ગુજરાતસુરત

રૂ.૧૭ લાખના ખર્ચે નિર્માણ પામનાર માંડવી તાલુકાના બલાલતીર્થ ગ્રામ પંચાયતના મકાનનું ખાતમુહૂર્ત

વાઈ-ફાઈ કનેક્ટિવિટી, ઈ-ગ્રામ સેવાઓ ઘરઆંગણે મળશે: ગ્રામજનોને યોજનાકીય સહાય, વિવિધ પ્રમાણપત્રો મેળવવા વધુ સરળ અને સુગમ થશે

સુરતઃ માંડવી તાલુકાના બલાલતીર્થ ખાતે રૂ.૧૭ લાખના ખર્ચે નિર્માણ પામનાર ગ્રામ પંચાયત કચેરીના મકાનનું ખાતમુહૂર્ત આદિજાતિ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ રાજ્ય મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મંત્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે, તાપી નદીના કાંઠે અને તાપી જિલ્લાની સરહદે આવેલા આ જૂથ ગ્રામ પંચાયતના નવનીતમ મકાનનું નિર્માણ થયા બાદ છેવાડાના વિસ્તારમાં રહેતા લોકોને ઘર બેઠા સુવિધાઓ મળશે. વાઈ-ફાઈ કનેક્ટિવિટી, ઈ-ગ્રામ સેવા જેવી સુવિધાઓ ઘરઆંગણે મળશે અને ગ્રામજનોને યોજનાકીય સહાય, વિવિધ પ્રમાણપત્રો મેળવવું વધુ સરળ અને સુગમ થશે. જૂથ ગ્રામ પંચાયતના ૩ ગામના લોકોને વઢવાણા જવું પડે છે, પણ આ મુશ્કેલીઓ હવે આગામી દિવસોમાં દૂર થશે.

મંત્રીશ્રીએ ગામમાં આરોગ્ય સબ સેન્ટર, લાઈબ્રેરી, કોમ્યુનિટી સેન્ટર જેવી સુવિધાઓ ઉભી કરાશે એમ પણ જણાવ્યું હતું.
આ વેળાએ ઉપસ્થિત સૌએ જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને મૌન પાળી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપી હતી.

આ પ્રસંગે તા.પંચાયત પ્રમુખ  દિલીપ ચૌધરી, મામલતદારશ્રી મિસ્ત્રી, ટી.ડી.ઓશ્રી સોલંકી, આર એન્ડ બી. એસ.ઓ શ્રી મનીષ ચૌધરી, અગ્રણીઓ કુંવરજી ચૌધરી, ધનસુખ વસાવા, ઘલાભાઈ વસવા, અનિલ ચૌધરી, જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યો, સરપંચો, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button