રુ.૧૬,000 કરોડના વિસ્તરણની પ્રતિબદ્ધતા સાથે વિઝિંજામ ઇન્ટરનેશનલ સીપોર્ટનો આગામી વિકાસ તબક્કામાં પ્રવેશ
વિઝિંજામના સંચાલનના આરંભિક પ્રદર્શને ભારતમાં ઊંડા પાણીના બંદરો માટેના સિમાચન્હને પુનઃ વ્યાખ્યાયિત કર્યા

તિરુવનંતપુરમ, ૨૫ જાન્યુઆરી ૨૦૨૬: ભારતની સૌથી મોટી સંકલિત બંદરો અને લોજિસ્ટિક્સ કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ) દ્વારા રુ.૧૬,000 કરોડના રોકાણના સંકલ્પની ઘોષણા બાદ વિઝિંજામ ઇન્ટરનેશનલ સીપોર્ટ વૃદ્ધિના નિર્ણાયક નવા તબક્કામાં પ્રવેશ કરવા માટે સજ્જ છે.
ડિસેમ્બર ૨૦૨૪ માં બંદર દ્વારા વ્યાપારી કામગીરી શરૂ કરવામાં આવી ત્યારથી સ્થાપિત મજબૂત કાર્યકારી પાયા પર આજે કરાયેલી આ ઘોષણા આધારિત છે જે ભારતના સૌથી વ્યૂહાત્મક રીતે સ્થિત દરિયાઈ પ્રવેશદ્વારોમાંના એક ખાતે માળખાગત સુવિધાઓમાં નોંધપાત્ર વધારો થવાનો નિર્દેશ કરે છે.
આ પ્રસંગે ટિપ્પણી કરતા, કેરળના મુખ્યમંત્રી શ્રી પિનરાયી વિજયને કહ્યું હતું કે ભારતીય બંદરોને સેવા આપતા રાષ્ટ્રીય ટ્રાન્સશિપમેન્ટ ટર્મિનલ તરીકે કામગીરી શરૂ કરનાર વિઝિંજામ બંદરના સંપૂર્ણ વિકાસ પછી આંતરરાષ્ટ્રીય ટ્રાન્સશિપમેન્ટ હબ બનવા સાથે વિઝિંજામ આફ્રિકા અને મધ્ય પૂર્વમાં બંદરોને સેવા આપતું આંતરરાષ્ટ્રીય ટ્રાન્સશિપમેન્ટ હબ પણ બનતા આપણું વિઝિંજામ બંદર વૈશ્વિક દરિયાઈ વેપાર નકશા પર ખૂબ જ મહત્વનું કેન્દ્ર બનશે.
આ પ્રસંગે અદાણી પોર્ટ્સ અને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન લિ.ના મેનેજિંગ ડિરેક્ટર શ્રી કરણ અદાણીએ જણાવ્યું હતું કે આ પ્રકલ્પ સહકારી સંઘવાદનું એક મજબૂત દ્રષ્ટાંત છે. દ્રષ્ટિ, અમલીકરણ અને ભાગીદારી એકસાથે આવે છે ત્યારે શું શક્ય છે તે ઉલ્લેખનીય ટૂંકા ગાળામાં વિઝિંજમે દર્શાવ્યું છે અદાણીએ કહ્યું હતું કે માત્ર ૧૫ મહિનાના વ્યાપારી કામકાજમાં દસ લાખ TEU નું સંચાલન કરનાર તે સૌથી ઝડપી ભારતીય બંદર બનવા સાથે કેરળને શિપિંગના વૈશ્વિક નકશા પર મજબૂત રીતે સ્થાન આપ્યું છે. આરંભિક માન્યતાને અવિરત કામગીરીના પ્રદર્શન મારફત મજબૂત બનાવવામાં આવી છે.
પ્રારંભિક રેમ્પ-અપ તબક્કા સહિત કામગીરીના માત્ર એક વર્ષથી વધુ નજીવા સમયમાં વિઝિંજમે શ્રેણીબદ્ધ રાષ્ટ્રીય સીમાચિહ્નોએ મૂકવા સાથે તેને આ પ્રદેશના સૌથી અદ્યતન ઊંડા પાણીના કન્ટેનર બંદરોમાં સ્થાન આપ્યું છે. ભારતના દક્ષિણ કિનારે એક મહત્વપૂર્ણ ટ્રાન્સશિપમેન્ટ ગેટવે તરીકે ઝડપથી ઉભરી આવેલું આ બંદર તેની પ્રાકૃતિક ઊંડાઈ અને મુખ્યત્વે પૂર્વ-પશ્ચિમ શિપિંગ લેનની નિકટતાનો લાભ મેળવે છે.
આ સમયગાળામાં વિઝિંજામ દસ લાખ ટ્વેન્ટી-ફૂટ ઇક્વિવેલેન્ટ યુનિટ્સ (TEUs) નું સંચાલન કરનાર સૌથી ઝડપી ભારતીય બંદર બનવા ઉપરાંત વિક્રમ સમયમાં આ સીમાચિહ્ન હાંસલ કર્યું છે. આ બંદરે ૧૦ મહિનામાં વાર્ષિક ક્ષમતાના દસ લાખ TEUs ને પાર કર્યા અને તેના પ્રથમ વર્ષમાં ૬૧૫ જહાજો અને ૧.૩૨ મિલિયન TEUsનું સંચાલન કર્યું છે. ડિસેમ્બર ૨૦૨૫માં ૧.૨૧ લાખ TEUs નો સૌથી વધુ માસિક થ્રુપુટ નોંધાવીને ભારતના દક્ષિણ અને પૂર્વ કિનારા પર શિરમોર પ્રદર્શન કરનારા બંદર તરીકે પણ સ્થાન મેળવ્યું છે.
