ધર્મ દર્શનનેશનલબિઝનેસ

જગદગુરુ શંકરાચાર્યએ મહાકુંભમાં અદાણી પરિવારની સેવાઓને બિરદાવી 

‘ભક્તોને ભોજન પ્રસાદ આપવાનું કાર્ય સૌથી મોટો યજ્ઞ’

જગદગુરૂ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજીએ અદાણી જૂથ દ્વારા મહાકુંભમાં ચલાવાઈ રહેલી સેવાઓને બિરાદવી છે. ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજ મહાકુંભમાં ચાલી રહેલા મહાકુંભમાં દેશ-વિદેશના અનેક સાધુ-સંતો અને અખાડાઓ ભાગ લઈ રહ્યા છે. તેવામાં અદાણી જૂથ દ્વારા મહાપ્રસાદ સેવા, ગોલ્ફકાર્ટ સુવિધા અને આરતી સંગ્રહનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે. શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજીએ તે સેવાઓથી રાજી થઈ અત્યંત પ્રસન્નતા વ્યક્ત કરી હતી.

મહાકુંભમાં અદાણી પરિવારની વિવિધ સેવાઓને બિરદાવતા શંકરાચાર્યે કહ્યું હતું કે “એ જ ધન ધન્ય છે જેની પ્રથમ ગતિ હોય, દાનની સૌપ્રથમ ગતિ એટલે દાન. જે ધન દાનમાં વપરાય તેને શ્રેષ્ઠત્તમ માનવામાં આવે છે. તેવામાં અદાણી પરિવારે અહીં આવીને લોકોને ભોજન પ્રસાદ આપવાનું મહાન કાર્ય કર્યુ છે, તે સૌથી મોટો યજ્ઞ કર્યો છે.

જ્યોતિર્મઠના જગદગુરુ શંકરાચાર્યએ અન્નદાનનો મહિમા જણાવતા કહ્યું હતું કે “જેમ યજ્ઞમાં દેવતાઓને આહૂતિ આપવામાં આવે છે તેમ અહીં આવેલા શ્રદ્ધાળુઓ પણ દેવતા સમાન છે અને તેમણે (અદાણી) તે બધાને આહૂતિ રૂપી અન્નદાન કર્યુ છે”. તેમણે ઉમેર્યુ હતું કે અદાણી પરિવારે આ મહાકુંભમાં દાન કરીને બહુ મોટું સેવાકાર્ય કર્યુ છે, અને ભગવાન તેમને આ જ રીતે સામર્થ્યવાન બનાવતા રહે જેથી તેઓ ભવિષ્યમાં પણ આવા જ સત્કર્મો કરતા રહે.

જ્યોતિષપીઠાધીશ્વર સ્વામીશ્રી શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી ઉત્તરાખંડના જોશીમઠમાં આવેલા જ્યોતિર્મઠના 46મા અને વર્તમાન જગદગુરુ શંકરાચાર્ય છે.

જેમ જેમ કુંભ મેળો આગળ વધી રહ્યો છે, તેમ તેમ અદાણી-ઇસ્કોન લાખો યાત્રાળુઓની સેવા કરવા તત્પર અને પ્રતિબદ્ધ છે. સ્વયંસેવકો દ્વારા કોઈ ભૂખ્યું ન રહે, ખોવાઈ ન જાય અથવા સહાય વિના ન રહે તેની ખાતરી કરવામાં આવે છે. તેમનું સમર્પણ અને નિઃસ્વાર્થ સેવા સાચી પ્રેરણા છે, જે સાબિત કરે છે કે ભક્તિ ફક્ત પ્રાર્થનામાં જ નહીં પરંતુ સત્કર્મ અને સેવાકાર્યોમાં પણ રહેલી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button