બિઝનેસ

25, 000થી વધુ ટ્રેડ વિઝિટર્સેની રેકોર્ડ ભાગીદારી સાથે  TTF અમદાવાદ 2024નું સમાપન 

TTF ગુજરાત અને પશ્ચિમ ભારતમાં ટ્રાવેલના વિકાસની ઉજવણી કરે છે

ગાંધીનગર, 12, ઓગસ્ટ, 2024: ટ્રવેલ એન્ડ ટુરીઝમ ફેર (TTF), ભારતનો અગ્રણી ટ્રાવેલ શો, ગાંધીનગરમાં મહાત્મા મંદિર કન્વેક્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે સફળ રીતે સમાપ્ત થયો. પશ્ચિમ ભારતમાં સૌથી મોટી ટ્રાવેલ ટ્રેડ ઇવેન્ટ તરીકે TTFએ ત્રણ દિવસ વિક્રમજનક સંખ્યામાં સહભાગીઓને આકર્ષ્યા અને પ્રવાસ ક્ષેત્રે વિવિધ વિકલ્પો દર્શાવવામાં આવ્યા. સાથે વૈશ્વિક પ્રવાસ ઉદ્યોગમાં વૃદ્ધિ અને ઉભરતા પ્રવાહોને પ્રકાશીત કરવામાં આવ્યા. 

આ વર્ષનું TTF ગુજરાતમાં અત્યાર સુધીનું સૌથી મોટું આયોજન હતું, જેણે અભૂતપૂર્વ સંખ્યામાં પ્રદર્શકો અને મુલાકાતીઓને આકર્ષ્યા હતા. ભારતમાં ટ્રાવેલ પ્રોફેશનલ્સ માટે નિર્ણાયક પ્લેટફોર્મ તરીકે, TTFમાં જોડાવા, નવા અને અનોખા સ્થળોની માહિતી, અને ટ્રાવેલના ભાવિને આકાર આપતા અપડેટ્સ અને નવીનતાઓ શોધવાની તક પૂરી પાડે છે.

ઇવેન્ટ હાઇલાઇટ્સ:

  • રેકોર્ડ સહભાગિતા: 26 દેશો અને 26 ભારતીય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 900 થી વધુ પ્રદર્શકોએ તેમની ઓફરો રજૂ કરી. શોમાં 25,000 થી ટ્રેડ વિઝિટર્સે મુલાકાત લીધી હતી.
  • વૈશ્વિક અને સ્થાનિક શોકેસ: આંતરરાષ્ટ્રીય સ્થળો અને ભારતીય રાજ્યોએ તેમના પ્રવાસન ઉત્પાદનોના વાઇબ્રન્ટ ડિસ્પ્લે દર્શાવ્યા.
  • વિશેષ ડીલ્સ અને નેટવર્કીંગની તકો: વિશિષ્ટ ટ્રાવેલ ડીલ્સ અને પેકેજો રજૂ કરાયા, , જે સુનિશ્ચિત કરે છે કે  ટ્રેડ વિઝિટર્સ તેમના ગ્રાહકો માટે શ્રેષ્ઠ વિકલ્પો શોધી શકે. 
  • ગુજરાત પર સ્પોટલાઇટ: ખાસ તેમની ટોચની મુસાફરીની મોસમ દરમિયાન TTF એ પ્રવાસન ક્ષેત્રે ગુજરાતના વધતા મહત્વને પ્રકાશિત કર્યું.

TTF 2024માં 4 હોલમાં પ્રભાવશાળી એક્ઝિબિશન દર્શાવવામાં આવ્યું હતું.  જ્યાં વિશ્વભરના સહભાગીઓએ વ્યવસ્થાપન સેવાઓથી લઈને અદ્યતન મુસાફરીની તકનીકો અને નવીનતમ મુસાફરી ઓફર રજૂ કરી હતી. અઝરબૈજાન, ઇજિપ્ત, ફ્રાન્સ, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, જોર્ડન, કેન્યા, મલેશિયા, માલદીવ, નેપાળ, નેધરલેન્ડ, નોર્વે, રશિયા, સાઉદી અરેબિયા, સિંગાપોર, દક્ષિણ કોરિયા, સ્પેન, સ્વીડન, સ્વિટ્ઝર્લૅન્ડ, થાઇલેન્ડ, તુર્કી, UAE જેવા આંતરરાષ્ટ્રીય સ્થળો , UK, અને વિયેતનામએ નોંધપાત્ર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું,  જેમાં મુલાકાતીઓને વિવિધ વૈશ્વિક મુસાફરીની તકો અંગે  ઓફર પ્રદાન કરવામાં આવી હતી. ભારતના આસામ, બિહાર, છત્તીસગઢ, ગોવા, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, રાજસ્થાન, સિક્કિમ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ સહિતના રાજ્યોએ પોતાનો આગવો સાંસ્કૃતિક વારસો અને નવીનતન પ્રવાસ પહેલ રજૂ કરી.

