સેમસંગ દ્વારા ભારતમાં ફેસ્ટિવ સીઝનને ધ્યાનમાં રાખીને ગેલેક્સી S, M અને F સિરીઝ પર વિશેષ ઓફરો જાહેર
ગુરુગ્રામ, ભારત, 23મી સપ્ટેમ્બર, 2024 – ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે ચુનંદા ફ્લેગશિપ ગેલેક્સી S, M અને F સિરીઝ સ્માર્ટફોન્સ પર અગાઉ ક્યારેય જોઈ નહીં હોય તેવી કિંમતો જાહેર કરવામાં આવી છે. આ વિશેષ કિંમતોને કારણે ગ્રાહકો સંબંધિત ગેલેક્સી સ્માર્ટફોન્સ તેના લોન્ચના સમયે જે કિંમતે ઉપલબ્ધ હતા તે જ ઉત્તમ કિંમતો વસાવી શકશે.
ગેલેક્સી S23 FE અને ગેલેકસી S23
ગેલેક્સી S23FEની મૂળ કિંમત રૂ. 54,999 છે, જે ફક્ત રૂ. 27,999માં મળશે. આ જ રીતે ગેલેક્સી S23ની મૂળ કિંમત રૂ. 74,999 હોઈ હવે તે ફક્ત રૂ. 37,999માં મળશે.
ગેલેક્સી S23 FE કાઉન્ટરપોઈન્ટ રિસર્ચ અનુસાર રૂ. 30,000થી વધુમાં બારતમાં નંબર એક વેચાતા એન્ડ્રોઈડ સ્માર્ટફોન છે. અગાઉ આ વર્ષે સેમસંગ દ્વારા મોબાઈલ AIની વ્યાપ્તિ વધુ વધારવા માટે ઘડવામાં આવેલા ગેલેક્સી S23 અલ્ટ્રા, ગેલેક્સી S23 અને ગેલેક્સી S23 FE સહિત વધુ ગેલેક્સી ડિવાઈસીસ પર ગેલેક્સી AI ફીચર્સ રજૂ કરવાની ઘોષણા કરી છે. ગેલેક્સી AI ફીચર્સની રજૂઆત સાથે ગેલેક્સી S23 અલ્ટ્રા, ગેલેક્સી S23 અને ગેલેક્સી S23 FEના ઉપભોક્તાઓ સર્કલ ટુ સર્ચ, લાઈવ ટ્રાન્સલેટ અને નોટ આસિસ્ટ વગેરે સહિત અનેક ફીચર્સનો લાભ લઈ શકશે. ગેલેક્સી ઈકોસિસ્ટમમાં ગેલેક્સી AIનું વ્યાપક અખંડીકરણ AI-સપોર્ટેડ મોડેલ્સ પર દિવસ- દર- દિવસના ટાસ્ક્સમાં ઉપભોક્તા અનુભવને આસાન બનાવીને કાર્યક્ષમતાનો નવો સ્તર પ્રેરિત કરશે.
ગેલેક્સી S23FE 3x ઓપ્ટિકલ ઝૂમ સાથે ફ્લેગશિપ પ્રો-ગ્રેડ નાઈટોગ્રાફી કેમેરા સાથે આવે છે અને ઉત્તમ અને વિશ્વસનીય કામગીરી માટે એપિક 4nm ચિપસેટ દ્વારા પાવર્ડ છે, જે ખૂબી એપિક અનુભવો માટે આધાર છે. દીર્ઘ ટકાઉ 4500mAh બેટરી ફક્ત 30 મિનિટમાં 50 ટકા સુધી ચાર્જિંગ કરીને ઊર્જા સંવર્ધન કરવા માટે જ્ઞાનાકાર રીતે સંવર્ધન થાય છે.
ગેલેક્સી S23 સંપૂર્ણ નવા કેમેરા ફીચર્સ સાથેનું એપિક ડિવાઈસ છે, જેમાં ઓછા પ્રકાશમાં નાઈટોગ્રાફી ક્ષમતાઓ, અતુલનીય બારીકાઈ સાથે ફોટોઝ માટે 50MP એડપ્ટિવ પિક્સેલ સેન્સર તેમ જ AI સ્ટીરિયો ડેપ્થ મેપ સાથે એડવાન્સ્ડ પોર્ટેઈટ ફોટોઝનો સમાવેશ થાય છે. તે સેમસંગ માટે ઓપ્ટિમાઈઝ્ડ ગેલેક્સી માટે સ્નેપડ્રેગન® 8 Gen 2 મોબાઈલ પ્લેટફોર્મ સાથે ગ્રાહકોને ગેલેક્સીમાં આજ સુધીનો સૌથી ઝડપી અને શક્તિશાળી પરફોર્મન્સ પ્રદાન કરે છે.