બિઝનેસસુરત

SGCCI દ્વારા ‘લક્ષ્મીઃ ધનની, તનની અને મનની’ વિષય ઉપર વ્યાખ્યાન યોજાયું

જીવનમાં ધનની લક્ષ્મી એટલે CDS C-Commitment (વચન બદ્ધતા) , D-Discipline (શિસ્ત) and S-Sincerity (ઈમાનદારી) છેઃ પ્રખ્યાત લેખક જય વસાવડા

સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા સેમિનાર હોલ-એ, સરસાણા, સુરત ખાતે ‘લક્ષ્મીઃ ધનની, તનની અને મનની’ વિષય ઉપર વ્યાખ્યાન યોજાયું હતું, જેમાં પ્રખ્યાત લેખક, વક્તા તેમજ કોલમિસ્ટ  જય વસાવડાએ જીવનમાં લક્ષ્મીના સ્વરૂપો વિશે વિસ્તૃત સમજ આપી હતી.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ  વિજય મેવાવાલાએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, લક્ષ્મી એટલે માત્ર નાણાંની દેવી નહીં, પણ તે સૌંદર્ય, શક્તિ અને શાંતિનું પણ પ્રતીક છે. સાચા અર્થમાં, લક્ષ્મી એ જીવનના સર્વાંગી વિકાસની દિશા છે, જ્યાં ધન વ્યવસ્થિત હોય ત્યાં તન સ્વસ્થ હોય છે અને મન પ્રસન્ન – પ્રફુલ્લીત હોય છે. લક્ષ્મી માત્ર અર્થશાસ્ત્ર અથવા આત્મશાસ્ત્ર પૂરતી સીમિત નથી, પરંતુ આપણા દૈનિક જીવનના ત્રણ અત્યંત મહત્વપૂર્ણ પાસાઓ જેવા કે ધન, તન અને મનને સ્પર્શે છે.

જય વસાવડાએ જણાવ્યું હતું કે, ‘સોશિયલ મીડિયાથી દૂર રહીને પોતાના કાર્યો પર ફોક્સ કરવામાં આવે તો સફળતા અને લક્ષ્મી બંને મળી શકે છે. આધ્યાત્મિક પુસ્તકો, વાર્તાઓના સારથી જીવન જીવવાની અને ધ્યેય પ્રાપ્ત કરવા માટેના નવા વિચારો મળે છે. કોઈ પણ બિઝનેસ, પ્રોજેક્ટમાં સફળતા મેળવવી હોય તો ન ગમતા લોકો સાથે પણ કામ કરવું શીખવું જોઈએ. નકારાત્મકતાથી દૂર રહેવું જોઈએ. જીવનમાં કોઈ પણ કાર્યમાં સફળતા મળવા પહેલા મુશ્કેલીઓ આવતી હોય છે, તેનો સામનો કરવો મહત્વનો છે. તેમણે માતા લક્ષ્મીના અમૃત મંથન વિશેની કથામાંથી કેટલાક મહત્વના પાસાઓ વિશે સમજ આપી હતી.’

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘જીવનના લક્ષ્યાંકો મેળવવાના રસ્તાઓ પર આવતી નાની-નાની સફળતા પર થોભી જવાની જરૂર નથી. તેનાથી આગળ તમારો મુખ્ય હેતુ અને લક્ષ્યાંક પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. લક્ષ્યાંક મોટો હોય તો નાની સફળતાઓ પર ધ્યાન ન આપો. વિઝન હંમેશા મોટું રાખવું જોઈએ. એક વાત યાદ રાખવી જોઈએ કે, પૈસા વગર સ્વતંત્રતા નહીં હોય. જીવનમાં ધનની લક્ષ્મી એટલે CDS C-Commitment (વચન બદ્ધતા) , D-Discipline (શિસ્ત) and S-Sincerity (ઈમાનદારી) છે.’

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button