બિઝનેસ

અદાણી ટોટલ ગેસના છેલ્લા ત્રિમાસિક અને નાણાકીય વર્ષ-25ના પરિણામો

છેલ્લા ક્વાર્ટરમાં વોલ્યુમ 13% અને સમગ્ર વિત્ત વર્ષમાં વાર્ષિક ધોરણે 15% ઉંચુ રહ્યું

અમદાવાદ,૨૯ એપ્રિલ ૨૦૨૫: ભારતની અગ્રણી ઉર્જા સંક્રમણ કંપની અદાણી ટોટલ ગેસ (એટીજીએલ)એ વ્યાપક માળખાકીય વિકાસ દ્વારા ભારતના એનર્જી લેન્ડસ્કેપમાં પરિવર્તન લાવવાના તેના લક્ષ્ય તરફનું પ્રયાણ ચાલુ રાખ્યાની પ્રતીતી કરાવતા તેના કામકાજ, આંતરમળખાકીય અને નાણાકીય કામગીરીના 31 માર્ચ 2025 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટર અને વર્ષ માટેના પરિણામોની આજે જાહેર કર્યા છે.

કંપનીના એક્ઝીકયુટિવ ડાયરેક્ટર અને સી.ઇ.ઓ. સુરેશ પી. મંગલાણીએ જણાવ્યું હતું કે મહત્તમ નાગરિકો સુધી પી.એન.જી. અને સી.એન.જી.ની પહોંચ વધારવા માટે કંપનીએ વર્ષ દરમિયાન કરેલા અથાક પ્રયાસોના કારણે અદાણી ટોટાલ ગેસએ હવે 1 મિલિયન પી.એન.જી. ગ્રાહકો અને 647 સીએનજી સ્ટેશનોની નજીક સીજીડીમાં તેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિસ્તાર્યું છે.

એટીજીએલએ વાર્ષિક ધોરણે વોલ્યુમમાં 15%ના વધારા સાથે મજબૂત કામકાજ અને આંતરમાળખાના વિકાસની ગતિ જાળવી રાખી છે, ઘરેલું ગેસ ફાળવણી પર સીજીડી ક્ષેત્ર દ્વારા પડકારોનો સામનો કરવો પડ્યો હોવા છતાં ડિજિટલાઇઝેશન દ્વારા સમર્થિત ઓપરેશન્સ એક્સેલન્સએ રુ.1,167 કરોડનો એબિડ્ટા જાળવવામાં ફાળો આપ્યો છે.

તદુપરાંત, અદાણી ટોટાલ ગેસએ તેના નવા ટકાઉ વ્યવસાયોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. ઇ-મોબિલીટી ક્ષેત્રે સ્થાપિત કરવામાં આવેલા 3,401 ચાર્જિંગ પોઇન્ટ પૈકી 2,338 ઇવી ચાર્જિંગ પોઇન્ટનો ભરપૂૂર ઉપયોગ થયો છે. ઇ-મોબિલીટી ક્ષેત્રે સ્થાપિત કરવામાં આવેલા 3,401 ચાર્જિંગ પોઇન્ટ પૈકી 2,338 ઇવી ચાર્જિંગ પોઇન્ટનો ભરપૂર ઉપયોગ થયો છે. બાયોમાસમાં બરસાના પ્લાન્ટમાં સીબીજીના ઉત્પાદનને સ્થિર કરવા ઉપરાંત કંપનીએ ઓર્ગેનિક ખાતરના વેચાણ માટે બ્રાન્ડ “હરિત અમૃત” શરૂ કર્યું છે. અમે તિરૂપપુરમાં અમારું પ્રથમ એલએનજી સ્ટેશન શરૂ કર્યું છે.

નાણાકીય વર્ષ-૨૫ના છેલ્લા ક્વાર્ટર દરમિયાન ૩૪ ભાગોલિક ક્ષેત્રોમાં 647 CNG સ્ટેશનનું નેટવર્ક સ્થાપવામાં આવ્યું છે અને ૯.૬૦ લાખથી વધુ ઘરોને પી.એન.જી.ગેસના જોડાણથી આવરી લેવામાં આવ્યા છે. વાર્ષિક ધોરણે CNG વોલ્યુમમાં 18%નો વધારો થયો છે.નવા PNG જોડાણો ઉમેરાતા આ વોલ્યુમમાં વાર્ષિક ધોરણે 5%નો વધારો થયો છે. વાર્ષિક ધોરણે સમગ્ર વોલ્યુમમાં 13%નો વધારો થયો છે.

​મુખ્યત્વે સી.એન.જી. સેગમેન્ટમાં ઉચ્ચ વોલ્યુમના કારણે કામગીરીમાંથી આવક 12% વધી છે. વોલ્યુમ ઉપરાંત સી.એન.જી. ક્ષેત્રમાં એપીએમ ગેસની ઓછી ફાળવણી અને ગેસના ઉંચા ભાવમાં તબદિલીના કારણે કુદરતી ગેસની કિંમતમાં 15%નો વધારો થયો છે. જ્યારે ડી-પીએનજી સેગમેન્ટમાં ફાળવણી 105%ના દરે ચાલુ રહી છે.

સીએનજી ક્ષેત્રમાં ક્વાર્ટર દરમિયાન એપીએમની ફાળવણી 49%હતી, એટીજીએલએ વોલ્યુમ વૃદ્ધિની ખાતરી આપતી વેળા એપીએમ ગેસને અન્ય સ્રોતો સાથે બદલવાને કારણે ગેસના ઉંચા મૂલ્ય ખર્ચને પસાર કરવા માટે કેલિબ્રેટેડ અભિગમ અપનાવ્યો છે. ​પરિણામે, વોલ્યુમની વૃદ્ધિને કારણે એપીએમ ગેસની ઓછી ફાળવણી હોવા છતાં નાણાકીય વર્ષ- 25માં એબિડ્ટા નજીવા પ્રમાણમાં વધ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button