સેમસંગના ફેબ ગ્રેબ ફેસ્ટ સાથે ગરમીને ભગાવોઃ ગેજેટ્સ અને એપ્લાયન્સીસ પર મોટા ડિસ્કાઉન્ટ!

ગુરુગ્રામ, ભારત, 2 મે, 2025- ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ તેનું બ્લોકબસ્ટર સેલ- ફેબ ગ્રેબ ફેસ્ટ!ના પુનરાગમન સાથે આ સમરની ગરમી દૂર કરવા માટે સુસજ્જ છે. 1 મેથી આરંભ કરતાં આ બહુપ્રતિક્ષિત શોપિંગ જલસો સેમસંગની અત્યાધુનિક પ્રોડક્ટોની વ્યાપક શ્રેણી પર આકર્ષક, મર્યાદિત સમયની ડીલ્સ લાવી છે, જે ખાસ Samsung.com, સેમસંગ શોપ એપ અને સેમસંગ એક્સક્લુઝિવ સ્ટોર્સ પર ઉપલબ્ધ છે.
અદભુત સ્માર્ટફોન અને લેપટોપ ડીલ્સનો લાભ લો
સેલ શરૂ થયું છે ત્યારે ગ્રાહકો સેમસંગ ગેલેક્સી S, ગેલેક્સી Z અને ગેલેક્સી A સ્માર્ટફોન સિરીઝનાં ચુનંદાં મોડેલો પર 41% સુધી છૂટ માણી શકો છો. નવીનતમ ફોલ્ડેબલ્સ હોય કે શક્તિશાળી કેમેરા- સેન્ટ્રિક મોડેલો હોય, દરેક ટેક શોખીનો માટે કશુંક છે. ઉપરાંત ચુનંદાં ગેલેક્સી ટેબ્લેટ્સ, એસેસરીઝ અને વેરેબલ્સ 50% સુધી ડિસ્કાઉન્ટે ઉપલબ્ધ છે, જે તમારે માટે તમારી ગેલેક્સી ઈકોસિસ્ટમ પૂર્ણ કરવાનો ઉત્તમ સમય બનાવે છે.
આટલું જ નહીં, ઉપભોક્તાઓ સરળ અને બહુમુખી ટેબ્લેટ જેવો અનુભવ ચાહે તેમને ચુનંદા ગેલેક્સી બુક 5 અને બુક 4 લેપટોપ પર 35% સુધી છૂટ મળી શખે છે અને ગેલેક્સી AI સાથે પોતાનો કાર્યપ્રવાહ વધારી શકે છે.
ગ્રાહકો જો ઓલ- ન્યૂ ગેલેક્સી ટેબ S10FE સિરીઝ ખરીદી કરે તો તેમને INR મૂલ્યનું કેબલ વિનાનું 45W ચાર્જર મફત મળી શકે છે.
અતુલનીય કિંમતે મોટી સ્ક્રીન લક્ઝરી
સેમસંગના ફ્લેગશિપ ટીવી પર ચૂકી નહીં જવાય તેવી ડીલ્સ રપણ આ એડિશનમાં લાઈન-અપ કરાઈ છે. ગ્રાહકો નિયો-QLED 8K, નિયો QLED, OLED, QLED, ધ ફ્રેમ અને ક્રિસ્ટલ 4K UHD સિરીઝ સહિત લોકપ્રિય મોડેલો પર 48% સુધી છૂટની અપેક્ષા રાખી શકે છે. વળી, જેઓ પોતાની દીવાલોને કળા અને ટેકનોલોજીના નમૂનામાં ફેરવવા માગતા હોય તેઓ ધ ફ્રેમ ટીવી પસંદ કરી શકે છે. ફ્લશ ફિટ સાથે સેમસંગની ફ્રેમ બંધ થવા પર સહજતાથી કળાના નમૂનામાં ફેરવાઈ જાય છે અને હવે INR 11000 સુધી ઈન્સ્ટન્ટ કાર્ડ ડિસ્કાઉન્ટ સાથે પ્રીમિયમ ડિઝાઈન અને સિનેમાટિક અનુભવો અગાઉ કરાં વધુ પહોંચક્ષમ છે. ઉપરાંત ગ્રાહકો ચુનંદાં ટીવીની ખરીદી પર INR 5000 સુધી એક્સચેન્જ બોનસના લાભો મેળવી શકે છે.