સેંટ માર્કસ હાયર સેકન્ડરી સ્કૂલમાં શાળાનાં પ્રાયમરી વિભાગમાં વાર્ષિકોત્સવની ભવ્ય ઊજવણી કરવામાં આવી

સુરત : સેંટ માર્કસ હાયર સેકન્ડરી સ્કૂલમાં શાળાનાં પ્રાયમરી વિભાગમાં વાર્ષિકોત્સવની ભવ્ય ઊજવણી કરવામાં આવી હતી. જેમાં સુરત શહેરના નામાંકિત ઉદ્યોગપતિ ડો. ફારૂક પટેલ (Founder & MD KP Group of Companies, Surat) તેમજ અફફાન ફારૂક पटेल (Whole time Director – KP Energy Ltd. KP Group, Surat) ના મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી અને કાર્યક્રમની શોભા વધારી હતી. તેમનુ સ્વાગત શાળાના ચેરમેન બી.વી.એસ. રાવ દ્વારા શ્રીફળ તેમજ શાલ ઓઢાવીને કરવામાં આવ્યું હતું.
શાળાના ચેરમેન બી.વી.એસ. રાવ સર તેમજ કો-ફાઉન્ડર સુશીલા મેડમ તથા શાળાનાં આચાર્યા ધન્યા પ્રિન્સ તેમજ એકેડેમિક એડમિનિસ્ટ્રેટર ડેવિડ સર, પ્રિ-પાયમરી ઈન્ચાર્જ દિલનાઝ જુનવાનવાલા, પ્રાયમરી ઇન્ચાર્જ વિકાસ ભેડા અને સાઈન્સ ઇન્ચાર્જ શેફાલીબેન દવે તેમજ શાળાના અન્ય શિક્ષકો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ તમામનું સ્વાગત બેન્ડનાં તાલે તથા શાળાનાં વિદ્યાર્થીઓ દ્રારા પુષ્પવર્ષાથી કરવામાં આવ્યું હતું.
ધો-પ થી ધો-6 ના વિદ્યાર્થીઓએ માલદીવ્સ મેશઅપ, ગૌ ગૌ ગોલમાલ, મુસ્કાન જુઠી હે – હોરર શો, આપકા કયા હોગા જનાબેઆવી ગીતો રજુ કર્યા. તે ઉપરાંત રંગીલો ગુજરાત, મોર બની થંગાટ કરે, વાગ્યો રે ઢોલ, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, શ્રી આદિત્ય ગઢવીની કૃતિ “મહા હેતવાળી માં” ગીતે દર્શકોને ભાવવિભોર કરી દીધા. India V/S Australia world cup જીત્યા તેને Tribute આપવા world cup થીમ પર ગીત રજુ કર્યુ. મોબાઈલના ગેરફાયદા રજુ કરતુ ગીતનો પણ સમાવેશ થયો હતો. તેમજ શાળામાં વિસ્મરણીય સ્મૃતિનો આનંદ રજુ કરતી “સમય ખુબ કિંમતી છે” તેવી બોધ રજુ કરતી નાટિકા પ્રસ્તુત કરવામાં આવી હતી. કરાટે અને યોગા શો પણ રજુ કરવામાં આવ્યા હતા.