આવી વૈવિધ્યસભર સહભાગિતા માત્ર મુલાકાતીઓના અનુભવને જ સમૃદ્ધ બનાવતી નથી પરંતુ પ્રવાસ ઉદ્યોગને વ્યાખ્યાયિત કરતી સહયોગી ભાવનાને પણ પ્રકાશિત કરે છે. 9મી ઑગસ્ટના રોજ, TTF એ શોમાં સહભાગીઓને તેમના નવીનતા અને શ્રેષ્ઠ મૂલ્ય ઉત્પાદનના જબરદસ્ત પ્રયત્નોને લઇને પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ગુજરાત, ભારતના મુખ્ય પ્રવાસન બજારોમાંનું એક છે, જે ઇવેન્ટની સફળતામાં કેન્દ્રિય ભૂમિકા ભજવે છે. ખાસ કરીને પ્રદેશની આગામી પીક ટ્રાવેલ સીઝન દરમિયાન રાજ્યનું વ્યૂહાત્મક સ્થાન અને મજબૂત પ્રવાસ ક્ષેત્ર તેને TTF માટે એક આદર્શ યજમાન બનાવે છે. આ સમયએ પ્રદર્શકોને તેમના આગામી રજાના પ્રવાસન આયોજન કરવા અથવા તેમના ગ્રાહકો માટે શ્રેષ્ઠ ડિલ સુનિશ્ચિત કરવા માટે વ્યાવસાયિકોનું ધ્યાન કેન્દ્રિત કરે છે. 

TTF એ માત્ર ભારતનો જ સૌથી મોટો ટ્રાવેલ શો નથી, પરંતુ સૌથી જૂનુ અને સૌથી પ્રભાવશાળી ટ્રાવેલ ટ્રેડ શો નેટવર્ક પણ છે. જે ભારતના મુખ્ય પ્રવાસ બજારોમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે અત્યંત અસરકારક માર્કેટિંગ પ્લેટફોર્મ પ્રદાન કરવામાં નિષ્ણાંત છે.

ઈવેન્ટની સફળતા અંગે વાત કરતા ફેરફેસ્ટ મીડિયાના ચેરમેન અને સીઈઓ  સંજીવ અગ્રવાલે જણાવ્યું, “TTF અમદાવાદ 2024 દરેક રીતે અમારી અપેક્ષાઓ કરતાં વધી ગયું છે. ભારત અને 26 થી વધુ દેશોમાંથી અવિશ્વસનીય પ્રદર્શકોની સંખ્યા, પશ્ચિમ ભારતના પ્રવાસ ઉદ્યોગ માટે આ ઇવેન્ટનું મહત્વ દર્શાવે છે. અમને ગર્વ છે કે અમે એક એવું પ્લેટફોર્મ બનાવ્યું છે જે માત્ર બિઝનેસ વૃદ્ધિને જ નહીં પરંતુ નેટવર્કિંગ અને નવીનતાની ભાવનાને પણ ઉજવે છે. આ એડિશનની સફળતા પ્રવાસન ક્ષેત્રે એક મહત્વપૂર્ણ હબ તરીકે ગુજરાતની સ્થિતિને સુનિશ્ચિત કરે છે અને અમે ભવિષ્યની ઇવેન્ટ્સમાં આ ગતિ વધારવા માટે આતુર છીએ.”

આગામી ઇવેન્ટ્સ:

TTF અમદાવાદ 2024 બાદ આગામી શ્રેણી, BLTM (29, 30 અને 31 ઓગસ્ટ) દિલ્લીમાં, TTF પટના (20 અને 21 સપ્ટેમ્બર), OTM (30, 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરી) મુંબઈમાં, TTF બેંગલુરુ (13, 14, 15 ફેબ્રુઆરી), અને TTF ચેન્નાઈ (21, 22 અને 23 માર્ચ). આ દરેક ઇવેન્ટ ટ્રાવેલ ઉદ્યોગને એકસાથે લાવવાનું વચન આપે છે, ગુણવત્તાયુક્ત નેટવર્કિંગ અને વ્યવસાયના વિસ્તરણ માટે ઉત્તમ તકો પ્રદાન કરે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button