પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના જન્મદિન નિમિત્તે રક્તદાન શિબિર સાથે વિવિધ કેમ્પો તથા યોજનાઓનું આયોજન કરાયું

સુરતઃ આજરોજ 10 માર્ચ રવિવારના રોજ લિંબાયત વિધાનસભાના ધારાસભ્ય સંગીતાબેન પાટીલ દ્વારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના આગામી 16 માર્ચના રોજ જન્મદિવસ નિમિત્તે લિંબાયત નીલગીરી ખાતે મહારક્તદાન કેમ્પ સાથે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ ચશ્મા વિતરણ વિધવા સહાય સિનિયર સિટીઝન સહાય સહિત સરકારી યોજનાઓના લાભ માટે સેવા સેતુ નો કાર્યક્રમ દ્વારા વિવિધ યોજનાઓના નાગરિકોને લાભ મળે તે આશયથી કેમ્પનું આયોજન કરાયું હતું
સેવા સેતુ કાર્યક્રમમાં લગભગ 30,000 થી 32000 નાગરિકોએ વિવિધ યોજનાઓ જેમકે આવક ના દાખલા વિધવા સહાય આયુષ્માન કાર્ડ દિવ્યાંગ તથા વિવિધ યોજનાઓ વગેરેનો લાભ લીધો હતો તેની સાથે સાથે લગભગ 3500 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું તથા ટીબીના દર્દીઓ માટે સુપોષિત કીટ પણ અર્પણ કરવામાં આવી હતી. જેમાં ચોખા લોટ ખજૂર ગોળ સોયાબીન દાળ અને મસાલા સહિત ની કીટ બનાવવામાં આવેલ હતી તે જ રીતે આંગણવાડીના બાળકોને ઘી સિંગ ગોળ ચણા વગેરે સહિત કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
લગભગ 1000 થી વધુ નાગરિકોના સેવા સેતુ કાર્યક્રમમાં સ્થળ પર આવકના દાખલા કાઢી આપવામાં આવ્યા હતા. આ રીતે પ્રદેશ અધ્યક્ષ પાટીલના જન્મદિવસને જન સેવાના કાર્યથી ઉજવવામાં આવ્યો હતો.
આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાથે ગુજરાત રાજ્યના વન તથા પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલ, લીંબાયત વિધાનસભાના ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, શહેર અધ્યક્ષ નિરંજનભાઇ ઝાંઝમેરા, મેયર દક્ષેશભાઈ માવાણી , ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ, મનુભાઈ પટેલ સ્થાયી સમિતિ ચેરમેન રાજનભાઈ પટેલ, ડેપ્યુટી મેયર ડો. નરેન્દ્ર પાટીલ , શાસક પક્ષ નેતા શશીબેન ત્રિપાઠી મહામંત્રીશ્રીઓ, મુકેશભાઈ પટેલ, કિશોરભાઈ બિંદલ, યુથ ફોર ગુજરાતના પ્રમુખ જીગ્નેશભાઈ, કોર્પોરેશનના લિંબાયત વિધાનસભાના સહુ કોર્પોરેટર તથા ચેરમેનશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.