુનિટી હોલ થી શરુ થઇ પુણા ગામ કારગિલ ચોક ખાતે સમાપન થયું હતું.

આ મુદ્દે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડુકે જણાવ્યું હતું કે, ભારતીય સેના તથા સૈનિકોને વંદન અને નમન કરીએ છીએ. શૌર્યવાન અને પરાક્રમી ભારતીય સેના દ્વારા પાકિસ્તાન પર કરવામાં આવેલી કાર્યવાહી અને સાહસને આમ આદમી પાર્ટીના એક એક કાર્યકર્તા વંદન કરે છે નમન કરે છે. આપણી મહાન ભારતીય સેનાના અદભુત સાહસને વંદન કરવા માટે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના દરેક જિલ્લામાં ‘તિરંગા યાત્રા’નું આયોજન કરવામાં આવશે. તારીખ 11 મે રવિવારના રોજ આમ આદમી પાર્ટીએ તમામ જિલ્લા મથકોથી તિરંગા યાત્રાનું આયોજન કર્યું.

વિપક્ષ નેતા પાયલ સાકરીયાએ પોતાની પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, આજે ફરી એકવાર સમગ્ર આમ આદમી પાર્ટી ભારતીય સૈનિકો ને લાખ લાખ વંદન, સલામ, નમન કરે છે કારણે કે આજે દેશના જવાનો સીમા પર અડીખમ ઊભા છે ત્યારે દરેક ભારતીય પોતાના ઘરમાં સુરક્ષિત મહેસૂસ કરી રહ્યા છે, માટે સેના અને જવાનોને લાખ લાખ વંદન અને નમન છે.

આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં ‘આપ’ નેતાઓ,પદાધિકારીઓ, કાર્યકર્તાઓ સહિત સ્થાનિક લોકો પણ ઉપસ્થિત રહ્યાં. તમામ કાર્યકર્તાઓ અને લોકો હાથમાં તિરંગા લઈને ‘તિરંગા યાત્રા’ શરૂ કરી અને લગભગ એક કિલોમીટર સુધી પદયાત્રા કરી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button