સુરત
મોટા વરાછામાં અમોરા આર્કેડમાંથી ૧૫ મીનીટમાં લેંઘા ચોલીના ૬૯ પાર્સલ ચોરાયા
સુરત : મોટા વરાછા વિસ્તારમાં આવેલ અમોરા આર્કેડમાં ડિલિવરી બોય પાર્સલ આપવા માટે ગયો હતો. આ દરમિયાન ગ્રાઉન્ડ ફલોર ઉપર તેમણે પોતાની પાસેના બીજા અોર્ડરના પાર્સલ મૂકી રાખ્યા હતા. ડિલિવરી બોય માત્ર ૧૫ મિનિટમાં પાર્સલ આપી પરત આવ્યો ત્યાં સુધીમાં અજાણ્યો ચોર ઇસમ લેંઘા ચોલીના ૬૯ પાર્સલોની ચોરી કરી ફરાર થઇ ગયો હતો. જેથી ભોગ બનનાર ડિલિવરી બોયઍ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
લીંબાયત મારુતિ ચોક પાસે આવેલ મહા ભુનગર સોસાયટીમાં રહેતો શેખ અબ્દુલ કલામ શેખ અબ્દુલહમીદ અોનલાઇલ ડીલેવરીનું કામ કરે છે.
ગત તારીખ ૨૪/૧૧/૨૦૨૩ ના રોજ અબ્દુલ બપોરે ૧.૩૦ વાગ્યાના અરસામાં મોટા વરાછા વિસ્તારમાં આવેલ મૌની સ્કુલની બાજુમાં અમોરા આર્કેડમાં પાર્સલ ડિલિવરી કરવા માટે ગયો હતો. આ દરમિયાન અબ્દુલે તેની પાસેના અન્ય ડિલિવરીના પાર્સલ અમોરા આર્કેડમાં ગ્રાઉન્ડ ફલોર ઉપર મૂકી રાખ્યા હતા. આ તકનો લાભ ઉઠાવી અજાણ્યા ચોર ઇસમે ૧.૩૦થી ૧.૪૫ વાગ્યાના અરસામાં અબ્દૂલના લેન્ઘા-ચોલીના ૬૯ પાર્સલોની ચોરી કરી પલાયન થઇ ગયો હતો.
માત્ર ૧૫ મિનિટમાં પાર્સલની ડિલિવરી આપી અબ્દુલ પરંત આવતા ઍના પાર્સલો ચોરાયાની જાણ થઇ હતી. જેથી આખરે આ મામલે તેમણે ઉતરાણ પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે રૂપિયા ૪૮,૩૦૦ મત્તાની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.