ધર્મ દર્શનસુરત

સુરત આહિર સમાજ સેવા સમિતિના સમૂહલગ્નમાં189 નવયુગલો પ્રભુતામાં પગલા માંડશે

20 યુગલો એવા પણ છે જેઓ આર્થિક રીતે નબળા અને પિતા વિહોણી દીકરીઓ છે

સુરતઃ સુરત આહિર સમાજ સેવા સમિતિ દ્વારા 31માં સમૂહલગ્ન સમારોહનું આયોજન કરાયુ છે. 14 ડિસેમ્બરના રોજ આયોજિત આ કાર્યક્રમમાં 189 નવયુગ્લો પ્રભુતામાં પગલા માંડશે, એટલું જ નહીં પણ તમામ દીકરીઓને 51 વસ્તુઓ કરિયાવળમાં આપવામાં આવશે, સંસ્થાના પ્રમુખ જીતુભાઈ કાછડે જણાવ્યું હતું કે આ વર્ષે 40 યુગલો વેલ એજ્યુકેટેડ છે જેઓ પહેલી વાર સમુહલગ્નમાં જોડાયા હોવાનો આનંદ છે એટલે સમાજ હવે શિક્ષિત થઈ રહ્યો હોવાનું કહી શકાય છે. એટલું જ નહીં પણ 20 યુગલો એવા પણ છે જેઓ આર્થિક રીતે નબળા અને પિતા વિહોણી દીકરીઓ છે.

સંસ્થાના પ્રમુખ જીતુભાઈ કાછડે આ શુભ પ્રસંગે જણાવ્યું હતું કે આહીર સમાજ સેવા સમિતિ સુરત આયોજીત પર્વત પાટિયા ગોડાદરા ખાતે 31માં સમૂહલગ્ન સમારોહનું આયોજન કરી રહયું છે. જેમાં 189 નવયુગ્લો પ્રભુતામાં પગલા માંડશે. નવયુગ્લો ને આશિર્વાદ પાઠવવા વિશ્વવંદનીય પૂ. મોરારીબાપુ, ગુજરાત રાજયના  મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેબિનેટ જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ, કેબીનેટ મંત્રી અન્નપૂર્ણા દેવી, પ્રદેશ મંત્રી રઘુભાઈ હુંબલ, કેબીનેટ મંત્રી મુળુભાઈ બેરા, ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી, નાણામંત્રી કનુભાઈ દેસાઈ, સાંસદ્ પુનમબેન માડમ, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા, નટુભાઈ ભાટુ, આર એચ હડિયા, હરીભાઈ નકુમ, મગનભાઈ જીંજાળા, ડાયાભાઈ ગુદરાસીયા, ભીમજીભાઈ કવાડ, મોહનભાઈ પરડવા, પરેશભાઈ કલસરીયા, મનુભાઈ બલદાણીયા તેમજ મનુભાઈ મક્વાણા તથા કાળુભાઈ કલસરીયા, મેરામણભાઈ ઘીવાળા, તેમજ બાબુભાઈ રામ , ચેરમેનશ્રી મનિષાબેન આહીર અને કોર્પોરેટર વર્ષાબેન બલદાણીયા તથા સુરત શહેર માંથી અને ગુજરાતના 300 આગેવાનો ઉપસ્થિત રહશે.

વધુમાં ઉમેર્યું હતું કે, સમારોહના સંપૂર્ણ ભોજન ખર્ચના દાતા તરીકે વરજાંગભાઈ રાણાભાઈ જીલરીયા પરીવાર દ્વારા દાન આપ્યું છે. આ સમારોહમાં નવયુગ્લોને આશિર્વાદ પાઠવવા 1,00,000(એક લાખ) કરતાં વધારે સમગ્ર ગુજરાત માંથી લોકો ઉપસ્થિત રહેવાના છે. જેમનું સંચાલન 4 હજાર સ્વયં સેવકો કરશે, આહીર સમાજના આ મંચના માધ્યમથી લગ્ન પ્રસંગની સાથે સામાજીક સમરસતા વધે અને સમાજ સંગઠિત બની 21મી સદીમાં ઉત્તરોતર પ્રગતિ કરે તેમના માટે અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

સામજીક સમારોહના માધ્યમથી મધ્યમ વર્ગના પરીવારો ખોટા ખર્ચ બંધ કરી આવનારી પેઢીને શિક્ષિત બનાવી સમાજની ભાવી પેઢીનાં ઘડતર માટે બચત કરેલ પૈસા વાપરી સદઉપયોગ કરવા સમાજનાં આગેવાનો દ્વારા આહવાન કરવામાં આવશે.

બ્લડ ડોનેશન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પનું પણ આયોજન

આ કાર્યક્રમમાં બ્લડ ડોનેશન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આહીર સમાજના 200 થી વધુ ડોક્ટરો હાજર રહી કેમ્પ ને સફળ બનાવશે, સાથે સાથે પર્યાવરણ જાગૃતી અભિયાન, તેમજ જળ એજ જીવનના સુત્રને સાર્થક કરવાં અનેક વિધ કાર્યક્રમો કરવમાં આવી રહ્યા છે.

સમૂહલગ્ન મહોત્સવ દ્વારા જન જાગૃતી લાવી, સમાજમાં શિક્ષણનો વ્યાપ મળે, કન્યા કેળવણી ક્ષેત્રે જાગૃતિ આવે અને ઉચ્ચ શિક્ષણમાં પણ સમાજની યુવા પેઢી આગલ વધે તેના માટે સમાજના આગેવાનો દ્વારા હાકલ કરવામાં આવશે, તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર તમામ લોકો માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પવિત્ર શ્રાવણ માસ થી લઈ દશેરા સુધી માં જ 189 રજિસ્ટ્રેશન થયા છે. 31 વર્ષમાં આહીર સમાજે લગભગ 3500 દીકરીઓને પરણાવી હોય એમ કહી શકાય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button