બિઝનેસ

ટ્રાન્સ યુનિયન સિબિલએ તેનામલ્ટી-સિટી ‘એમએસએમઈ કોન્ક્લેવઃએને બલિંગ ક્રેડિટ ફોર ડેવલપિંગ ભારત’નું આયોજન કર્યું

સુરત: ટ્રાન્સ યુનિયન સિબિલએ ​અમદાવાદમાં તેના મલ્ટી-સીટી એમએસએમઈ કોન્ક્લેવઃ એનેબલિંગ ક્રેડિટ ફોર ડેવલપિંગ ભારતનું આયોજન કર્યું હતું. ગુજરાતમાં એમએસએમઈ ક્ષેત્રને લોન, સૌથી વધુ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગર જેવા શહેરોમાં આપવામાં આવી છે.

ટ્રાન્સ યુનિયન સિબિલ એમએસએમઈ કોન્ક્લેવ, રોજગારી પૈદા કરતા, પ્રાદેશિક વિકાસ ને પ્રોત્સાહન આપતા, આવકના તફાવત ને દૂર કરી અને નવીનતા અને સાહસિકતા ને પ્રોત્સાહિત કરી ને દેશના કુલ સ્થાનિક ઉત્પાદની વૃદ્ધિમાં મહત્વ પૂર્ણ યોગદાન આપતા એમએસએમઈ ક્ષેત્રના મહત્વને રેખાંકિત કરે છે. તેનો ઉદ્દેશ, એમએસએમઈ ને સરળતાથી ધિરાણ મળી રહે તે માટે સમગ્ર દેશમાં એમએસએમઈ ને ધિરાણ આપતી નાણાંકીય સંસ્થાઓને આંતર દૃષ્ટિ અને માહિતી અને વિશ્લેષણાત્મક ઉકેલોની ગહન સમજણ પ્રદાન કરવાની સાથે એમએસએમઈ ક્રેડિટ પોર્ટફોલિયોની સ્થિર વૃદ્ધિ સુનિશ્ચિત કરવાનો છે.

આ કોન્ફરન્સમાં મુખ્ય ભાષણ રત્ના ફીનના સીઈઓ  માલવ દેસાઈ એ આપ્યું હતું. વધુમાં, MAS ફાઇનાન્શ્યલ સર્વિસીસ ના ડાયરેક્ટર શ્રી ધવનિલ ગાંધી દ્વારા વિશેષ ભાષણ આપવામાં આવ્યું હતું. આ ક્ષેત્રની બેંકો અને ધિરાણ સંસ્થાઓના વરિષ્ઠ અધિકારીઓ એ કોન્ક્લેવમાં હાજરી આપી હતી.

ગુજરાતમાં એમએસએમઈ ને ધિરાણ આપવામાં અગ્રણી છે ખાનગી ક્ષેત્રની બેંક

ગુજરાતમાં એમએસએમઈ ને સૌથી વધારે ધિરાણ ખાનગી ક્ષેત્રની બેંકો પૂરું પાડે છે, જેને જૂન2024 ના રોજ પૂરા થતા ત્રિમાસ માં કુલ ધિરાણમાં 36% યોગદાન આપ્યું હતું. વિતરિત કરવામાં આવેલી મોટા ભાગ ની લોન ઉત્પાદન ક્ષેત્રને આપવામાં આવેલી હતી, જે 24% હતી, જેમાં અન સિક્યોર્ડ લોન, રાજ્યમાં વિતરિત કરાયેલ કુલ એમએસએમઈ લોનની 26% જેટલી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button