સેમસંગ ઈન્ડિયા દ્વારા ‘સોલ્વ ફોર ટુમોરો 2024’ માટે વિજેતાઓ જાહેર
ટીમ ઈકો ટેક ઈનોવેટર દ્વારા કમ્યુનિટી ચેમ્પિયન એવોર્ડ અને ટીમ મેટલ દ્વારા એન્વાયર્નમેન્ટ ચેમ્પિયન એવોર્ડ જીત્યા
નવી દિલ્હી – સેમસંગ ઈન્ડિયા દ્વારા તેની ફ્લેગશિપ રાષ્ટ્રીય શિક્ષણ અને ઈનોવેશન સ્પર્ધા સોલ્વ ફોર ટુમોરો 2024ની 3જી આવૃત્તિ માટે ઈકો ટેક ઈનોવેટર અને મેટલને વિજેતી ટીમો તરીકે જાહેર કરી હતી. આસામના ગોલાઘાટની ઈકો ટેક ઈનોવેટરને સ્કૂલ ટ્રેકમાં કમ્યુનિટી ચેમ્પિયન અને કર્ણાટકના ઉડુપીની મેટલને યુથ ટ્રેકમાં એન્વાયર્નમેન્ટ ચેમ્પિયન જાહેર કરાઈ હતી, જે મુખ્ય ભારતીય શહેરોની બહાર કાર્યક્રમની કેટલી વ્યાપક પહોંચ છે તે દર્શાવે છે.
ઈકો ટેક ઈનોવેટર દ્વારા બિન-ચેપી પીવાના પાણીને સમાન પહોંચનો વિચાર વિકસાવ્યો હતો, જેને પ્રોટોટાઈપની પ્રગતિ માટે રૂ. 25 લાખની સીડ ગ્રાન્ટ પ્રાપ્ત થઈ હતી, જ્યારે મેટલ દ્વારા ભૂજળમાંથી આર્સેનિક દૂર કરવા ટેકનોલોજી વિકસાવી હતી, જેને આઈઆઈટી- દિલ્હી ખાતે ઈન્ક્યુબેશન માટે રૂ. 50 લાખની ગ્રાન્ટ પ્રાપ્ત થઈ હતી. સેમસંગ સાઉથવેસ્ટ એશિયાના પ્રેસિડેન્ટ અને સીઈઓ જેબી પાર્ક તેમ જ ભારતમાં યુનાઈટેડ નેશન્સ રેસિડેન્ટ કોઓર્ડિનેટર શોમ્બી શાર્પને હસ્તે આ ટીમોને પ્રમાણપત્રો અને ટ્રોફીઓ એનાયત કરાયા હતા.
ઉપરાંત કમ્યુનિટી ચેમ્પિયનની સ્કૂલને શિક્ષણમાં મદદરૂપ થવા અને સમસ્યા ઉકેલવાની વિચારધારાને પ્રોત્સાહન આપવા માટે સ્માર્ટ ડિસ્પ્લે ફ્લિપ 75’’, ફ્રીસ્ટાઈલ પ્રોજેક્ટર અને 10 ગેલેક્સી ટેબ એસ10+સહિત સેમસંગની પ્રોડક્ટો પ્રાપ્ત થશે. આ જ રીતે એન્વાયર્નમેન્ટ ચેમ્પિયનની કોલેજને સોશિયલ એન્ટરપ્રેન્યોરશિપને પ્રમોટ કરવા માટે સ્માર્ટ ડિસ્પ્લે ફ્લિપ 75’’, ફ્રીસ્ટાઈલ પ્રોજેક્ટર અને 10 ગેલેક્સી બુક 4 પ્રો લેપટોપ્સ પ્રાપ્ત થશે.
દરેક 10 ટીમને રૂ. 1 લાખ પ્રાપ્ત થશે ત્યારે દરેક સભ્યોને પ્રમાણપત્રો પ્રાપ્ત થશે. ઉપરાંત સ્કૂલ ટ્રેકના સહભાગીઓને ગેલેક્સી વોચ અલ્ટ્રા પ્રાપ્ત થશે, જ્યારે યુથ ટ્રેકના સહભાગીઓને ગેલેક્સી ઝેડ ફ્લિપ 6 પ્રાપ્ત થશે. ફ્લેગશિપ સીએસઆર પ્રોગ્રામ સેમસંગ સોલ્વ ફોર ટુમોરોનું લક્ષ્ય અસલ જીવનના મુદ્દાઓ ઉકેલવા દેશના યુવાનોને સશક્ત બનાવવાનું અને તેમના નાવીન્યપૂર્ણ વિચારો સાથે લોકોના જીવનમાં પરિવર્તન લાવવાનું છે.
“સમસંગમાં અમને ‘સોલ્વ ફોર ટુમોરો’ની આ વર્ષની આવૃત્તિના સર્વ સહભાગીઓ દ્વારા દર્શાવવામાં આવેલા ઈનોવેશન અને ક્રિયેટિવિટી માટે બેહદ ગૌરવની લાગણી થાય છે. અમારી ફ્લેગશિપ સીએસઆર પહેલ થકી અમે યુવાનોને તેમના સમુદાયો અને વાતાવરણમાં અમુક સૌથી મોટા પડકારોને પહોંચી વળવા તેમને જરૂરી ટૂલ્સ, મેન્ટરશિપ અને તકો પૂરાં પાડીને યુવા મનને સશક્ત બનાવવાનું અમારું લક્ષ્ય છે. ઈકો ટેક ઈનોવેટર અને મેટલની સિદ્ધિ ટેકનોલોજી અને ઈનોવેશન થકી અર્થપૂર્ણ પ્રભાવો નિર્માણ કરવા ભાવિ પેઢીની સંભાવનાઓ દર્શાવે છે. અમે આ યુવા ઈનોવેટર્સના વિચારો જીવંત થાય અને કાયમી ફરક લાવે તે જોવા માટે ઉત્સુક છીએ,’’ એમ સેમસંગ સાઉથવેસ્ટ એશિયાના પ્રેસિડેન્ટ અને સીઈઓ જેબી પાર્કે જણાવ્યું હતું.