સુરત

કલરવના ૧૧૨૫ સભ્યોએ સુરતમાં જીવંત કર્યું અયોધ્યા

સુરતઃ સમગ્ર દેશમાં જેની લહેર છે એવા ભગવાન રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ઉપલક્ષ્યમાં કલા સંસ્થા કલરવે રામજી કી નિકલી સવારી એ શીર્ષકથી ગીતસંગીતના સથવારે એક સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ કરી એક સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ કરી અંતે મહાઆરતી નો તાદશ અદભૂત અનુભવ કરાવ્યો હતો. સમગ્ર ઓડીટોરીયમ ભાવવિભોર થયું.

જ્યારે સમગ્ર દેશ રામમય થઈ રહેલ છે ત્યારે નવો ચીલો પાડવા જાણીતું કલરવ ગ્રુપ એક નવતર આયોજન લઈને આવ્યું. હજાર જેટલા રસિકોની હાજરીમાં “ રામજી ની નીકલી સવારી “ આ કાર્યક્રમ ડો રઈશ મનીયાર અને એમના સંગીતવૃંદના સથવારે જીવંત ઉજવણી કરી સૂરત શહેરે સમગ્ર ભારતમાં જુદી જ ભાત પાડતો યાદગાર પ્રસંગ ઉજવયો હતો . કાર્યક્રમમાં રામ ભક્તિ ઉપરાંત દેશભક્તિ દેશની સંસ્કૃતિ દેશના ઉત્સવ અને દેશના આધ્યાત્મિક વારસા વિશે સુંદર વાતો ડોક્ટર રઈશ મણીયારે વણી લીધી હતી.

મંચ પર સજાવાયેલા રામ દરબાર ની પૂજા અનિલ અગરવાલ , અંકુર અગરવાલ ,  મહેન્દ્રસિંહ ચોહાણ , વિજય અને રુપલ મહેતા અને ડો આશિષ નાયક અને શ્રીમતિ મોના નાયક અને ડો દક્ષેશ ઠાકર જેવા અગ્રણીઓએ કરી હાર પહેરાવ્યાં હતા. દર્શના બેન શાહ ૪૦૦ વર્ષ જુનુ હસ્ત લિખિત રામાયણ દર્શન અને પૂજન માટે લાવ્યા હતા. ધાર્મિક ગીતો , દેશ ભક્તિના ગીતો , ૫૦૦૦ વર્ષ ના ભારતીય સંસ્કૃતિ નો ઈતિહાસ , જુદા જુદા રાજ્યો , ઉત્સવો , લોકગીતો નો સમન્વય એટલે રામજીનકી નીકલી સવારી .

મહા આરતીમા સીમાબેન નંદુભાઈ પારેખ , ડો પૂર્વી અને દેવાંગ દેસાઇ , સ્વાતિ અને પ્રશાંત દેસાઈ , ડો દિપ્તી અને ડો દિપક પટેલ , ડો યામીની પટેલ , ડો વિનોદ શાહ , ડો હિરલ અને ડો એકતા શાહ , ડો જગદીશ જરીવાલા , ડો શશાંક અને ડો મીતા પાસવાલા , ડો દિપક અને ઈલા તોરાવાલા ,શ્રી સુનિલભાઈ અને શશી ભૂખણવાલા ડો મિતાલી અને ડો નિતિન ગર્ગ , ડો મુકુંદ કારીયા , ડો જયપ્રકાશ ગુપ્તા , ડો જયેન્દ્ર અને પારુલ કાપડિયા , ડો હિતેન્દ્ર અને દક્ષા મોદી , યોગેશ પારેખ , તેમજ અસગરભાઈ સાંચાવાલા અને રઈશભાઈ તથા ગાયક ટીમે ભાગ લીધો હતો.

આરતી વખતે દીવા તેમજ મોબાઈલની લાઈટોથી હોલ ઝળહળી ઉઠયો હતો, આકાશ માંથી થતી પુષ્પ વર્ષા અલૌકિક દર્શન અને ભાવની અનૂભૂતિ કરાવી ગયા. દિનેશ પટેલ , અનિલ સોલંકી અને બીજા મિત્રની મદદ સુંદર રહી. પ્રોગ્રેસીવ પ્રેસ તરફથી રામચંદ્ર ભગવાનનો અયોધ્યા મંદિર સાથેનો ફોટો ખૂબ જ વખણાયો . દરેક પ્રેક્ષકોને પ્રસાદમાં નિર્મલ હોસ્પિટલ તરફથી મોતીચૂર ના લાડુ તેમજ વિપુલ ગ્રુપ તરફથી જયશ્રી રામના ખેસ તથા સૌ સભ્યો ને પારુલબેન કાપડીઆ તરફથી દીવા આપવામા આવ્યા હતા.

સમગ્ર કાર્યક્રમને રાતદિવસ એક કરી ડો વિનોદ શાહ , નીતીન ગર્ગ અને યોગેશ પારેખ તથા કલરવ ની સમગ્ર ટીમને સભ્યોએ એક જ અવાજે બિરદાવી હતી . રઈશ મણિયારનુ સંચાલન મંત્રમુગ્ધ કરનારું રહ્યું. આમ એક નવતર આયોજન દ્વારા સુરતની કલરવ સંસ્થાએ સમગ્ર ભારતમાં એક નવી પહેલ કરીને સુરતની શાન વધારી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button