૨૦૨૨ બજેટ-રીવ્યુ : ગ્રોથ કરનારું બજેટ, અર્થતંત્રને સતત ગતિશીલ રાખવાનું આયોજન
હાઉસિંગ સેક્ટરમાં 48,000 કરોડની જોગવાઈ કરી રીઅલ એસ્ટેટને બુસ્ટરડોઝ પૂરું પાડવામાં આવશે
સુરત: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિથારામને તેમનું ચોથું અને મોદી સરકારનું 7મુ બજેટ જાહેર કરીને અર્થતંત્રને સતત ધબકતું રાખવાના ભાવિ આયોજનો સ્પષ્ટ કરી દીધા છે. સીધા જ કેપિટલ એક્સ્પેન્ડિચર એટલે કે મૂડીગત ખર્ચ રૂ.7.5 લાખ કરોડ ખર્ચીને રોજગારી, અર્થતંત્ર અને માર્કેટને બુસ્ટર પૂરું પાડ્યું છે તેવો મત મ મહેતા વેલ્થ લિમિટેડના ચેરમેન & સીઆઈઓ કેયુરભાઈ મહેતાએ મત પુરાવ્યો છે.
કેન્દ્ર સરકારની સાત વર્ષથી અમલમાં લાવવામાં આવેલી પોલીસીને યથાવત રાખવામાં આવી છે. કેયુરભાઈ જણાવે છે કે, કેપિટલ એક્સ્પેન્ડિચર જે ગત વર્ષ દરમિયાન 5.5 લાખ કરોડ રાખ્યો હતો. તેમાં વધારો કરીને આ વખતે 7.5 લાખ કરોડ કરી દેવાયો છે. ધારોકે સરકાર આ જોગાવઇ અંતર્ગત રોડ બનાવે છે તો રોડ તૈયાર કરવાના તમામ મટીરીયલ બનાવતી સંસ્થાને કામ મળવાનું જ છે.
આ સાથે મેન પાવર પણ ઉપયોગમાં આવતાં તેમના હાથમાં પણ સીધા રૂપિયા આવશે. જેને તેઓ ખર્ચ કરશે એટલે પરોક્ષ રીતે તે રૂપિયા અર્થતંત્રમાં ફરશે. આમ, આ જોગાવઇ માર્કેટ, ઈકોનોમી અને રોજગારી માટે સારી છે.
આ વખતે ગ્રોથ રેટ 9.2% રહેવાનો છે
વધુમાં, આ વખતે ગ્રોથ રેટ 9.2% રહેવાનો છે. ત્યારે તેની સીધી અસર આવતાં વર્ષના ગ્રોથ રેટ પર 8% પ્લસ રૂપે રહેવાની છે. તે પણ ખુબ સારા સંકેત છે. વર્ષ 2005 થી 2008નો સમયગાળો એવો હતો કે જેમાં ગ્રોથ 8% પ્લસ રહ્યો હતો. આ સાથે માર્ચ-2022માં એલઆઈસીનો IPO જાહેર થવા જઈ રહ્યો છે. જેનાથી આશા એવી છે કે માર્કેટનું સેન્ટિમેન્ટ સારું રહે. બજેટમાં એવી કોઈ જાહેરાત નથી કે જે તેને અસર કરે.
સરકારનું હાઉસિંગ સેક્ટરમાં સીધા રૂપિયા 48,000 કરોડ નાખવાની તૈયારી
સૌથી અગત્યનું પગલું સરકારનું હાઉસિંગ સેક્ટરમાં સીધા રૂપિયા 48,000 કરોડ નાખવાની તૈયારી છે. ગયા વર્ષે 25-27 હજાર કરોડ નાખવાનો અંદાજ હતો જેની સામે ખરેખર 58 હજાર રોકાણ થયા હતા. સરકાર PM આવાસ યોજના અંતર્ગત ખુબ સારું રોકાણ કરે છે. જે રીયલ એસ્ટેટ સેકટર માટે ખુબ સારું છે.
એક નેગેટિવ કહી શકાય તેવી જોગાવઇ એ છે કે, હાલનો યુવા વર્ગ જેમાં રોકાણ કરે છે. તેના પર સીધો જ 30% કર નાખી દીધો છે. જેમાં કોઈ ખર્ચ બતાવીને કે પછી ચાલુ વર્ષે લોસ બતાવીને પણ તેમાંથી છટકી શકાય તેમ નથી.
કેયુરભાઈ મહેતા – ચેરમેન & સીઆઈઓ, મહેતા વેલ્થ લિમિટેડ