ધ મિલેનિયમ સ્કૂલના ડિરેક્ટરો અને ફ્રેન્ચાઇઝીઓ વચ્ચે વિવાદ
![](https://divyagujarati.com/wp-content/uploads/2024/11/IMG-20241123-WA0002-scaled.jpg)
સુરત: સુરતના દાંડી રોડ પર છેલ્લા 12 વર્ષથી ચાલતી ધ મિલેનિયમ સ્કૂલના મેનેજમેન્ટે સારા અભ્યાસક્રમ માટે ફ્રેન્ચાઈઝી સાથે કરાર કર્યો હતો.એમાં ફ્રેંચાઈઝીએ અભ્યાસક્રમ વખતો વખત અપગ્રેડ કરવાની હતો તથા અન્ય સેવાઓ પૂરી પાડવાની હતી પરંતુ ફ્રેન્ચાઇઝી છેલ્લા બાર વર્ષથી કોઈ ફેરફાર કર્યા વિના માત્ર કન્સલ્ટન્સી ફી વસૂલી રહી હતી. આજે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને ફ્રેન્ચાઇઝી દ્વારા સ્કૂલ સંચાલકો પાસેથી ફી વસૂલવા માટે સ્કૂલ મેનેજમેન્ટ પર દબાણ કરવામાં આવી રહ્યું છે. મિલેનિયમ સ્કૂલ નામની હાલની સંસ્થા દ્વારા અમારી પ્રતિષ્ઠિત બ્રાન્ડના નામનો ગેરકાયદેસર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, આ સંસ્થાને અમારી બ્રાન્ડનો ઉપયોગ કરવાની મંજૂરી નથી. આ પ્રકારે ફ્રેન્ચાઇઝીના સીઈઓ દ્વારા મીડિયાને જણાવવામાં આવ્યું હતું
મિલેનિયમ સ્કૂલ સંચાલકોના સીઈઓ અમિત ગજ્જરે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે ફ્રેન્ચાઇઝીએ સ્કૂલ મેનેજમેન્ટ સાથેનો કરાર સામેથી સમાપ્ત કર્યો છે એવું તેઓ જણાવે છે પરંતુ એ સંદર્ભનો પત્ર વ્યવહાર અમને મળ્યો નથી સીઈઓ અમિત ગજ્જરે જણાવ્યું હતું કે છેલ્લા 12 વર્ષથી મેનેજમેન્ટ અને સારા શિક્ષણ અને સ્ટાફની પ્રતિષ્ઠાને કારણે શાળા સતત પ્રગતિ કરી રહી છે. બોર્ડના પરિણામમાં શાળાના વિદ્યાર્થીઓ પણ રેન્કર લિસ્ટમાં સ્થાન મેળવી રહ્યા છે.
ફ્રેન્ચાઈઝીએ શરૂઆતમાં શાળાને તેનો પોતાનો અભ્યાસક્રમ અને પુસ્તકો અને શીખવાની પદ્ધતિ પૂરી પાડી હતી. છેલ્લા બાર વર્ષથી, ફ્રેન્ચાઇઝીઓ અભ્યાસક્રમ અને પુસ્તકોમાં કોઈ ફેરફાર કર્યા વિના માત્ર કન્સલ્ટન્સી ફી મેળવી રહ્યા હતા. આ વર્ષથી કંપની એ પોતાના અભ્યાસક્રમના બદલે પ્રાઇવેટ publication અને પુસ્તકો આપવાનું જણાવ્યું હતું એનો સ્કૂલ સંચાલકોએ વિરોધ કર્યો હતા
વાલીઓને અપીલ છે કે છેલ્લા બાર વર્ષથી શાળાના સંચાલકો અને શિક્ષકોની મહેનતનું સારું પરિણામ મળી રહ્યું છે. નિર્દેશકો વધુ સારા પરિણામો માટે સતત પ્રયત્નશીલ રહે છે. વાલીઓએ શાળા સંચાલકોમાં વિશ્વાસ જાળવી રાખવો જોઈએ.