ગુજરાતસુરતહેલ્થ

૩ જૂન-વિશ્વ સાયકલ  દિન”  નિમિત્તે મેયર હેમાલીબેન બોઘાવાલાએ દર મહિને એકવાર સાયકલ ઘ્વારા ઓફિસ આવવા માટે સંકલ્પ કર્યો

સાયકલ પર ઘરેથી ઓફિસ આવતા સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓનું સન્માન કર્યું

સુરતઃ મીનીસ્ટ્રી ઓફ હાઉસીંગ અને અર્બન અર્ફેસ ઘ્વારા દેશના શહેરોમાં નોન – મોટરાઇઝડ વ્હીકલોને પ્રોત્સાહન આપવા અને શહેરોને સાયકલીંગ-ફ્રેન્ડલીં બનાવવા હેતુથી સ્માર્ટ  સિટીઝ  મિશન અંતર્ગત ” ઇન્ડિયા સાયકલ ફોર ચેન્જ” ચેલેન્જ લોન્ચ કરવામાં  આવેલ છે. સદર કેમ્પેઇનમાં પાઇલોટ માટે પસંદગી પામેલ કુલ ૮ શહેરોમાં સુરત શહેરનો પણ સમાવેશ કરવામાં આવેલ છે.

સુરત શહેરમાં  દિનપ્રતિદિન વધી રહેલ વસતીના કારણે ઉદૂભવતી ટ્રાફિકની સમસ્યાના  નિવારણ અર્થે,હવા અને ઘ્વનિ પ્રદુષણમાં ઘટાડો કરવાના હેતુથી તેમજ પર્યાવરણના સંરક્ષણ અને સ્વાસ્થ્યની જાળવણી કરવાના હેતુસર લોકોને સાયકલ ચલાવવાના અગણિત ફાયદા સમજાવવા આજરોજ  ”વિશ્વ સાયકલ  દિન”  નિમિત્તે મેયર  હેમાલી વધુમાં આજરોજ મેયર  હેમાલીબેન બોઘાવાલા સાથે આસી. સેક્રેટરી  સતીષ પટેલ, સેન્ટ્રલ ઝોનના પ્રથમ શ્રેણી કલાર્કશ્રી ચેતનાબેન અજીતકુમાર ઝવેરી, જન્મ મરણ  વિભાગના કલાર્ક  રવિ  નિતિનકુમાર ઠકકર, સેન્ટ્રલ ઝોનના પટાવાળા શ્રી મેહુલકુમાર ચુનીલાલ પટેલ, ઇન્કવાયરી  વિભાગના કલાર્ક  હિતેશ પરમાર સહિતના સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ પણ ઘરેથી સુરત મહાનગરપાલિકાની કચેરી સુઘી આવ્યા હતા.

સુરત મહાનગરપાલિકાના આસી. સેક્રેટરી  સતીષ પટેલ અને સેન્ટ્રલ ઝોનના પ્રથમ શ્રેણી કલાર્કશ્રી ચેતનાબેન અજીતકુમાર ઝવેરીએ જયારથી સુરત મહાનગરપાલિકામાં ફરજ પર હાજર થયા ત્યારથી જ દરરોજ સાયકલ પર સુરત મહાનગરપાલિકાની કચેરીએ આવે છે. તેઓ સહિત ઉપરોકત તમામ કર્મચારીઓ પણ છેલ્લાં ઘણાં સમયથી પોતાના ઘરેથી સુરત મહાનગરપાલિકાની કચેરીએ સાયકલ પર આવીને લોકો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે.

આજરોજ ”વિશ્વ સાયકલ  દિન”  નિમિત્તે સુરત મહાનગરપાલિકાના આ તમામ કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા મેયર  હેમાલીબેન બોઘાવાલાએ તેઓનું રામમંદિરની પ્રતિકૃતિ આપીને સન્માન કર્યું હતું. વધુમાં આજરોજ માન.મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલાએ દર મહિને એકવાર સાયકલ ઘ્વારા ઓફિસ આવવા માટે સંકલ્પ કર્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button