નાયક મરાઠા સમાજ સેવા સંઘ સુરત દ્વારા 27 મો સમૂહલગ્ન સોહળા યોજાયો
આ વર્ષે કુલ 11 કપલએ પ્રભુતામાં પગલાં પાડ્યા

સુરતઃ છેલ્લા 27 વર્ષથી સમૂહ લગ્ન યોજાય છે એ જ રીતે આ વર્ષે પણ નાયક મરાઠા સમાજ સેવા સંઘ સુરત દ્વારા 11 જોડીનો 27 મો સમૂહ લગ્ન સોહળા તારીખ 21 એપ્રિલ 2025 ના રવિવારના રોજ બદ્રીનારાયણ મંદિર વાળી જૂની સડક નદી કિનારા પાસે અડાજન સુરત ખાતે યોજાયો હતો.
આ સમારોહમાં સી.આર. પાટિલ ભારત સરકારના કેબિનેટ જળશક્તિ મંત્રી, ભરતશેઠ ગોગાવલે કેબિનેટ મંત્રી મહારાષ્ટ્ર સરકાર, મુકેશ દલાલ સુરત લોકસભાના સાંસદ , વિકાસશેઠ ગોગાવલે કોર કમિટી સદસ્ય મહારાષ્ટ્ર રાજ્ય યુવાસેના , જીગ્નેશભાઈ પાટીલ પ્રમુખ યુથ ફોર ગુજરાત, છોટુભાઈ પાટીલ માજી ભાજપ ઉપપ્રમુખ સુરત ભાજપ, મહાડ નગર પરિષદ ના માજી નગર અધ્યક્ષા સૌ સ્નેહલ જગતાપ, ટ્રાંસપોર્ટ કમિટી ચેરમેન સોમનાથ ભાઈ મરાઠે, સમાજ સેવક ડો ઇકે પાટીલ સહિતના મહાનુભાવો તેમજ સમાજના અગ્રણીઓ અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ વર્ષે કુલ 11 કપલએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ સમૂહ લગ્નમાં સમાજના લોકોએ ભેગા મળીને સમાજની એકતા દર્શાવી ઉજવણી કરી હતી. મહિલા મંડળની બહેનો અને યુવાનો મળીને કાર્યક્રમની વ્યવસ્થાનો કારભાર સમુપર્ણ વ્યસ્થિત અને શિસ્તબદ્ધ પાર પડાયો હતો.
સમૂહ લગ્નમાં સેવા અને સહયોગ આપનાર તમામ આગેવાનોનો નાયક મરાઠા સમાજ સેવા સંઘના પ્રમુખ અશોકભાઈ પોટે, સેક્રેટરી ગણેશભાઈ સાવંત, ખજાનચી પ્રદીપ મોરેએ તમામનો આભાર માન્યો હતો.
પ્રકાશ હેડાઊ સાહેબ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર સુરત મહાનગર પાલિકા, સંતોષ શંકર સનસ ટ્રસ્ટી, વસંત ભોંસલે કાર્યકારી પ્રમુખ, ચંદ્રકાંત નિંબાળકર, શ્રી સંતોષ શેડગે, સંજય દિવિલકર, પ્રવિણ મોરે, સંતોષ કદમ, રમેશ શિંદે એડવોકેટ એન્ડ નોટરી, રૂપેશ કોડાલકર, નિતીન પવાર, રાજેશ કદમ, દિપક શિંદે, ગણેશ ઠૂલે, મહેન્દ્ર કોડાલકર, સંપત ગાયકવાડ, વિકાસ કાલગુડે, બારકુ ગાયકવાડ, સભાજી મહાડીક, વસંત મોહીતે, સંજય મોરે રાયગઢ વાડી ગ્રામસ્થ મંડળ અધ્યક્ષ સુનિલ સાવંત, રાકેશ કડુ, અમર જંગમ, સચિન મોરે, દિનેશ દિપક શિંદે, જિતેન્દ્ર શેડગે, દિપક કદમ, સંપત તુકારામ કનોજે, સંતોષ જાધવ, મહાદેવ કનોજે, મનોજ ઠુલે, શ્રી સંતોષ બોરખડે, રાકેશ વાલેકર