
સુરતઃ રામપુરા, સુરત સ્થિત ટી એન્ડ ટીવી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ દ્વારા દ્વારા કોલેજ ના વિધાર્થીઓ માટે “’સ્પોર્ટ ડે” નું આયોજન વિનસ હોસ્પિટલના હરિયાળા કેમ્પસ ખાતે કોલેજ ના રમત ગમતના મેદાનમાં કરવામાં આવ્યું હતું.
તેમાં કુલ ૧૭ રમતોનું આયોજન કરેલ હતું. જેમ કે ક્રિકેટ, ખો-ખો, વોલીબોલ, ચેસ, કેરેમ, ગોળા ફેક, રસ્સી ખેંચ, કોથળા કુદ, ત્રિ-પગી દોડ,ડચ બોલ,બટાકા દોડ,લીંબુ ચમચી, ફૂલ રેકેટ, દોરડા કુદ. વગેરે રમતોનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં વિધાર્થીઓએ ખુબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
સમાપન મા આનદ મેળા ના વિવિધ વાનગી ઓ ના વેચાણ થી એકત્ર રકમ ને વિધાર્થીઓએ જરુરીયાત મંદ ને અર્પણ કરવા ના શુભ આશય ના આયોજન સાથે ત્રિદિવસીય વિવિધ સ્પર્ધાઓનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.