વિઝિંજામની આરંભિક સફળતાની એક નિર્ણાયક લાક્ષણિક્તા વિશ્વના સૌથી મોટા કન્ટેનર જહાજોને હેન્ડલ કરવાની તેની ક્ષમતા છે. ડિસેમ્બર ૨૦૨૪ અને જાન્યુઆરી ૨૦૨૬ના સમયગાળામાં આ બંદરે ૩૯૯ મીટરથી વધુ લંબાઈ ધરાવતા ૫૦ થી વધુ અલ્ટ્રા લાર્જ કન્ટેનર વેસલ્સ (ULCVs) નું સંચાલન કર્યું છે. જેની લંબાઇ 300 મીટરથી વધુ હતી તેવા ૧૬૦ થી વધુ જહાજોનું સંચાલન કરવામાં આવ્યું હતું, જ્યારે ૫૦ જહાજો ૧૬ મીટરથી વધુ ડ્રાફ્ટ સાથે આવ્યા હતા. MSC વેરોના ૧૭.૧ મીટરની ઊંચાઈના દક્ષિણ એશિયામાં અત્યાર સુધીના સૌથી ઊંડા ડ્રાફ્ટ જહાજ બનવા સાથે પ્રાદેશિક માપદંડો સ્થાપિત થયા હતા. જ્યારે વિશ્વનું સૌથી મોટું કન્ટેનર જહાજ, MSC IRINA, પણ વિઝિંજામ ખાતે આવ્યું હતું.
ટેકનોલોજી અને કાર્યબળના વડપણ મારફત કાર્યકારી ક્ષમતા સંગીન બનાવવામાં આવી છે. ભારતના પ્રથમ અર્ધ-સ્વચાલિત કન્ટેનર વિઝિંજામ મહિલા સ્વચાલિત ક્રેન ઓપરેટરોને તૈનાત કરનારું પણ દેશનું પ્રથમ બંદર છે. સુરક્ષિત, સરળ અને અનુમાનિત કામગીરી સુનિશ્ચિત કરવા માટે જહાજ અને યાર્ડની ગતિવિધિઓનું ડિજિટલી નિરીક્ષણ અને માર્ગદર્શન આપતી અદ્યતન વેસલ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ (VTMS) ની સુવિધા દ્વારા મેડ-ઇન-ઇન્ડિયા ટેકનોલોજીને પણ અહીં સંકલિત કરી છે.
ત્રણ કિલોમીટર લાંબા બ્રેકવોટર, ૧૮ થી ૨૦ મીટરની કુદરતી ઊંડાઈ અને ન્યૂનતમ દરિયા કિનારાના પ્રવાહનો સમાવેશ ધરાવતી મજબૂત માળખા દ્વારા આધારભૂત આ સિદ્ધિઓ મર્યાદિત ડ્રેજિંગ સાથે આખું વર્ષ કામગીરીને સક્ષમ બનાવે છે. મુખ્ય પૂર્વ-પશ્ચિમ શિપિંગ લેનની નજીક આવેલું અને ભારતના મુખ્ય ઊંડા પાણીના ટ્રાન્સશિપમેન્ટ હબ તરીકે ઝડપથી ઉભરી આવેલું વિઝિંજામ મલયેશિયામાં દુબઈ, કોલંબો, સિંગાપોર અને પોર્ટ ક્લાંગ જેવા સ્થાપિત પ્રાદેશિક પ્રવેશદ્વારો માટે સ્પર્ધાત્મક વિકલ્પ પૂરો પાડે છે.
મંજૂર માસ્ટરપ્લાનમાં દર્શાવ્યાનુસાર, બીજા તબક્કામાં આશરે રુ.૧0,000 કરોડનું રોકાણ શામેલ છે, આ રુ.૧૬,000 કરોડની વ્યાપક પ્રતિબદ્ધતાનો મુખ્ય હિસ્સો છે. ૨૦૨૮ સુધીમાં વિસ્તરણની કામગીરી પૂર્ણ થવાના લક્ષ્યાંક સાથે કન્ટેનર બર્થની લંબાઈ ૮00 મીટરથી ૨,000 મીટર સુધી લંબાવાશે અને બ્રેકવોટરની લંબાઈ લગભગ ૩,૯00 મીટર સુધી વધારાશે. આ સમગ્ર કામકાજ પૂરુ થયા બાદ ૨૦૨૯ સુધીમાં વિઝિંજમની ક્ષમતા ૧ મિલિયન TEUs થી ૫.૭ મિલિયન TEUs સુધી વધશે.
કેરળમાં અદાણી સમૂહના કુલ રુ.૩૦,૦૦૦ કરોડના રોકાણના સંકલ્પનો એક ભાગ બીજો તબક્કો છે, જેની ઘોષણા ઇન્વેસ્ટ કેરળ ગ્લોબલ સમિટ ૨૦૨૫માં કરવામાં આવી હતી. કેરળમાં ખાનગી ક્ષેત્રે આ સૌથી મોટું રોકાણ છે. એકસાથે તબક્કો ૧ અને તબક્કો ર રાજ્યના ઇતિહાસમાં સૌથી મોટું ખાનગી ક્ષેત્રનું માળખાગત રોકાણ પ્રસ્તુત કરે છે. આ વિસ્તરણ બંદર-આધારિત ઔદ્યોગિકીકરણ, રોજગાર સર્જનને ઉત્પ્રેરિત કરશે અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક દરિયાઇ અને લોજિસ્ટિક્સ ડેસ્ટિનેશન તરીકે કેરળની સ્થિતિને વધુ મજબૂત બનાવશે તેવી અપેક્ષા છે.



