વિદ્યાર્થી અને વાલી માટે કેરિયરગાઇડન્સ અને બોર્ડ પરિક્ષા “ભયમુકત” અપાવવા અંગે સેમીનારનું આયોજન
સુરતના જાણીતા વક્તા પારસ પાંગી દ્વારા અડાજણ,જહાંગીરાબાદ સ્થિત “ધ રેડીયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ” ગુજરાતી માધ્યમ દ્વારા ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના વિદ્યાર્થી અને વાલી માટે કેરિયરગાઇડન્સ અને બોર્ડ પરિક્ષા “ભયમુકત” અપાવવા અંગે સંજીવકુમાર ઓડીટોરીયમ ખાતે સેમીનારનું આયોજન કર્યું હતું જેમાં કુલ ૪૫૦ વિદ્યાર્થી અને ૬૫૦ વાલી ઉપસ્થિત રહી “સફળતા કી ચિનગારી” કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો. જેમાં મુખ્ય મેહમાન તરીકે જીલ્લા શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમાર,પી.પી.સ્વામી, પરબતભાઈ દાંગસીયા હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમમાં શાળાના ધોરણ ૧૨ સાયન્સ અને કોમર્સના બોર્ડ માર્ચ ૨૦૨૪ પરિક્ષામાં A1 ગ્રેડ મેળવેલ ૧૨ વિદ્યાર્થીને E-BIKE,લેપટોપ.ટેબ્લેટ,સ્માર્ટ ફોન અને સ્માર્ટવોચ ની સાથે સાથે ચેક અર્પણ આપી માતા-પિતા અને વાલીને સન્માનિત કર્યા હતા. સાથે સાથે ચાલુ વર્ષે ફેબુઆરી/માર્ચ ૨૦૨૫ ની પરિક્ષા આપવા જઈ રહેલ વિદ્યાર્થીને બોર્ડ પરિક્ષા હસતા-હસતા,ભયવિના કેમ પરિક્ષા આપી શકાઈ તેનું માર્ગદર્શન વક્તાશ્રી પારસ પાંગી દ્વારા આપવામાં આવ્યું હતું સાથે સાથે પરિક્ષામાં સમયનું આયોજન અને રીવીઝનનું આયોજન નું સચોટ માર્ગદર્શન આપેલ હતું.
વિશેષમાં વક્તા પારસ પાંગી દ્વારા માતા પિતાને પોતાના વ્ય્ક્તત્વય ની મદદથી વિનંતી કરવામાં આવી કે વિદ્યાર્થીને કોઈની સાથે સરખામણી ન કરો તેની પાસે ઊંચા ટકાવારીની માંગણી ન કરો બલકી તમે તેના સાચા મિત્રો અને માર્ગદર્શક છો તેમ દર્શાવી તેમની પાસે ધાર્યું પરિણામ લાવવા પ્રયત્ન કરો પણ દબાણ નહિ કરો.આ કાર્યમાં શાળાના આચાર્ય અને શિક્ષકો તમારી સાથે છે.
શાળા ના સંચાલક જીગ્નેશભાઈ માંગુકિયા અને કિશનભાઈ માંગુકિયા દ્વારા આ આયોજિત કાર્યક્રમ “સફળતા કી ચિનગારી” એ વિદ્યાર્થી અને વાલી વચ્ચેનો વીખારાયેલ સેતુને ફરી સંપાદિત કરવાનો ધ્ય્યે હતો. જેમાં શાળાના કેમ્પસ ડાયરેક્ટર અને શાળાના આચાર્ય તેમના શિક્ષકોની સાથે રહી શિક્ષણજગત માં યાદગાર રહી જાય તેવો સફળ કાર્યક્રમ સમાજને અર્પણ કર્યો હતો.