
સુરતઃ આહીર સમાજ સેવા સમિતિ સુરત દ્વારા આજરોજ 30 મો સમૂહલગ્ન સમારોહ યોજાયો હતો. સુરત પર્વત પાટીયા ખાતે આયોજિત આ ભવ્ય સમૂહલગ્નમાં લાકહોની સંખ્યામાં સમાજના વડીલોએ હાજર રહી 255 દિકરીઓને આશીર્વાદ આપ્યા હતા. એટલું જ નહિ પણ આ સમુહલગ્નના અતિથિ એવા ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ હાજરી આપી તમામ દીકરીઓ ને આશીર્વાદ આપ્યા હતા.
પ્રદેશ મંત્રી રઘુભાઈ હુંબલ, કેબીનેટ મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પુનમબેન માડમ, ગ્રુહમંત્રી હર્ષભાઈ સંઘવી, તેમજ આહીર સમાજ ના ભામાશા નટુભાઈ ભાટુ, હરિભાઈ નકુમ, વરજાંગભાઈ જીલરીયા તેમજ ભીમશીભાઈ ભાટુ,ભીમજીભાઈ કવાડ, વેજાભાઈ રાવલીયા, તેમજ ધારાસભ્યશ્રીઓ, સમાજ પ્રમુખ આર.એસ.હડિયા સાહેબ, શિક્ષ્ણ મંત્રી પ્રફુલભાઈ , ચેરમેન મનિષાબેન આહીર તેમજ ગુજરાત ભરમાંથી 300 થી વધુ આગેવાનો આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.
જીતુભાઇ કાછડ (સુરત આહિર સમાજ સેવા સમિતિ પ્રમુખ) એ જણાવ્યું હતું કે, આ સમારોહનાં સંપૂર્ણ ભોજન ખર્ચના દાતા મગનભાઈ મથુરભાઈ જીંજાળા ભવ્ય ડેવલોપર્સ જેમનું વિશેષ સન્માન કરી સમાજને એક સંદેશો આપ્યો છે. આહીર સમાજ નાં એક લાખ કરતાં વધારે લોકો આ કર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા એ સમાજની લાગણી અને એકતાનું પ્રતિક છે. જેને સામાજીક જાગ્રુતીનો શંખનાદ વગાડ્યો છે.
વધુમાં જણાવ્યું હતું કે, 255 દીકરી જે પ્રભુતામાં પગલાં માંડી રહ્યા છે એમને શુભેચ્છાઓ પાઠવી સમાજના ભગીરથ કાર્યમાં સહભાગી બને એવી અપીલ છે. આહીર સમાજે આજદિન સુધીમાં 3000 દીકરીઓ ના સમૂહ લગ્ન કરાવ્યા છે એઉ જ નહીં પણ દરેક દિકરીઓના ખાતામાં એક એવી રકમ જમા કરાવવામાં આવે છે જેનું તોટલ 30 વર્ષમાં 6 કરોડ થાય છે. આજના આ આયોજન પાછળ 510 પરિવારનો લગ્ન ખર્ચ બચાવ્યો છે જે રૂપિયા તમારા બાળકોને એજ્યુકેટેડ બનાવવા પાછળ ખર્ચ કરે એવી તમામ પરિવાર ને નમ્ર અરજ છે. આનંદ ની વાત એ છે એક અપીલ બાદ દાતાઓ ખુલ્લા હૃદયથી સમાજ સાથે જોડાય છે, આવતા વર્ષે પણ ભોજન દાતા નું હૃદય પૂર્વક સ્વાગત કરાશે.
સમાજની એક જ જાહેરાત છે 32માં સમૂહલગ્ન માં ભોજન દાતા તરીકે મોરારી બાપુની કથાનું આયોજન પરેશભાઈ ફફડાવાળાએ કરવાની જાહેરાત કરી છે જેનો આભાર વ્યક્ત કરીએ છીએ, 33 મા સમૂહ લગ્નના ભોજન ખર્ચના દાતા તરીકે ભીમજીભાઇ એ, 34 માં સમુહલગ્નના ભોજન ખર્ચના દાતા તરીકે મનુભાઈએ, 35 માં સમુહલગ્નના ભોજન ખર્ચ તરીકે મનુભાઈ મકવાણા એ જાહેરાત કરી સમાજને એક નવો સંદેશો આપ્યો છે જેમનો આહીર સમાજ તરફથી આભાર વ્યકત કરીએ છીએ.
વધુમાં જણાવ્યું હતું કે, આ સમૂહલગ્ન માં જોડાયેલ નવયુગલોના પરીવાર કે જે આર્થીક રીતે નબળા છે તેવા પરીવારની આર્થીક કરોડરજ્જુ ને મજબૂત કરવાનો આ ભાગીરથ પ્રયાસ કરતા રહીશું, સમૂહલગ્નમાં જે પરીવારો જોડાઈ રહ્યા છે તેઓ બેન્ડવાજા, બ્યુટી પાર્લર, વરઘોડા કાઢવા જેવા અનેક ખોટા ખર્ચા બંધ કરી બચત થયેલા રુપિયા પોતાના પરીવારના સંતાનો ના શિક્ષણ પાછળ ખર્ચ કરી સમાજની નવી પેઢીને શિક્ષિત-દિક્ષિત બનાવે તેવી અપીલ છે.
વધુમાં કહ્યું હતું કે, આ સમારોહ ને સફળ બનાવવાં આહીર સમાજ સેવા સમિતિના પ્રમુખ જીતુભાઈ કાછડ, ઉપપ્રમુખ ભુપતભાઈ કનાળા, મંત્રી રમેશભાઈ કવાડ, કો.ઓર્ડીનેટર બાલુભાઈ જજીંજાળા તેમજ ટ્રસ્ટી મંડળ તેમજ 4000 કરતાં વધારે નવયુવાનો સ્વયંસેવક તરીકે ફરજ બજાવી આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો એ તમામનો પણ આભાર વ્યક્ત કરવામાં આવે છે.