Uncategorized

મિડલ ક્લાસ માટે મહા બચત વાળું અંદાજપત્ર : સી.એ પારસ શાહ

સુરતઃ આજરોજ ભારતના ફાઇનાન્સ મિનિસ્ટર  નિર્મલાબેને અંદાજપત્ર 2025- 2026 માટે રજૂ કર્યું. જેના પર પ્રતિક્રિયા આપતા સી.એ પારસ શાહએ કીધું કે મિડલ ક્લાસ માટે મહા બચત વાળું અંદાજપત્ર કહી શકાય. આ અંદાજપત્ર ગરીબ, મધ્યમવર્ગ, યુવા, અન્નદાતા અને નારીશક્તિ એમ બધા માટે લાભકારી બજેટ ગણી શકાય.

આ અંદાજપત્રમાં મિડલ ક્લાસને સ્પર્શતા મુદ્દાઓ આવરી લેવાયેલા છે. આવકવેરામાં નવી ટેક્ષ રીજીમ પ્રમાણે ૧૨ લાખ સુધી કોઈ પણ ટેક્સ ભરવાનો થતો નથી અને પગારદાર કર્મચારીઓ માટે ૧૨/૭૫ સુધી કોઈ પણ ટેક્ષ ભરવાનો થતો નથી. જેનો સીધો લાભ મધ્યમ વર્ગને જાય છે. અપડેટેડ રીટર્ન જે હાલ ૨ વર્ષ સુધી જ ભરી શકાતા હતા તે ૪ વર્ષ સુધી ભરી શકાય તેવી જોગવાઈ કરવામાં આવેલ છે. એજ્યુકેશન ફોરેન રેમિટન્સ ની લિમિટ 7 લાખ થી વધારીને 10 લાખ કરવામાં આવેલ છે જે ખૂબ જ આવકારદાયક ગણાય.

ફોરેન રેમીટન્સ પર ટીસીએસ ની જોગવાઈ રદ કરવામાં આવેલ છે તે પણ આવકારદાયક પગલું ગણી શકાય. ટીસીએસ વેચાણ ઉપર જે ભરવાનો થતો હતો તેને રદ કરેલ છે. સીનીયર સીટીઝન માટે વ્યાજની આવક પર ટીડીએસ ની મર્યાદા ૧ લાખ કરવામાં આવી છે. NSS માં ઉપ પર ટેક્ષ નાબૂદ કરવામાં આવેલ છે. ભાડાની આવક પર રૂ 6 લાખ સુધીની રકમ પર ટીડીએસ નાબૂદ કરવામાં આવેલ છે.

એકંદરે આ અંદાજપત્ર મિડલ ક્લાસ માટે લાભદાયક ગણી શકાય તેમ જ અર્થતંત્રને વેગ આપનારું ગણી શકાય. મધ્યમ વર્ગની આશા/ અપેક્ષા પૂર્ણ કરતું અંદાજપત્ર. આપણા છેલ્લા આર્ટિકલ પ્રમાણેનું બજેટ આવેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button