ગણોતિયાએ ગણોત હકક જતા કર્યાનું કયારે ગણાય ?
ગણોત અધિનિયમની કલમ ૩૨(જી) હેઠળની કાર્યવાહીમાં, પોતે હવે ગણોતિયા રહેલ નથી અને પ્રશ્નવાળી જમીનના કબજામાં નથી, એવા ગણોતિયાએ આપેલ નિવેદનના આધારે ઠરાવવામાં આવ્યું હતું કે, તેઓએ તેમના ગણોત હકક જતા કર્યા હોઈ તેઓ હવે જમીન ખરીદવા હકકદાર નથી. કથિત હુકમને ખોટો ઠરાવતા જણાવવામાં આવ્યું હતું કે, પોતે કબજો સોંપી દીધેલ છે અવું ગણોતિયાએ આપેલ નિવેદન તેણે ગણોતહકક જતા કર્યા છે એવું માની લેવા પૂરતું નથી. વધુમાં આવા કિસ્સામાં તેણે કરેલ જમીનનું સમર્પણ ગણોત અધિનિયમની કલમ ૧૫ મુજબ હોવું જોઈએ અને તે સાથે જ જમીન માલિકનો કબજો અધિનિયમની કલમ ૨૯ ના અનુસંધાનમાં હોવો જોઈએ.
(Ref.:શના ઘનાભાઈ બારૈયા વિ.ચુનીભાઈ ગોવિંદભાઈનામદાર ગુજરાત હાઈકોર્ટ ૨૦૧૬)
2017 (3) GLR 2399
(આ લેખ લખનાર એડવોકેટ દિપક એ પાટીલ રાજયનાં પ્રખ્યાત ધારાશાસ્ત્રી છે. જમીન વિષયક સલાહ માટે સંપર્ક કરો- ઓફીસ નંબર – 8320326591)