બિઝનેસસુરત

IRATA અને AM/NS India દ્વારા ગુજરાતનું પ્રથમ ‘ઇન્ટરનેશનલ રોપ એક્સેસ સિમ્પોઝિયમ’નું આયોજન કરાયું

હજીરા વિસ્તારમાં ઔદ્યોગિક ક્ષેત્રે સલામતી પ્રથાઓને વધુ પ્રોત્સાહન આપવા માટે પ્રયત્ન

હજીરા, સુરત –  ઇન્ડસ્ટ્રીયલ રોપ એક્સેસ ટ્રેડ એસોસિએશન (IRATA) ઇન્ટરનેશનલ અને આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS India) દ્વારા ‘ઇન્ટરનેશનલ રોપ એક્સેસ સિમ્પોઝિયમ 2025’ નું આયોજન AM/NS Indiaના મુખ્ય પ્લાન્ટ હજીરા ખાતે કરવામાં આવ્યું હતું. આયોજિત પ્રસંગે ગુજરાત સરકારના અધિકારીઓ અને ઉદ્યોગ અગ્રણીઓએ એકત્રિત થઈ કામ કરવાની સલામત પદ્ધતિઓ અને શ્રેષ્ઠ ઉદ્યોગ પ્રથાઓ પર ચર્ચા કરી હતી.

ગુજરાતમાં પ્રથમ જ્યારે ભારતમાં બીજા સિમ્પોઝિયમ તરીકે નોંધાયેલી આ ઈવેન્ટમાં AM/NS India ના 200થી વધુ કર્મચારીઓ, તેમજ ગુજરાત સરકાર અને વિવિધ અગ્રણી કંપનીઓ, જેમ કે રિલાયન્સ, L&T, GAIL, અદાણી ગ્રુપ, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ, એમજી મોટર્સ, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ અને શેલના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી.

AM/NS Indiaએ IRATA ઇન્ટરનેશનલ દ્વારા વિકસાવામાં આવેલી ઔદ્યોગિક રોપ એક્સેસ ટેકનોલોજી અપનાવી છે, જે ‘Work at Height’ (ઊંચાઈ પર કામ કરવા) માટે પરંપરાગત પદ્ધતિઓની સરખામણીમાં વધુ સલામત વિકલ્પ છે. પરંપરાગત પદ્ધતિઓમાં અકસ્માતો થવાની શક્યતાઓ વધુ હોય છે, જ્યારે આ નવી ટેકનોલોજી વધુ સુરક્ષિત અને અસરકારક છે. AM/NS India એ IoT, મશીન લર્નિંગ અને ફેસ રેકોગ્નિશન જેવા એડવાન્સ સોલ્યુશન્સ પોતાના સલામતી ધોરણો ઉચ્ચ બનાવવા માટે અપનાવ્યા છે.

આ એક દિવસીય સિમ્પોઝિયમમાં શ્રી પી.એમ.શાહ, ડાયરેક્ટર ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ (DISH), ગુજરાત સરકારે ઉદ્યોગ સલામતીના વિવિધ પહેલો પર પ્રકાશ પાડ્યો હતો. તેમજ ઉદ્યોગ સલામતી માટે લેવાતાં જરૂરી પગલાંઓ માટે સરકારની પ્રતિબદ્ધતા પણ દર્શાવી હતી. અન્ય વક્તાઓમાં IRATAથી જોનાથન કેપર, ચેરમેન અને ડો. શીલા કોંડાવીતી, CEO, AM/NS Indiaમાંથી વિમ વેન ગર્વેન, ડાયરેક્ટર અને વાઈસ પ્રેસિડેન્ટ (ઓપરેશન્સ), સંતોષ મુંધડા, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર (પ્રોજેક્ટ્સ) અને ડી નાગેશ્વરારાવ, ચીફ સેફ્ટી ઓફિસર હાજર રહ્યા હતા. પેનલ ચર્ચા અને કેસ સ્ટડી પ્રેઝન્ટેશન દ્વારા ઔદ્યોગિક રોપ એક્સેસ ટેકનોલોજીના ફાયદાઓ અને તેના ઉપયોગ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.

પી.એમ.શાહ, ડાયરેક્ટર, ઈન્ડસ્ટ્રિયલ સેફ્ટી & હેલ્થ (DISH), ગુજરાત સરકારે જણાવ્યું હતું કે, “સરકાર કાર્યસ્થળ પર સલામતી વધારવા માટે સંપૂર્ણરીતે પ્રતિબદ્ધ છે. AM/NS India અને IRATA દ્વારા યોજાયેલી આ સિમ્પોઝિયમ ઇવેન્ટે ઉદ્યોગ આગેવાનોને એકસાથે લાવી નવી સલામત ટેકનોલોજી અને શ્રેષ્ઠ પ્રથાઓના આદાન-પ્રદાન માટેનું એક ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. આવા પ્રયાસો થકી ઉદ્યોગોમાં વધુ સુરક્ષિત વાતાવરણ નિર્માણ કરી શકાય છે.”

જોનાથન કેપર, ચેરમેન, IRATA ઇન્ટરનેશનલે જણાવ્યું હતું કે, “ઔદ્યોગિક રોપ એક્સેસ પદ્ધતિ પરંપરાગત ‘Work at Height’ પદ્ધતિઓ કરતા વધુ સલામત છે. આ સિમ્પોઝિયમ દ્વારા અમે તેના ફાયદાઓ સ્પષ્ટ રીતે જણાવવા અને ભારતમાં તેના ઝડપી સ્વીકારને પ્રોત્સાહિત કરવાનું લક્ષ્ય રાખ્યું છે. AM/NS India દ્વારા ઉદ્યોગમાં સલામતી માટે ઉંચા ધોરણો સ્થાપવા લીધેલા પગલાં પ્રશંસનીય છે.”

વિમ વેન ગર્વેન, ડાયરેક્ટર અને વાઇસ પ્રેસિડેન્ટ – ઓપરેશન્સ, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) જણાવે છે કે, “AM/NS India માટે સલામતી એક પ્રાથમિકતા જ નહીં, પણ એક મૂળભૂત મૂલ્ય છે. અમારી ટીમ કામદારો અને કોન્ટ્રાક્ટર્સ માટે સર્વોચ્ચ સલામતી સુનિશ્ચિત કરવા હંમેશા નવી ટેકનોલોજી અને શ્રેષ્ઠ પ્રથાઓ અપનાવવાની દિશામાં પ્રયત્નશીલ છે. આ સિમ્પોઝિયમ ઉદ્યોગમાં વધુ સુરક્ષિત ‘Work at Height’ પદ્ધતિઓ અપનાવવા માટે અમારી પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે, અને અમે IRATA સાથે ભાગીદારી કરવા માટે ગૌરવ અનુભવી રહ્યા છીએ.”

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button