એજ્યુકેશન

વસાવા મૈત્રીએ સુવર્ણ પદક પ્રાપ્ત કરી ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલનું નામ રોશન કર્યું

સુરતઃ ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ જે ઉગત-કેનાલ રોડ, જહાંગીરાબાદ, સુરત- ૩૯૫૦૦૫ સ્થિત છે, જેમાં જી.એસ.ઈ.બી બોર્ડનાં ગુજરાતી માધ્યમની ધોરણ-૭અ માં અભ્યાસ કરતી વસાવા મૈત્રીએ ગુજરાત સરકારનાં રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર આયોજિત જિલ્લા રમતગમત અધિકારી, સુરત કચેરી દ્વારા સંચાલિત રાજ્યકક્ષાની શાળાકીય અંડર- ૧૪ સાયક્લીંગ રોડ અને ટ્રેક બહેનો સ્પર્ધા  ૨૧ જાન્યુઆરી ૨૦૨૪ને રવિવાર દરમ્યાન ભાગ લઈ સુવર્ણ પદક પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું હતું, તેમજ આવનાર ૫ ફેબ્રુઆરી ૨૦૨૪ થી ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૪ દરમ્યાન રાંચી, ઝારખંડ મુકામે નેશનલ કક્ષાએ ભાગ લેવા જશે.

આ સિદ્ધિનો તમામ શ્રેય શાળાનાં ટ્રસ્ટી ગણ, કેમ્પસ ડાયરેકટર, આચાર્ય, શાળાનાં સ્પોર્ટ્સ કો-ઓર્ડીનેટર તથા શાળાનાં શારીરિક શિક્ષણનાં શિક્ષક જયેશ ચૌધરીને જાય છે; જેમણે વિજેતા થયેલ વિદ્યાર્થીનીને પ્રોત્સાહન પૂરું પાડ્યું તેમજ તેઓને શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી કે તેઓ આવી જ રીતે આગળ વધતા રહે અને શાળાનું નામ રોશન કરતાં રહે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button