
સુરત: ભારત વિકાસ પરિષદ, સુરત શાખા દ્વારા ગુરુવંદન – છાત્ર અભિનંદનનો ચાર દિવસીય કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પ એટલા માટે ખાસ ખાસ હતો કારણ કે સુરત શહેરના ચાર ઝોનમાં, વિકલાંગ બાળકોને કોઈપણ ક્ષેત્રમાં તેમની સિદ્ધિઓ બદલ પ્રમાણપત્રો અને નોટબુક-સ્ટેશનરી આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ખાસ તાલીમ મેળવનારા શિક્ષકોને તેમની અથાક મહેનત બદલ પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
અધ્યક્ષ ભાવેશ ઓઝાએ જણાવ્યું હતું કે દિવ્યાંગ બાળકો સાથે વિતાવેલા ચાર દિવસ જીવનભર એક અવિસ્મરણીય અનુભવ રહેશે. તેમણે એમ પણ કહ્યું કે શિક્ષણ એ એકમાત્ર એવો વ્યવસાય છે જે બધા વ્યવસાયોનું સર્જન કરે છે.મનીષા ચૌહાણ, મનીષા પટેલ, કિરીટ પંડ્યા, શ્રીનિવાસ સુત્રવે બાળકો સાથે રમીને અને નૃત્ય કરીને તેમને ખૂબ હાસ્ય આપ્યું અને બાળકોના માતાપિતાને ખાસ પરેન્ટ્સ ટિપ્સ પણ આપી.
ચારેય ઝોનના યુઆરસી અને સીઆરસી સભ્યોએ ખાસ હાજરી આપી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે કાર્યક્રમ સંયોજક શ્રીમતી દીપ્તિ ચાસિયાએ સખત મહેનત કરી હતી.